હિંમતનગરના સરવણા ગામે નર્મદાની પાઈપ લાઈનમાં લીકેજ થતા હજ્જારો ક્યુસેક પાણી વેટફાઈ રહ્યુ છે અનેકવાર રજુઆત કરવા થતા પણ આ પાણીબંધ થતુ નથી.
એક બાજુ સમગ્ર ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ છે ત્યારે અહિ છેલ્લા એક વર્ષથી નર્મદાની પાઈપ લાઈન લીકેજ છે અને અત્યાર સુધીમાં અહિથી હજ્જારો ક્યુસેક પાણીનો વેટફાટ થઈ ચુક્યો છે.
ગામ લોકોને ખેતરમાં જવાનો આ એક માત્ર રસ્તો છે પરંતુ અહિ પાણી ભરાઈ જતા ખેડુતો ખેતરમાં પણ જઈ શકતા નથી તો અનેક વાર તંત્રને રજુઆત કરવા છતા પણ તંત્ર દ્રારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે. એક બાજુ પાણી બચાવાની વાતો ચાલે છે ત્યારે અહિ મહિનાઓથી પાણી વેટફાઈ રહ્યુ છે છતા પણ તંત્ર જાગ્યુ નથી.