દેશ-વિદેશનાં ૧૫૦થી વધુ સ્થાનકવાસી જૈન સંઘોએ ઓનલાઈન પર્વ આરાધનામાં જોડાઈને સર્જ્યો ઈતિહાસ
વર્તમાન સમયમાં ધર્મક્ષેત્રમાં જઈને પર્વાધિરાજ પર્વની આરાધના કરવું જ્યારે સંભવ નથી ત્યારે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની દીર્ઘદ્રષ્ટિ અને કૂનેહથી આયોજિત કરવામાં આવેલાં પર્વાધિરાજ પર્વના ઓનલાઈન આરાધના મહોત્સવ દ્વારા કોરોના માહામારીએ આપેલી પ્રતિકૂળતાને પણ મહાત આપવામાં આવી છે. ઓનલાઈન આરાધના આ મહોત્સવમાં મુંબઈ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, ગુજરાત, પૂર્વભારત અને ઉત્તર ભારતના મળીને ૧૦૮ થી વધુ સ્થાનકવાસી જૈન સંઘોની સાથે અમેરિકા, લંડન, દુબઈ, ઓસ્ટ્રેલિયા, અબુધાબી, સિંગાપોર, મલેશિયા, સુદાન, આદિ અનેક ક્ષેત્રોના હજારો હજારો ભાવિકો જોડાઈને ધન્ય બન્યાં હતાં. અત્યંત અહોભાવ સો સુંદર પર્થનીય ભાવોની અભિવ્યક્તિ કરીને પર્વાધિરાજ પર્વનું સ્વાગત કર્યાં બાદ પર્વના પ્રથમ દિવસનો અમૂલ્ય બોધ આપતાં રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવે ફરમાવ્યું હતું કે અન્યના હાથમાં પોતાની ડોર આપીને ઊંચે ઊંચે આકાશમાં ઉડતી પતંગક કેઈ ક્ષણે કપાઈને નીચે આવી જતી હોય છે તે નક્કી નથી હોતું. એવી જ રીતે વર્ષોના વર્ષો સુધી સંસારના હાથમાં આપણી ડોર આપીને આપણે પર્યુષણની ઉજ્વણી કરતાં આવ્યાં છીએ પરંતુ હવે સંસારી કટ ઓફ ઈને એક પક્ષીની જેમ આપણે ધર્મના – આધ્યાત્મના આકાશમાં ઊંચી ઊંચી ઉડાન ભરવાની છે. વર્ષોના વર્ષો સુધી આપણે સંતોના મુખેથી માત્ર પ્રવચનનું શ્રવણ કરીને એક પતંગ બનીને રહી ગયાં છીએ. પરંતુ હવે આપણાં અંતરના અવાજને સાંભળતાં સાંભળતાં ચિંતનમાં ગરકાવ બનીને ઊંચી ઊંચી મંઝિલને પામવાની છે. હવે સંતોને નહીં, સ્વયંને સાંભળીએ.
ચંદન જેવી અમૂલ્ય પર્વાધિરાજ પર્વની સાધના – આરાધનાને આપણે કોલસાની જેમ વેડફી નથી દેવી. થોડુંક વિચારીએ…ચિંતન કરીએ, પર્વાધિરાજ તે માત્ર ઉજ્વણીનો વિષય નથી પરંતુ અંતરથી અનુભવવાનો વિષય છે. પર્વાધિરાજની કોઈ એમઆરપી નથી હોતી, પર્વાધિરાજ અમૂલ્ય છે. અત્યાર સુધી પ્રભુએ દર્શાવેલી જે જે આજ્ઞાઓનું આપણે અવમૂલ્યન કરતાં આવ્યાં છીએ તે જ આજ્ઞાઓ આજે કોરોનાના સમયમાં જીવન માટે જરૂરી બની ગઈ છે. માટે જ, આજે જગતના દરેક લોકોના મુખ પર મુખવકિા આવી ગઈ છે. આજે જે નગણ્ય લાગતું હોય આવતીકાલે તે જ આપણાં માટે મૂલ્યવાન બનતું હોય છે. આજે જે હર્ટ કરતાં હોય, બની શકે કે આવતીકાલે તે હેલ્પફુલ પણ બની શકે. આપણે કોઈનું અવમૂલ્યન નથી કરવું. વિશ્વમાં, આજના સ્વતંત્રતા દિવસના અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના અનન્ય રાષ્ટ્રપ્રેમના દર્શન થયાં જ્યારે, કોરોના મહામારી સામે લડતાં-લડતાં શહીદ થયેલાં ડોક્ટર્સ, સફાઈકર્મી , પોલીસકર્મી આદિને ભાવભીની શ્રધ્ધાંજલિ આપતાં પરમ ગુરૂદેવ છે સુંદર ગીતને વિભિન્ન ભાષામાં લોન્ચ કરવામાં આવ્યું. અહોભાવથી શબ્દાંજલિ સાથેના આ ગીતના શબ્દો – “તને જોઈ જોઈ ઝુકી જાય સાંભળીને સહુની આંખ અહોભાવથી ભીંજાઈ ગઈ હતી. આ અવસરે પૂજ્યશ્રી પરમ પાવનતાજી મહાસતીજીએ ઐતિહાસિક ઘટનાઓના ઉદાહરણ સાથે દરેક પરિસ્થિતિમાં પોઝિટિવ રહીને માત્ર હિસ્ટ્રી રીડર નહીં પરંતુ હિસ્ટ્રી મેકર બનવાનો સુંદર બોધ આપ્યો હતો. એ સો જ, રાજકોટ રોયલપાર્ક સંઘી પૂજ્ય અજિતા બાઈ મહાસતીજીએ પણ પ્રેરણાત્મક બોધ આપીને સહુને બોધિત કર્યા હતાં.
