કોરોનાની મહામારીમાં માનસિક હેલ્થ યોગ્ય છે?
દિવસે-દિવસે મેન્ટલ હેલ્થને લઈ લોકોનીસમસ્યાઓ અનેક: ડો. મિલન રોકડ
(એમડી સાઈક્યાટ્રીસ્ટ)
સમગ્ર ભારતભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. છેલ્લા ૩ મહિનામાં લોકડાઉન દરમ્યાન લોકોની માનસિક પરિસ્થિતિ ખુબજ કથળતી રહી છે.મહામારીના આ સમયમાં ફિઝિકલ ફિટનેસ સાથે મેન્ટલી ફિટનેસ પણ ખૂબ જ જરૂરી છે.જાણીતા એમડી.સાઈકયાટ્રીસ્ટ ડો.મિલન રોકડ અબતક મીડિયા સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. રાજકોટ શહેરમાં શાંતવન હોસ્પિટલ ચલાવતા ડો.મિલન રોકડે જણાવ્યું હતું કે લોકોમાં એવી માન્યતા છે કે સાઈકયાટ્રીસ્ટ એટલે ગાંડા ના ડોક્ટર.નોર્મલ વ્યક્તિ ક્યારેય સાઈકયાટ્રીસ્ટ પાસે જતા નથી આ માન્યતા પહેલા દૂર થવી જોઈએ.હાલમાં લોકડાઉન અને કોરોના કહેરની પરિસ્થિતિ માં લોકોની માનસિક સ્થિતિ ખૂબ જ બગડેલી હોઈ છે.મેન્ટલ ઇલનેશ માણસને મરવા સુધી પણ મજબૂર કરી શકે છે. કોઈ પણ વ્યક્તિઓમાં મેન્ટલી ઇલનેશ જણાઈ તો તાત્કાલિક મનોચિકિત્સક ડોક્ટર્સ નો સંપર્ક કરવો જોઈએ.હાલ ની પરિસ્થિતિ માં આવા દર્દીઓને અમે કોરોના ફેબિયા નામ આપ્યું છે. લોકોએ પોતાની લાઈફ સ્ટાઇલ સુધારવી જોઈએ .રેગ્યુલર પ્રાણાયમ , એક્સરસાઈઝ કરવાથી શારીરિક અને માનસિક ઘણો જ ફાયદો થાય છે.
લોકો ને હાલની પરિસ્થિતી મુજબ ડેઇલી પ્રક્રિયાથી તેમનું વર્તન ફરી જતું હોય છે.માનસિક તણાવ ને કારણે તમારા સોશ્યિલ રિલેશન અને તમારા કામ બગડે છે તેના માટે તમારે મનોરોગી ડોક્ટર પાસે તાત્કાલિક જવું જોઈએ.
લક્ષણો :- ગભરામણ, બેચેની, ઊંઘ ન આવવી , કોઈ વ્યક્તિ પર શંકાઓ જ કરવી, વધારે ગુસ્સો કરવો, એકલું એકલું બોલ બોલ કરવું , એકલા એકલા હશે, એકલા રહેવાનું વધુ પસંદ કરવું
મેન્ટલી ઇલનેશના ઘણા કેસો ૫ થી ૮ વર્ષ જુના હોઈ છે .લોકો વર્ષોથી ગુસ્સો કરતા હોય સ્વભાવ ફરી ગયો હોય પરંતુ અવેરનેસ ના અભાવ ને કારણે ખૂબ મોડો ખ્યાલ આવતો હોય છે અને દવાઓ કરવાથી તેમનામાં ચેન્જ આવે છે.જેમ ડાયાબિટીસ અને ઇન્સ્યુલિન ને જે રિલેશનશિપ છે એ જ રિલેશનશિપમાં મેન્ટલ ઇલનેશ અને દવાઓ સાથે છે ,મેન્ટલ ઇલનેશ ખાલી સોશિયલ સિચ્યુએશન ને કારણે નથી થતી . વ્યક્તિ ની નબળાઈ ને કારણે પણ નથી થતી. મગજ માં ન્યુરોટ્રાન્સમીટર જ્યારે વધારે કે ઓછા થાય ત્યારે આ અસર જણાઈ છે. હોર્મોન્સ નો સ્ત્રાવ વધ ઘટ થાય તે મેડીકલી ટ્રીટેબલ છે.
ઞાતભ ૠાતભ ની તૈયારીઓ જે કોઈ પણ વિદ્યાર્થીઓ કરતા હોય છે તેઓને બેકઅપ પ્લાન રાખવો જરુરી છે. લોકોને એક વખત ઠોકર લાગ્યા બાદ ડિપ્રેશનમાં આવી જતા જતા હોય છે તેના બદલે તેઓને તુરત જ નવો વિચાર કરી. આગળ વધવું જોઇએ અને કોઈ પણ વિચાર ને આપણા પર હાવી ન થવા દેવો જોઈએ.
દરેક વ્યક્તિએ કોઈ પણ કામ કરતા હોય પૂરતી ઊંઘ કરવી જોઈએ, યોગ્ય ખોરાક સમયસર લેવો જોઈએ. વ્યક્તિ એ તેમના મિત્રો અને પરિવાજનો સાથે માત્ર સ્વાર્થ પૂરતું જ નહીં પરંતુ સામેથી ફોન કરી ને સબંધ રાખવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ પાસે મહત્વકાંક્ષા રાખો એ સારી વાત છે પરંતુ એ ન મળે તો નિરાશ ન થવું જોઈએ.
મેન્ટલી હેલ્થ જાળવી રાખવા સૌરાષ્ટ્રમાં થેરાપી સેન્ટરો શરૂ થવા ખૂબ જ જરૂરી છે જેથી લોકોને પણ ઘણો ફાયદો થશે.