દેશભરમાં ભારતીયતાને વરેલા પ્રજ્ઞાવાન તથા વિદ્ધવાનોને એક મંચ પર લાવી તેમની બૌઘ્ધિક સંપદાને નિ:સ્વાર્થ રીતે સમાજ ઉપયોગી બનાવવાના પ્રયાસ અર્થે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રજ્ઞાસભા દ્વારા આયોજીત સેમીનારમાં રાષ્ટ્રનાં વિવિધ ક્ષેત્રોને અનુલક્ષીને વિદ્ધવાનો સંશોધનાત્મક ચિંતન રજુ કરશે. આ સેમીનારમાં રાષ્ટ્રના જાણીતા વિદ્ધવાનો, જે-તે વિષયનાં બૌઘ્ધિકો ઉપસ્થિત રહેશે.
દેશનાં સામાન્ય લોકોમાં એક માન્યતા પ્રવર્તે છે કે વિજ્ઞાન અને તકનીકીના ક્ષેત્રમાં પ્રકાશનું પ્રથમ કિરણે પશ્ચિમનાં આ કોશમાંથી. પ્રાપ્ત થયું હતું અને તેના કારણે સમગ્ર વિશ્વમાં વિકાસના ચકને ગતિ મળી હતી. પૂર્વના આકાશમાં આવા સંશોધનમાં ક્ષેત્રમાં અંધકાર હતો. આ પ્રકારની ગેરમાન્યતાને કારણે, પશ્ચિમનું અનુકરણ કરવાની વૃતિ દેશમાં જોવા મળે છે. આમ પશ્ચિમનું અનુકરણ કરવું એ પ્રગતિશીલ અને વૈજ્ઞાનીક સ્વભાવની લાક્ષણિકતા બની રહયુ. જયારે કોઈ પણ મૂળ પરંપરાને વળગી રહેવું એ પછાતપણુ, રૂઢિચુસ્તતાવાદી અને મધ્યયુગીના વિચાર તરીકે માનવામાં આવ્યુંપરિણામે આપણી પણ એક વૈજ્ઞાનિક પરંપરા હતી. વૈજ્ઞાનિક દ્રષ્ટિ હતી એવા કોઈ સમજ ન હોવાને કારણે, આજના વિશ્વમાં પણ આપણી ભૂમિકા હોઈ શકે છે આ વિશ્વાસનો અભાવ ચારે બાજુ દેખાઈ હયો છે. પરંતુ તથ્યો સાવ જુદા છે.
૧૯ મી અને ૨૦મી સદીની શરૂઆતમાં આપણા વિદવાન પૂર્વજો કે જેને આપણે ત્રષીઓ કહીએ છીએ તેમણે તેમનાં ગુઢ અભ્યાસ દ્વારા સાબિત કર્યું કે ભારત માત્ર ધર્મ દર્શનના ક્ષેત્ર માંજ નહીં પરંતુ વિજ્ઞાન અને તકનીકીનાં ક્ષેત્રમાં પણ અગ્રણી હતો. એટલે જ નહિ, એ વિદ્ધવાન પૂર્વજોએ સામાન્ય લોકોના હિત વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો સમન્વય કર્યો હતો અને તેમની વચ્ચે વૈજ્ઞાનિક સ્વભાવ વિકસાવ્યો હતો. આ સમન્વયનાં ભાગ રૂપે બહાર આવેલ વૈજ્ઞાનિક દ્રષ્ટિનાં કારણે તેઓએ વિજ્ઞાનના વિકાસનો એવો અભિગમ અપનાવ્યો કે જેનાી તેમની જીવનશૈલી જ બાયો કલ્ચરપર્યાવરણ ને અનુકૂળ બનાવી દીધી હતી કે જે જીવસૃષ્ટિમાં અનુકૂળ અને મંગલકારી બને કે જેની આવશ્યકતા અને જરૂરિયાત આજનું વિશ્વ પણ અનુભવી રહયું છે. હમણો ઘણા વિદ્ધવાનો વિશ્વનાં બોધ્ધિકો સમક્ષ વિવિધ પુસ્તકો અને લેખ દવારા મજબૂત પૂરાવા સાથે પૂરાતન ભારતીય વિજ્ઞાનનાં તથ્યો બહાર લાવ્યા છે.
શરૂઆતના યુરોપીયન વિદ્રવાનોએ તેમના પ્રાચીન અધ્યયનો માટે ભારતને તેમની બૌધ્ધિક સમૃધ્ધી અને જ્ઞાનનાં વિવિધ ક્ષેત્રમાં વૈવિધ્યસભર અભ્યાસ માટેનું કેન્દ્ર બનાવેલ. તેઓ ખૂબ સારી રીતે જાણતા હતા કે ભારત પાસે માનવતાની દરેક નાજુક અને નિર્ણાયક સમસ્યાઓનું નિરાકરણ તેમનાં ર્અશા, મનોવિજ્ઞાન, તકનીક, વ્યાપક અર્થમાં આરોગ્ય, દવા, પરિવહન, કૃષિ, મેનેજમેન્ટ, લશ્કરી અને શાસ્ત્ર વિજ્ઞાન, સુખી શિક્ષણશા નીતિશા, વહીવટી શાસ્ત્ર , વેપાર અને ઉદ્યોગ પશુપાલન વગેરે જેવી જ્ઞાનની વ્યવસથા દ્વારા મળી શકે છે. વર્તમાન સંદર્ભમાં, આ બધા પ્રયત્નો આપણા લોકો સમક્ષ લાવી તેમની વચ્ચે ગૌરવની ભાવના પેદા કરવી ખૂબ જરૂરી છે કારણ કે ખોટી ધારેલી વાતો ના કારણે મનમાં જન્મેલી લધુતાગ્રંથી આપણામાં ઘણી સમસ્યાઓ પેદા કરે છે. જો અત્યારે એના કરતા દુર્લક્ષ રાખવામાં આવશે તો ભવિષ્યમાં કોઈપણ નિરાકરણ ન કરી શકાય તેવી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ શકે છે. પ્રભા સભા એ સમાજની વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે પ્રયત્નશીલ એક સંસ છે જેમાં નિષ્ઠાવાન સંશોધનકારોને એકઠી કરી તેમની કુશળતાનો ઉપયોગ કરીને, સમાજની મુશ્કેલીઓને લગતા વિવિધ મુદાઓને ધ્યાનમાં લઈ તેનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરશે. વધુ વિગત માટે https://sites.google.com/view/pragnasabharjt/events, email: pragnasabha @gmail.com, Contact No : 90999 39496, 98795 37395 પર સંપર્ક કરવા ડો.મનિષભાઈ શાહની યાદીમાં જણાવાયું છે.