ભાવિ જવાનો ટ્રેનો કંઈ રીતે સળગાવી શકે ? વાત ગળે ઉતારવી અઘરી
અગ્નિપથ યોજના સામે દેશના અલગ-અલગ રાજ્યોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. સેનામાં ભરતી થવાની યોજનાને અગ્નિપથ યોજના નામ આપવામાં આવ્યું છે, જેમાં કરાયેલા કેટલાક ફેરફારો સામે યુવાનો વિરોધ કરી રહ્યા છે. આ યોજના સામે બિહાર, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન સહિતના રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. બિહારમાં ટ્રેનોને આગ ચાંપવાની ઘટના યથાવત રહી છે.
બીજી તરફ આર્મીના અધિકારીઓ પણ કહી રહ્યા છે કે જે લોકો બસ અને ટ્રેન સળગાવી રહ્યા છે અને ગુંડગીરી કરી રહ્યા છે તેઓ સેનામાં કામ કરવા માટે યોગ્ય નથી. સેના માટે સૌથી યોગ્ય લોકો હોવા જોઈએ જેઓ દેશ માટે લડી શકે. દેશ સેવામાં જોડાવા ઇચ્છુંકો દેશને નુકસાન થાય એવો વિરોધ કરી શકે ?? ભાવિ જવાનો ટ્રેનો કઈ રીતે સળગાવી શકે ? વાત ગળે ઉતારવી અઘરી છે. વિરોધ કરવો દરેકનો અધિકાર છે. પણ હિંસાત્મક રીતે કે સરકારી મિલકતને નુકસાન પહોંચે તેવી રીતે વિરોધ કરવો એ યોગ્ય નથી. એ ગુનો છે. દેશની સેવા કાજે સેનામાં જોડાવા તત્પર રહેલા યુવાનો આ રીતે દેશની અંદરની શાંતિ ડહોળી ન શકે. જો કે આ મુદ્દે એવા પણ મતમતાંતર જાણવા મળી રહ્યા છે કે યુવાનો સાથે અસામાજિક તત્વો પણ ભળીને આવી હિંસાત્મક પ્રવૃતિને વેગ અપાવી રહ્યા છે
સૂત્રોએ જણાવ્યું કે આ યોજનાનો હેતુ સશસ્ત્ર દળોમાં યુવાનો માટે તકો વધારવાનો છે. આ હેઠળ, સશસ્ત્ર દળોમાં વર્તમાન નોંધણીથી લગભગ ત્રણ ગણી સંખ્યામાં સૈનિકોની ભરતી કરવામાં આવશે. જો કે તેનો ચોક્કસ સમયગાળો હજુ કહી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે સરકારે આર્મી, એરફોર્સ અને નેવીમાં ચાર વર્ષના કોન્ટ્રાક્ટ પર સૈનિકોની ભરતી માટે આ યોજના શરૂ કરી છે.
અગ્નિવીરોના ટૂંકા કાર્યકાળને કારણે સેના પર અસર થવાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ ઘણા દેશોમાં સમાન પરીક્ષણ સિસ્ટમ છે. ચાર વર્ષ પૂરા થવા પર, અગ્નિવીરોની કામગીરીનું ફરીથી પરીક્ષણ કરવામાં આવશે અને 25%ને સેવામાં મૂકવામાં આવશે. નવી યોજના લાંબા ગાળે યુવાન અને અનુભવી સૈનિકોનો