નિરાપરાધીને અપરાધીને ઘોષિત કરવોએ અપરાધ છે : જામનગરમાં મોરારીબાપુની માનસ ક્ષમા રામ કથામાં હજારો ભાવિકોઓએ શ્રવણ-મનન
જામનગરમાં ચાલી રહેલ માનસ ક્ષમા રામકથાના આઠમા દિવસે રાઉંમરસમાં ડૂબકી લગાવવા હજારોની સંખ્યામાં ભાવિકો કથા શ્રવણ માટે ઉમટી પડ્યા હતા. આ કથાના પ્રારંભે જ વ્યાસપીઠ પરથી પૂજ્ય મોરારીબાપુએ છતીશગઢ રાયપુરની માનસ અપરાધ રામકથાનું પુસ્તક માનસ ક્ષમા વિમોચન કર્યું હતું. અને આ પુસ્તક ડો. નિટીનભાઈએ પ્રસાદ સ્વરૂપે આપવાની વાત કરતા મોરારીબાપુએ કહ્યું કે, વ્યાસપીઠ અને ચિત્રકૂટમાંથી પ્રસાદ જ અપાય છે પ્રહાર નહિ. આ બધાના મનમાં રહે તે સાધુ તરીકે કહેતા પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
આઠમા દિવસે મોરારીબાપુએ જામનગરની માનસ ક્ષમા રામકથામાં આ કથા આગળથી સંકલ્પિત અને ઘોષિત હતી. આ કથામાં યજમાન પરિવાર માત્ર નિમિત્ત જ છે. તેમ કહી યજમાન જેન્તીભાઈ ચંદ્રા પરિવારની સખાવતને અંત:કરણથી યાદ કરી હતી. જીભ બોલે છે અને સ્વાદ પણ લ્યે છે. એટલે જ સાહિત્યમાં જીભને રસના કહી છે.તેમ કહેતા મોરારીબાપુએ કહ્યું હતું કે, આ એકજ એવી ઇન્દ્રી છે કે જેને બે તાળા મારવામાં આવ્યા છે. અમુક વસ્તુને આમ બબ્બે તાળા મારવાની જરૂર છે.
જીભ પ્રહારક બની શકે. જળ પદાર્થ છે. પણ જીવ અચલ અને અવિનાશી છે.જેથી પ્રસાદક છે. પ્રહારક નથી તેમ કહી મોરારીબાપુએ તાર્કિક ઈશારો કરતા બંધ બેસતી પાઘડી કોઈએ નહિ લેવાની વાત કરતા વ્યાસપીઠ પરથી વેંચતા પ્રસાદનો અનાદર ન કરવો તેમ માર્મિકતાથી સમજાવ્યું હતું.
સત્યનારાયણની કથાનું ઉદાહરણ આપતાં ગોરબાપા કથામાં પ્રસાદનો અનાદર કરતા વહાણ ડૂબવાની ઘટનાનો યાદ કરાવી.એવું નહિ કરવા શિખામણ આપી. નાવડી તારી તરે નામની ભેરવી કરી ભગવાનનું ભજન કરવાથી નાવડી તરશે.
માનસ ક્ષમા રામકથામાં મોરારીબાપુએ આપણી કમજોરી દેખાઈ નહિ એ ખોટ નો ધંધો એમ કહેતા કોઈના શાસ્ત્રને સાધનાને અવગણવા નહિ તેમ કહી તમામને તેમની સાધના તેમને મુબારક, કોઈની સાધનાનો અપરાધ ન કરવો. ભજન બહુ ઓછું, અને ખર્ચા બહુ વધારે કરી નાખ્યા તેમ કહેતા કથાના ફ્લાવર્સને ઉદબોધન કરી આપણે બધા નભ વટિકાના પુષ્પો છીએ.તેમ જણાવ્યું હતું.
માળા કરતાં ધ્યાન ભટકે તે યોગ્ય નથી માળા વગર પ્રભુના પાંચ નામ લેનાર પણ સાધક છે. સાધનાના પ્રકાર જુદા-જુદા હોય, એક સ્થળેથી બીજા સ્થળે જવામાં લોકો અલગ અલગ વાહનોમાં આવે તે વાતનો મર્મ રામકથામાં મોરારીબાપુએ સમજાવ્યો હતો.અને કહ્યું કે, રોજ ગુરૂની પાદુકાનું પૂજન કરો.
ચોટીલા દંડવટ કરતા જતા લોકોની સાધના કરતા શ્રધ્ધાળુઓ ની આશીર્વાદ માટે આવે તે સંદર્ભ ટાંકી એમની ભાવના સાધનાને વંદન કરવાની વાત કહી હતી. અને કોઈના સાધના-સાધન અપરાધ ન કરવા આગ્રહ સભર કહ્યું હતુ. કોઈના મંત્રનો અપરાધ ન કરવો. વૈદિક મંત્ર હોવો જોઈએ. કાઈ પણ મંત્ર ન ચાલે. ઋષિઓને મંત્ર દ્રષ્ટા કહ્યા છે. નદીનું મૂળ અને સાધુનું કુળ જોવું નહિ પણ હવે બન્ને જોવાની જરૂર છે. તેમ કહેતા મોરારીબાપુએ કહ્યું કે આજનું જગત ખૂબ વિકસ્યું છે. ત્યારે આ જોવું જોઈએ.
