ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓને દ્રષ્ટાંતોથી માર્ગદર્શન અપાયું
રાજકોટ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ હરહંમેશ શૈક્ષણિક અને સંસ્કાર ઘડતરના નવા નવા આયામો દ્વારા વિદ્યાર્થીઓ ઉત્કર્ષનું કાર્ય કરી રહ્યું છે. આ શૈક્ષણિક વર્ષના પ્રારંભમાં જ તમામ વિધાર્થીના વાલીઓ સાથે મળીને વિધાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે મનોમંથન કરવામાં આવ્યું હતું.
વિશાળ વાલીગણની ઉપસ્થિતિમાં પૂજ્ય ગુરુ મહારાજ દેવ કૃષ્ણદાસજી સ્વામી અને પૂજ્ય લક્ષ્મીનારાયણદાસજી સ્વામીનું સ્વાગત ડોડીયાા માર્ગદર્શન હેઠળ એનસીસી પરેડ અને સ્કૂલ બેન્ડ દ્વારા કરવામાં આવ્યું હતું . દીપ પ્રાગટ્ય થયા બાદ પૂજ્ય હરિપ્રિયદાસજી સ્વામીએ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું . ગત શૈક્ષણિક વર્ષમાં ધોરણ 10 ધોરણ 12 કોમર્સ ધોરણ 12 સાયન્સ બોર્ડની પરીક્ષા તેમજ સ્થાનિક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ લાવનાર વિધાર્થીઓને પૂજ્ય ગુરુ મહારાજના વરદ હસ્તે સન્માનિત કરાયા હતા . ત્યારબાદ પૂજ્ય ગુરુ મહારાજે સફળતાની સાથે સાથે પરિવારના મૂલ્યો જાળવવાની સૌને ટકોર કરી હતી . આ તકે પૂજ્ય શ્રુતિ પ્રકાશદાસજી સ્વામી એ પેરેન્ટિંગ સેમીનાર અંતર્ગત વાલીઓને બાળકના વિકાસમાં માતા – પિતાના રોલની ખૂબ જ રસ પૂર્વક છણાવટ કરી હતી અને વિવિધ ઉદાહરણો દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વિદ્યાર્થીઓએ વિવિધ સ્વાગત નૃત્ય રૂપકો વગેરે દ્વારા કેટલી કૃતિઓ દ્વારા સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું .કેમ્પસ ડાયરેક્ટર હરેશભાઈ ખોખાણીએ વન ટીમ વન મિશન વિશેની વાતોથી વાલીઓને માહિતગાર કર્યા હતા . કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય દવે આભાર વિધિ કરી હતી . સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પૂજ્ય જનમંગલદાસજી સ્વામીએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેશભાઈ વાદોદરિયા , લાલજીભાઈ , તમામ વિભાગના સંચાલકો સુપરવાઇઝર , શિક્ષકો તેમજ હોસ્ટેલ સંચાલક ઘનશ્યામભાઈ , જતીનભાઈ તથા તમામ વ્યવસ્થાપક ભાઈઓનો સહકાર સાંભળ્યો હતો .