અપોલો હોસ્પિટલમાં ‘મેડિકલ મિરેકલ’: એક કલાક હૃદય બંધ રહ્યા બાદ ફરી ધબકતા ડોકટરો પણ સ્તબ્ધ
કહેવાય છે કે ડોકટરએ ભગવાનનું બીજુ રૂપ છે. ગંભીરમાં ગંભીર બિમારીઓનો નિવેડો ડોકટર લાવી શકે છે. આવું જ કંઈક દિલ્હીની અપોલો હોસ્પિટલમાં બન્યું છે. એક યુવાનનું એક કલાક સુધી હૃદય બંધ રહ્યા બાદ તબીબોએ તેણે બચાવી લીધો !!
હૃદય થોભી જવું એટલે મોત થઈ જવું પરંતુ અપોલો હોસ્પિટલમાં કોઈ ચમત્કાર થયો હોય તેમ હૃદયનો દર્દી બચી ગયો એ પણ એક કલાક હૃદય થોભી ગયા બાદ જણાવી દઈએ કે, આ દર્દીનું નામ આસીફ ખાન છે તેની ઉંમર ૨૨ વર્ષ છે અને તે એન્જીનીયર છે. આસિફ છેલ્લા ૧૨ દિવસથી હૃદયની બિમારીથી પીડાતો હતો. હૃદયની બિમારીથી તેને અપોલો હોસ્પિટલમાં એડમીટ કરાયો હતો. ડોકટર જયારે તેની છાતિને તપાસી રહ્યા હતા ત્યારે તેનું હૃદય બંધ પડી ગયું ત્યારબાદ ડોકટરોએ તેને ડેફીબ્રીલેટરથી શોક આપવાનું શરૂ કર્યું પરંતુ એક કલાક સુધી આસીફનું હૃદય બંધ થઈ ગયું અને ઓચિંતો કોઈ ચમત્કાર થયો હોય તેમ એક કલાક બાદ તેનું હૃદય ફરી ધબકવા લાગ્યું. આ જોઈને ડોકટરો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.