યુએઈએ ભારતીયો માટે કરેલી ‘નો એન્ટ્રી’ની મુદ્દત ૩૦મી જૂન સુધી વધારી!!!
નવા આદેશ પહેલા કોઈ પણ ભારતીય દુબઇ પ્રવાસ નહીં કરી શકે
યુએઈએ ભારતીય મુસાફરો પર લગાવેલા પ્રતિબંધો ૩૦મી જૂન સુધી લંબાવી દીધા છે એટલે કે હવે કોઈબોર્ન ભારતીય મુસાફર ૩૦મી જુન સુધી યુએઇનો પ્રવાસ કરી શકશે નહી. કોરોના સંક્રમણને કારણે યુએઇ દ્વારા છેલ્લી ૨૫ એપ્રિલથી આ પ્રકારના પ્રતિબંધો મુકવામાં આવ્યા છે.
ભારતમાં કોરોના કહેર વધતાની સાથે જ વિશ્વના ૨૦ દેશોએ ભારતીય મુસાફરો માટે ‘નો એન્ટ્રી’ જાહેર કરી દીધી હતી. જેમાં અમુક દેશોએ ફ્લાઇટ સસ્પેન્ડ કરી છે અથવા ખૂબ જ અપવાદ કિસ્સાઓમાં જ ભારતીય મુસાફરોને પ્રવેશ અપાઈ રહ્યો હતો.
અમીરાતે ૩૦ જૂન, ૨૦૨૧ સુધી ભારતના મુસાફરોની ફ્લાઇટને સ્થગિત કરી દીધી છે. વળી, છેલ્લા ૧૪ દિવસથી યુએઈ દ્વારા એવી જોગવાઈ કરવામાં આવી છે કે, કોઈ ભારતીય ભારતથી મુસાફરી કરીને અન્ય કોઈ દેશમાં જાય અને ત્યાંથી દુબઇ જવા માંગતો હોય તો પણ તેને પ્રવેશ આપવાનો ઇનકાર કરી દેવામાં આવે છે. દુબઈ સ્થિત મેગા કેરિયર અમીરાતે રવિવારે પોતાની વેબસાઇટ પર જણાવ્યું હતું કે, યુએઈના નાગરિકો, યુએઈના ગોલ્ડન વિઝા ધરાવનારા અને સુધારેલા પ્રકાશિત કોવિડ-૧૯ પ્રોટોકોલનું પાલન કરનારા રાજદ્વારી સભ્યોને મુસાફરી કરવાની છૂટ આપવામાં આવશે.
ભારતમાં ફેલાયેલો મયૂટન્ટ દુબઇ સુધી ન પહોંચે તર માટે યુએઈ દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં કડક નિયમોની ફરજ પાડવામાં આવી છે. જેમાં વ્યવસાયિક જેટ ઓપરેટરોને કોવિડ હોટસ્પોટ્સથી યુએઈ તરફ જતા ચાર્ટર પર વ્યક્તિગત બેઠકો વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ મહિનાની શરૂઆતમાં, યુએઈ જનરલ સિવિલ એવિએશન ઓથોરિટી (જીસીએએ)એ ચુકાદો આપ્યો હતો કે, હવે પછીના ઓર્ડર સુધીમાં ફક્ત મહત્તમ આઠ મુસાફરો જ યુએઈમાં બિઝનેસ જેટ પર ઉડાન ભરી શકશે.