૧૦ સંગઠ્ઠનોની બે દિવસીય રાષ્ટ્ર વ્યાપી હડતાલ
સૌરાષ્ટ્રભરનાં ૧૦ કામદારોના સંગઠનો જેમાંબેંક, વિમા કંપની, પોસ્ટ ઓફીસના હજારો કામદારો આજથી બે દિવસીય હડતાલ પર ઉતર્યા છે. લઘુતમ વેતન વધારવા, નાના ઉદ્યોગોને બચાવવા, બેરોજગારી હટાવી નવી રોજગારી ઉભી કરવી સહિતની પડતરા માંગણીઓ સંતોષવા રાજયના તમામ કર્મચારીઓ રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રની તમામ બેંકો બે દિવસીય બંધ રહેવા પામશે જેથી લાખોનો વ્યવહાર ઠપ્પ થશે. સૌરાષ્ટ્રના વિવિધ શહેરો રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢમાં ધરણા જેવા ઉગ્ર કાર્યક્રમો કર્મચારીઓ આપશે. હડતાલમાં આંગણવાડીની બહેનો પણ સામેલ થઈ છે. રાજકોટમાં કાલે સુત્રોચ્ચાર સાથે વિશાળ રેલી ત્રિકોણબાગથી પરાબજાર સુધી યોજાશે અને સરકાર વિરોધી દેખાવો થશે. રાષ્ટ્રવ્યાપી આ બે દિવસીય હડતાલથી જાહેર જનતાને મોટી મુશ્કેલી સર્જાશે. હડતાલને કારણે અનેક સેવાઓ ઠપ્પ થશે. રસ્તા રોકો, રેલી વગેરે જેવા ઉગ્ર કાર્યક્રમો યોજવાના હોય પોલીસ દ્વારા ઠેરઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.