પ્રસિધ્ધ યાત્રાધામમાં પાણીના પરબ, શેડ પતરા અને શૌચાલયો બનાવવાની માંગ
ઓખા બેટ યાત્રાધામ સાથે પ્રવાસી માટેનું સ્વર્ગ ગણાય છે. ઓખમાં આવલે દ્વારકાધીશ મંદિર, હનુમાન દાંડી, ચોરાસી ધૂર્ણા, પદમતીર્થ જાગત સ્મશાન, હાજીકીરમાણી દર્ગા, જેવી અનેક સ્થાનો જગ પ્રસિધ્ધ છે. અહી અનેક વેકેશનમાં યાત્રીકો અને પ્રવાસીઓનો ખૂબજ ટ્રાફીક રહે છે.
હમણા છેલ્લા બે વર્ષથી અહી સરકાર દ્વારા પુલ બનાવવા કરોડો રૂપીયાની યોજનાઓ બનાવી પ્રજાના પૈસા બરબાદ કરી રહ્યા છે. જયારે છેલ્લા ઘણા વર્ષોથી ઓખા બેટની બંને જેટીની હાલત બિસ્માર બની છે. અહી પાણીનું પરબ પણ અવેળામાં ફેરવાયો છે. તથા ધોમ ધખતા તાપમાં યાત્રીકો જેટીપરથી પસાર થવું પડે છે. અહી શૌચાલયોની હાલત પણ ખંડેર બની છે.
વિકાસશીલ વડાપ્રધાને અહીં ૯.૬૨ કરોડના પુલ બનાવવાની મંજુરી ની મોર મારી અહીની સાચી પરિસ્થિતિનો ખ્યાલ કર્યા વગર અહીથી ત્રીસ કિલોમીટર દૂર દ્વારકા આવી રીમોન્ટ દ્વારા આ પુલનું ઉદઘાટન કયુર્ંં હતુ જેને સાતથી આઠ મહિના થવા આવ્યા ત્યારે હજુ પર આ પુલ કયા પૂરો થશે,
કેવો બનશે અને કયારે પ્રારંભ થશે તે કોઈ અધિકારીને કે તંત્રને ખબર ન થી અને આ પુલનો પાકોનકશો પણ હજુ સુધી કોઈ પાસે નથી આજે પુલ બને તેને ત્રણ વર્ષ જેટલો સમય લાગે. તે દરમ્યાન આ પેસેન્જર જેટીની પ્રાથમિક સુવિધા વધારવા લોક માંગ ઉઠી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,