સમાજને એકતાંતણે બાંધવા નિમિત યાત્રા ‘જય રઘુવીર’ જય જલારામના જયઘોષથી એકતાનું ગગનચુંબી બ્યુગલ ફૂંકાયું

રઘુવંશી યુવા શક્તિ સંઘ ધ્વારા રઘુવંશી સમાજમાં સામાજિક એક્તા વધે તથા સમાજ સક્ષ્ામ, સામર્થ્યવાન અને સંગઠીત બને સંગઠનના માધ્યમથી રઘુવંશી સમાજ રાજકીય તેમજ શૈક્ષ્ાણિક ક્ષ્ોત્રમાં વિકાસ કરે તેવા શુભ ઉદેશથી રાજકોટ શહેર ખાતે રઘુવંશી ક્રાંતિ યાત્રા નું આયોજન કરવામાં આવેલ. આ ક્રાંતિ યાત્રામાં બહોળી સંખ્યામાં રાજકોટ શહેર ઉપરાંત અમદાવાદ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ સહીતના જિલ્લા-તાલુકાઓમાંથી 300 થી વધુ ફોર વ્હીલર અને 1પ0 થી વધુ ટૂ વ્હીલરો સાથે બહોળી સંખ્યામાં રઘુવંશીઓ જોડાયા હતા.  ત્યારે આ ક્રાંતિ યાત્રા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે થી પ્રારંભ થઈને શહેરોના મુખ્ય રાજમાર્ગોમાંથી પસાર થઈ વિવિધ સંસ્થાઓ- સમાજના આગેવાનોનું અભિવાદન ઝીલ્યુ હતું.

Untitled 1 422

ત્યારે આ રેસકોર્ષથી પ્રારંભ થઈ આ રઘુવંશી ક્રાંતિ યાત્રા કિશાનપરા ચોક, હનુમાન મઢી, રૈયા ચોક, બાપા સીતારામ ચોક, સાધુ વાસવાણી ચોક, યુનીવર્સીટી રોડ, ઈન્દીરા સર્કલ, કોટેચા ચોક, એસ્ટ્રોંન ચોક, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, સત્યવિજય આઈસક્રીમથી માલવીયા ચોક, જીલ્લા પંચાયત (અકીલા ચોક) થી રેસકોર્ષ સમાપન થયેલ.

રઘુવંશી કાંતિ યાત્રા અંતર્ગત  રઘુવંશી યુવા શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ   ધવલભાઈ કાછેલા (કે.ડી.રઘુવંશી) એ જણાવેલ કે  યાત્રામાં શ્રી રામરથ ની સાથે  રઘુકુળ ભૂષણ શ્રી રામચંદ્રજીની છબી ઉપરાંત સંત શિરોમણીશ્રી જલારામ બાપા, હિન્દુ હ્રદયસમ્રાટ રાણા જશરાજથી તથા પૂ. શ્રી હિરચરણદાસબાપુની છબી સાથેના રામરથનુ રઘુવંશી સમાજની સેવાકીય સંસ્થાઓ ઉપરાંત અઢારે વર્ણ ધ્વારા વિવિધ રૂટ ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવેલ.  જેમાં એ.એસ.એસ.આઈ. ઈન્સ્ટીટયૂટ, ભરવાડ સમાજ,સતવારા સમાજ, રઘુવંશી ફ્રેન્ડઝ લેડીઝ કલબ,  રાષ્ટ્રીય રાજપુત કરણી સેના તથા ગૌ રક્ષ્ાા દળ ગુજરાત,  રઘુવંશી સમાજ ડોકટર ગ્રુપ,  એડવોકેટ ગ્રુપ, જલારામ સેવા સમિતિ, સમસ્ત બ્રહમસમાજ, ક્ષ્ાત્રીય સમાજ તથા ગજકેસરી ફાઉન્ડેશન ધ્વારા ભવ્ય  સ્વાગત કરવામાં આવેલ.

આ ક્રાંતિ યાત્રામાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, તેમજ રઘુવંશી સમાજના અગ્રણી તેમજ કોંગ્રેસ આગેવાન ગોપાલભાઈ ઉનડકટ, રઘુવંશી સમાજના કોર્પોરેટર મનીષ રાડીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમ પુજારા, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનીલભાઈ પારેખ, કોર્પોરેટરજીલ્લા ભાજપ દ્વારા બહેરા-મૂંગા શાળા અને જસાણી કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના બાળકોનેપ્રોટીન પાવડરનું વિતરણ વસાણી, માર્કેટીંગ યાર્ડના ડિરેકટર સંદીપભાઈ લાખાણી, રાજુભાઈ રવેશીયા, જ્ઞાતિ અગ્રણીઓ હસુભાઈ ભગદેવ, પરેશભાઈ વીઠલાણી, રાજન ઠકકર,જીતેન્દ્રભાઈ કકકડ, સંજયભાઈ રૂપારેલીયા, અશ્ર્વીનભાઈ જોબનપુત્રા, રમેશભાઈ ધામેચા, પ્રહલાદભાઈ પારેખ, ગોંડલ રઘુવંશી સમાજના આગેવાનો, રઘુવંશી સમાજના અધિકારીઓ ડી.વાય.એસ.પી. બી.સી.ઠકકરસાહેબ, પીએસઆઈ હરેશભાઈ સોમૈયા, શહેર ભાજપ મીડીયા સેલના રાજન ઠકકર તેમજ સમાજની વિવિધ સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા.

આ ક્રાંતિયાત્રાને સફળ બનાવવા રઘુવંશી યુવા શક્તિ સંઘના પ્રમુખ ધવલભાઈ કાછેલા (કે.ડી.રઘુવંશી), ગુજરાતના પ્રભારી કુલદીપભાઈ રઘુવંશી, ગુજરાતના ઉપપ્રમુખ  મોહિતભાઈ સવાણી, સૌરાષ્ટ્ર પ્રમુખ પાર્થભાઈ જોબનપુ્રત્રા, કાનુની સલાહકાર જયભારતભાઈ ધામેચા તથા સંગઠનની સમગ્ર ટીમના તમામ સભ્યો તથા રાજકોટ માર્કેટીગ યાર્ડના રઘુવંશી સમાજના વેપારીઓએ  જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.