કેન્દ્ર સરકારના બજેટ અંગે સિરામિક, પેપરમિલ અને ઘડિયાળ ઉદ્યોગ એસોસિએશનની પ્રતિક્રિયા

આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજુ કરવામાં આવ્યું છે ત્યારે ઓદ્યોગિક નગરી મોરબીમાં સિરામિક ઉદ્યોગ, પેપરમિલ ઉદ્યોગ અને ઘડિયાળ ઉદ્યોગને બજેટમાં શું મળ્યું તે જાણવા ઉદ્યોગ જગતના અગ્રણીઓના પ્રતિભાવ મેળવ્યા હતા જેમાં સીધો ફાયદો ના થયો છતાં સિરામિક ઉદ્યોગ સહિતના ઉદ્યોગો બજેટને આવકારી રહ્યા છે

હોમ લોન રાહતથી ઇનડાયરેકટ ફાયદો : નીલેશ જેતપરિયા

મોરબી વોલ ટાઈલ્સ એસોના પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા જણાવે છે કે સિરામિક ઉદ્યોગને બજેટમાં સીધી કોઈ રાહત કે ફાયદો મળ્યો નથી જોકે હોમ લોન રાહતથી ઇનડાયરેક્ટ ફાયદો થશે અને ઉદ્યોગ મંદીના વમળોમાંથી બહાર આવી શકશે ઓવરઓલ બજેટ સારું હોવાનું તેમને જણાવ્યું છે

 ઓવરઓલ બજેટ એવરેજ કહી સકાય : મુકેશ ઉધરેજા

મોરબી વિટ્રીફાઈડ ટાઈલ્સ એસોના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજાએ સિરામિક ઉદ્યોગને બજેટથી કોઈ ફાયદો ના મળ્યો હોવાનું જણાવ્યું હતું સાથે જ બજેટ એવરેજ કહી સકાય તેમ જણાવ્યું છે

મધ્યમવર્ગ માટે બજેટ સારું : કિશોર ભાલોડીયા

મોરબી ફ્લોર ટાઈલ્સ એસોના પ્રમુખ કિશોરભાઈ ભાલોડીયાએ બજેટને મધ્યમવર્ગ અને નાના માણસો માટે સારું ગણાવ્યું છે બજેટ દેશની પ્રગતિ માટે સારું છે ઉદ્યોગને ફાયદો થયો નથી પરંતુ હોમ લોનમાં રાહતથી સિરામિક ઉદ્યોગ મંદીમાંથી બહાર આવશે તેવી આશા છે

બજેટથી સિરામિક ઉદ્યોગને ભવિષ્યમાં ફાયદો : કિરીટ પટેલ

મોરબી સેનેટરી વેર્સ એસોના પ્રમુખ કિરીટ પટેલે બજેટ અંગે જણાવ્યું હતું કે સિરામિક ઉદ્યોગને ફાયદો થયો નથી જોકે બજેટથી બજાર ખુલશે અને ભવિષ્યમાં ચોક્કસ ફાયદો થશે સાથે જ બજેટ ઓવરઓલ સારું છે ઉદ્યોગને મંદીમાંથી બહાર લાવશે

નાના ઉદ્યોગને બજેટથી કોઈ રાહત નહિ : શશાંક દંગી

મોરબી કલોક એસોના પ્રમુખ શશાંક દંગી જણાવે છે કે બજેટથી નાના ઉદ્યોગકારોને કોઈ રાહત નહિ અને નવી કોઈ દિશા નથી બજેટથી કોઈ ફાયદો નથી તો નુકશાન પણ નથી નાના ઉદ્યોગને બજેટથી રાહતની આશા હતી પરંતુ મળી નથી ઘડિયાળ ઉદ્યોગ હાલ મંદીનો સામનો કરી રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું

 ફીનીશ પેપરમાં આયાત ડ્યુટી વધતા પેપરમિલને ફાયદો: કિરીટ ફૂલતરીયા

મોરબી પેપરમિલ ઉદ્યોગના અગ્રણી કિરીટભાઈ ફૂલતરીયા જણાવે છે કે ફીનીશ પેપર આયાત ડ્યુટીમાં ૫ ટકાના વધારાથી પેપરમિલ ઉદ્યોગને ફાયદો થશે ઓવરઓલ બજેટ ગ્રામીણ અને ખેડૂતો માટે ફાયદાકારક છે અને બજેટને આવકાર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.