કોરોના મહામારી આધારિત “ખૂલી આંખો કા સપના નાટિકાની પ્રસ્તુતિ ઉપરાંત રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવની અત્યંત હૃદયસ્પર્શી શૈલીમાં “પ્રભુ છે મેરે સખા, બન્ના મુજે પ્રભુ સરીખા ભાવયાત્રા કરાવતાં હજારો ભાવિકો એક અનોખી દિવ્યતામાં સરી પડ્યાં હતાં. પર્વાધિરાજ પર્વના પ્રથમ દિનની વહેલી પ્રભાતે પરમ ગુરુદેવનાં શ્રીમુખેથી આત્મશુધ્ધિના અનોખા પ્રયોગ સ્વરૂપ કરાવવામાં આવેલી ઈનર કલીનીંગ કોર્સ અંતર્ગત દેહ ભિન્ન ચૈતન્ય ભાવો પરની ધ્યાન સાધના સહુને એક અનેરી આત્મ હળવાશની અનુભૂતિ કરાવી ગઈ હતી. પરમ ગુરુદેવના બૃહ્મનાદે કરાવવામાં આવેલી મંત્ર સાધના તેમજ વિખ્યાત ગાયક કલાકાર શ્રી હાર્દિકભાઈએ કરાવેલી ભક્તિ સ્તવન હજારો ભાવિકોને પ્રભુ ભક્તિના રંગે રંગી ગઈ હતી. પર્વાધિરાજ પર્વના આઠ દિવાસના શ્રી સંધપતિ સ્વરૂપે મુંબઇ – સાયન ધર્મ વત્સલા શ્રી બીનાબેન અજયભાઈ શેઠ પરિવારે લાભ લઈને હજારો ભાવિકો માટે ધર્મશ્રવણનું નિમિત્ત બન્યાં હતાં.
જ્ઞાનને અનુભૂતિમાં ટ્રાન્સફોર્મ કરીને શ્રધ્ધાતત્વનો વિકાસ કરવાનો અમૂલ્ય બોધ આપીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સા.એ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના તૃતીય દિવસે હજારો ભાવિકોને કૃતકૃત્ય કરી દીધા હતા. કોરોનાના કાળમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ઓનલાઈન આરાધનાનું વિશ્ર્વ વ્યાપી આયોજન કરનારા પરમ ગુરુદેવના સાંનિધ્યે આયોજિત આરાધનાના આ મહોત્સવમાં સમગ્ર ભારતના ૧૦૮થી વધારે સ્થાનકવાસી જૈન સંઘોની સાથે દેશ-વિદેશના હજારો ભાવિકોએ લાભ લઈને આત્મા માટે અનંત હિતકારી એવા પરમ વચનોનું પાન કર્યું હતું. તૃતિય દિવસની વહેલી પ્રભાતે ઈનર કલીનીંગ કોર્ષમાં આત્મશુદ્ધિની અનોખી ધ્યાન સાધના કરાવવામાં આવી હતી. આત્માદ્રષ્ટિને ઉજાગર કરી દેનારા પરમ ગુરુદેવના આવા અમૃત વચનો સાથે આ અવસરે પૂ.પરમ અનુભૂતિજી મહાસતીજીએ અનુકૂળતાને ત્યજી પ્રતિકૂળતાઓને સ્વીકારતાં સ્વીકારતાં આંતરિક સહનશીલતા અને સામર્થ્ય પ્રગટાવવાની સમજ આપી સહુને બોધિત કર્યા હતા. રાજકોટ શ્રી રોયલ પાર્ક સંઘથી પૂ.સુનિતાબાઈ મહાસતીજીએ સુંદર જ્ઞાન વાણી વહાવીને સહુને પ્રેરિત કર્યા હતા. આ અવસરે અર્હમ્ યુવા સેવા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ એવા ડાયાલિસીસના દર્દીઓને કરવામાં આવતી સહાયની પ્રેરણાત્મક વીડિયો દર્શાવતાં ભાવિકો સેવાધર્મ અને દાનધર્મ પ્રત્યે પ્રેરિત અને અનુમોદિત બન્યાં હતા. ઉપરાંતમાં મુંબઈના અનન્ય ગુરુભક્ત રજનીભાઈ શાહની ભાવનાથી માતૃશ્રી વિમળાબેન શાહની સ્મૃતિમાં શ્રી નમસ્કાર મંત્ર આલેખન પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તિકામાં નમસ્કાર મંત્રનું આલેખન કરનારા ભાવિકોને અનુમોદના સ્વરૂપે રૂ.૫૦૦નો પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી.