પાઠય પુસ્તકોની છાપણીમાં ભૂલો થવાને કારણે અધવચ્ચે છાપકામ રોકી દેવાતા વિલંબ થયાની બોર્ડની દલીલ
ધી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન (સીબીએસઈ)નું નવું સત્ર શ‚ થયાના ૪૫ દિવસ જેટલો સમય વિતી ગયા છતા પણ હજુ બોર્ડ દ્વારા પાઠય પુસ્તકો છાપવામાં આવ્યા નથી આ અંગે હયુમન રીસોર્સ ડેવલપમેન્ટ (એચઆરડી) મંત્રાલયે સીબીએસઈને પૂછયું હતુકે તેમની પાસે એનસીઈઆરટી પાઠય પુસ્તકો હોવા છતા શા માટે પોતાના પાઠય પુસ્તકો છાપવા ઈચ્છે છે પરંતુ આ અંગે બોર્ડે કોઈ પ્રત્યુતર આપ્યો નહતો.
સીબીએસઈનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર બોર્ડે ધો.૧૦ માટેની ઈગ્લીશ ચોપડીઓનું છાપકામ પૂર્ણ કરી લીધું છે. અન્ય પાઠય પુસ્તકોના છાપકામમાં થયેલા વિલંબ અંગે કારણ જણાવતા સીબીએસઈ અધિકારીએ જણાવ્યું કે, છાપકામ સમયસર શ‚ થઈ ગયું હતુ પરંતુ પાઠય પુસ્તકોના છાપકામમાં અનેકો ભૂલ થવાને કારણે એપ્રીલ માસમાં પ્રિન્ટીંગ પ્રક્રિયા બંધ કરી દેવાઈ હતી પાઠય પુસ્તકોનાં લગભગ ૧૪૦ પેઝોમાં ભૂલ થવાને કારણે અમુક ફેરફારો કરવાની ફરજ પડી હતી આ કારણસર આ વર્ષે પાઠયપુસ્તકો જાહેર કરવામાં વિલંબ થયો છે. બોર્ડના અધિકારીએ વધુમાં જણાવ્યું હતુ કે ભૂલને કારણે લગભગ ૬૦,૦૦૦ પાઠય પુસ્તકોનું છાપકામ રોકી દેવાયું હતુ અને હવે, પાઠય પુસ્તકોનું છાપકામ ફરીથી શ‚ થઈ ચૂકયુ છે.