સૂત્રનો અપરાધ ન કરવો, ન્યાય,યોગ,ભક્તિ, ધર્મ,કલ્પ આ તમામ સૂત્રો છે. જોડી કાઢેલાને સૂત્ર ન કહેવાય જગદંબાની કૃપાથી આકાશમાંથી સૂત્રો ઉતરે. આપણે બધા આ સૂત્રોના મણકાઓ છીએ. મીરાંને યાદ કરતા ભક્તિ ગીત સાથે કૃષ્ણને મોતી અને મીરાએ પોતાને ધાગો કહી બન્નેના સમન્વય મોતીમાં ધાગો પરોવાયેલા હોય તો જ શોભે. નહિતર શોભે નહિ તેમ તાર્કિક અને માર્મિક રીતે મોરારીબાપુએ કહ્યું હતું.
રામચરિત એક સૂત્ર છે. કોઈના શસ્ત્રનો અપરાધ ન કરવો તેમ કહી. ભગવાન રામે ધનુષ અને કૃષ્ણને સુદર્શન લીધું,જગદંબાના ત્રિશુલ અને દેવી દેવતાઓના શસ્ત્રોની આલોચના ન કરી શકાય. તલગાજરડામાં રામના હાથમાં મેં ધનુષ લીધા તેમ કહી આજના જમાનામાં જરૂર નથી તેમ મોરારીબાપુએ કહી શસ્ત્રોનો અપરાધ ન કરવા આગ્રહપૂર્વક મોરારીબાપુએ કહ્યું હતું દેશમાં શસ્ત્રનો અપરાધ ન કરવાની વાત કહેતા વેદ વેચવા અને વિદ્યા વેચાય નહીં તેમ કહેતા મોરારીબાપુએ કહ્યું કે, સનાતન શસ્ત્રનો અપરાધ ન કરવો જોઈએ. નિરાપરાધીને અપરાધી ઘોષિત ન કરવા પર કળયુગમાં મોરારીબાપુએ કહી ભગવાન કૃષ્ણના નાગદમનના પ્રસંગને વર્ણવ્યો હતો. પાંચ હજાર વર્ષ પહેલાં ગિતામાં અર્જુને કહેલ કે, તમારો મહિમા હું જાણ્યો નહિ. માફ કરજો પ્રભુ તે વાત કરતા ઉંમર નહિ બુદ્ધિથી બાળક હોય તેને ક્ષમા કરવા સાધુ પુરૂષની પરિભાષા ચોપાઈના માધ્યમથી કહી સાધુની વ્યાખ્યા કરી હતી.
સાધુની વ્યાખ્યા કરતા મોરારીબાપુએ કહ્યું કે,તક સાધતા તક સાધુ હોય, બક સાધુ હોય, ચક સાધુ હોય, બક-બક સાધુ, રકઝક સાધુ નો સંવાદ કરતા હતા તે વાત કહી ક્ષમા પદાર્થને કેન્દ્રમાં રાખી સાચા સાધુની વ્યાખ્યા અંગે જણાવ્યું હતું. ગરુર પુરાણની વાત કરતા મોરારીબાપુએ ” ધર્મો જયતિ, નાધર્મ:, સત્યમ જયતિ, નંનૃતમ” શ્લોક શ્રોતાઓ સાથે દાહોરાવતા ધર્મનો જય કેમ થાય અને, તુલસીદાસજીએ પરમ ધર્મની વ્યાખ્યા કરતા પરમ ધર્મને જય-પરાજયની કોઈ ચિંતા નથી તેમ કહ્યું હતું.
ભારતીયોના સૂત્ર સત્ય મેવ જયતે ની વાત કરતા મોરારીબાપુએ સત્યમ પરમ ધી મહી ની માર્મિક વેટ કરતા “ક્ષમા જયતિ, નક્રોધો” કહી ક્ષમાનો જય થાય ક્રોધ નો નહીં. તેમ વાત કરતા ગરૂડ પુરાણમાં કહેવાયું હોવાનું મોરારીબાપુએ કહ્યું હતું.વિષ્ણુ જયતિ, ના સુરાહા શ્લોક સાથે મોરારીબાપુએ આઠમા દિવસે ઉપસ્થિત શ્રોતાઓને ક્ષમા અને રામકથાનું રસપાન કરાવ્યું હતું. છોટી કાશી એવા જામનગરના આંગણે ચાલતી મોરારીબાપુની માનસ ક્ષમા રામકથામાં આણંદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજ, સોનલ આશ્રમ-બાંદ્રાના મહંત ગોરધન બાપુ, પાલિયાદના મહામંડલેશ્વર નિર્મળાબા અને ભયલુભાઈ, દુધરેજ સવર મંડપના મહંત અજયબાપુ, જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલ, ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશનોઇ, દેવાયત ખવડ, રામદાસ ગોંડલીયા, યોગેશ ગઢવી, પોપટ માલધારી, દીપકબાપુ હરિયાણી, ભરતદાન ગઢવી સહિતના કલાકારો સાધુ-સંતો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.