રોજિંદા જીવનમાં વિજ્ઞાન કેવી અને કેટલી રીતે ઉપયોગી થઈ શકે તે અંગે મુલાકાતીઓને ચિલ્ડ્રન યુનિવર્સિટી ટોયવાન દ્વારા અપાયું જ્ઞાન

રાજકોટનો લોકમેળો રંગેચંગે પૂરો થયો. લાખો લોકોએ ઉત્સાહ અને આનંદ સાથે મેળાને મનભરીને માણ્યો. જો કે આનંદનો અવસર એવા લોકમેળામાં હજારો બાળકો અને લાખો લોકો ગમ્મત સાથે ગણિત  વિજ્ઞાનના સામાાન્ય સિદ્ધાંતો અને પાઠ પણ શીખી ગયા ! લોકમેળામાં લાખો લોકો ઉમટયા હોય છે અને બાળકો રમકડાં ખરીદીને મજા માણતા હોય છે. ત્યારે આ અવસરે બાળકોને રમકડાંના માધ્યમથી ગણિત અને  વિજ્ઞાનના સિધ્ધાંતો શીખવવા એક અનોખી ટોયવાન પણ રાખવામાં આવી હતી. રમકાડાં દોરેલી અને જાતજાતના રમકડાથી ભરેલી આ ટોયવાન લાખો લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. અનેક લોકોએ પેાતાના બાળકો સાથે તેની મુલાકાત લીધી હતી.

Sakhi Mela 1

બાળકો રમકડાના માધ્યમથી ગણિત  વિજ્ઞાનના સિધ્ધાંતો સરળતાથી શીખી શકે, તે માટે ચિલ્ડ્રન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ટોય ઈનોવેશન તરફથી મેળામાં ટોયવાન રાખવા દેવાની દરખાસ્ત કરાઈ હતી. જેને જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ મંજૂરી આપી હતી. ચિલ્ડ્રન યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રો. પંકજભાઈ ગોંડલિયા અને પ્રો. રાજેશભાઈ વાસદડિયાએ વિજ્ઞાનના પાયાના સિધ્ધાંતો સમજાવ્યા સાથે નાગરિકોના રોંજિદા જીવનમાં વિજ્ઞાન કેવી અને કેટલી રીતે ઉપયોગી થઈ શકે તે અંગેનું માર્ગદર્શન મુલાકાતીઓને આપ્યું હતું.સામાન્ય રીતે ગણિતના સૂત્રો ગોખવામાં આવે  ત્યારે બાળક કંટાળે છે. જેના લીધે ભૂલ થવાના ડર રહે છે.

 

05

આ બાબતને ધ્યાનમાં રાખતા બાળકો ગણિત અને વિજ્ઞાન રમકડાથી રમતાં  રમતાં શીખવી શકે તે હેતુથી ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. હર્ષદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટમાં ટોયવાન રાખવામાં આવી હતી. આ ટોયવાનમાં રોબોટીક્સ, પઝલ્સ, કલાઈમેટ ચેન્જગેમ, મેથોપાટ ગેમ, મુનપઝલ ગેમ વગેરેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેની સાથોસાથ અવનવી ટેકનોલોજીની મદદથી રમકડાં કેવી રીતે બનાવી શકાય તે પણ મુલાકાત સમયે જ શીખવવામાં આવ્યું હતું. જેનું સંપૂર્ણ આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ ટોય ઈનોવેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટોયવાનની મુલાકાત લીધા પછી બાળકો સાથે વાલીઓ પણ ખુશખુશાલ થઈ ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.