ગામ બંધ રખાવશે તો પણ પગલા લેવાશે
ગૌચર માટે જમીન અપાતી નથી ને છે એમાંય કબજો જમાવવો છે
ગૌશાળા સંચાલકોએ ગેરકાયદે રીતે ૧૯ દુકાનો બનાવી વેચી મારી
ગીરગઢડામાં ગૌચર જમીન પર દબાણો કરનારા કાર્યવાહીથી બચવા સરકારી તંત્ર પર દબાણ લાવવાની કોશિષ કરે છે. પણ કલેકટરે આ દબાણો હટાવવા મકકમ નિર્ધાર કરી જણાવાયું છે હતું કે દબાણ કરનારા ગામ બંધ રખાવે કે અખબારોનો બહિષ્કાર કરાવે પણ કાર્યવાહીથી બચી શકશે નહીં.
ઊના ગીરગઢડા તાલુકાના હ્રદયમા વિસ્તારમાં રોડ ટચની કરોડો રૂપિયાની સરકારની માલીકીની ગોચર જમીન પર ગોશાળા નામે જમીન પર દબાણ કરી કલેક્ટરના હુકમનો અનાદર કરી ૨૯ દુકાનો બનાવી વેચી મારી કરોડો રૂપિયાની આવક કરી લેવાઇ છે. વિકાસ નામે એકત્ર કરી અન્ય ગોચરના સર્વે નંબરમાં મોટા મોટા ૧૮૯ જેટલા દબાણો ઉભા કરીને પોતાની કમાણી કરી રહ્યા હોય આ ગે.કા. દબાણોનું સત્ય બહાર આવતા અને ડિમોલેશન ન થાય તે માટે તંત્રને દબાવવા અને અખબારોને સત્ય સમાચારો પ્રસિધ્ધ ન કરે તે માટે અખબારો અને તેના પ્રતિનિધીનો બહિષ્કાર કરવો અને આર.ટી.આઇ.એક્ટીવીસ્ટ રેકર્ડ આધારીત માહીતીથી વંચિત રહે તેવું બ્લેકમેઇલ થઇ ગું છે.
ગોચર જમીનના ગેરકાયદે કબ્જો કરનારા વ્હાઇટ કોલર આગેવાનોએ ગામના દરેક સમાજના નાના મોટા લોકોને એકત્ર કરી મીટીંગો કરી ગામ બંધ રખાવી મકરસંક્રાતી પર્વ નિમીતે સામાન્ય લોકો દુધ, શાકભાજી, લારી મજુરી પણ કરી ન શકે કે જીવન જરૂરીયાત આવશ્યક ચિજવસ્તુથી વંચિત રહે તેવું કૃત્ય કર્યુ હતું. પોતાએ કરેલી ચોરીને ઢાંકવા સીના ચોરી કરવા ગામમાં નિકળતા હવે તો આ ગૌચર ભૂમી પરના દબાણો તંત્રએ જડમૂળમાંથી ઉખેડી કાઢવા મક્કમ મન બનાવી નવા બનેલા કાયદા હેઠળ ગુન્હો દાખલ કરી જેલમાં મોકલવાની તડામાર તૈયારીઓ રેકર્ડ પર શરૂ કરી દીધી હોવાનું તંત્રમાંથી જાણવા મળેલ છે.
ગીરગઢડા ગામે ગોચર સર્વે નં.૩૨/૧ પૈકી ૧ની જમીન માંથી ૧-૨૫-૯૬ હેક્ટર ચોરસ મીટર જમીન પર દબાણ કરી દબાણ વાળી જમીન નિયમીત કરી આપવા માંગણી રાધાવલ્લભ ગૈસેવા ટ્રસ્ટે કલેક્ટર પાસે કરેલી જે અનુસંધાને મામલતદાર ગીરગઢડા તથા નાયબ કલેક્ટરમાં દરખાસ્ત રજુ કરેલ હોય જેમાં દબાણ અંગે જમીન મહેસુલ કાયદાની જોગવાય મુજબ કાર્યવાહી થયેલ નથી. તેમજ ગૈાચર સર્વે નં.૩૨/૧ પૈકી ૧ની જમીન પર દબાણ કરેલ છે. સરકારના તા.૧ એપ્રિલ ૨૦૧૫ ના ઠરાવથી નવી ગૌચર નીતી અમલમાં આપી છે. અને ગૌચર જમીન ફાળવવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.
ગામતળની જમીન ગૌશાળા પાંજરાપોળ માટે ફાળવી શકાય નહીં તેવી જોગવાય હોય જેથી રાધાવલ્લભ ગૈસેવા ટ્રસ્ટ ગીરગઢડાને જમીનની માંગણી રદ કરી કલેક્ટરે ગૈચરની જમીનમાં થયેલા દબાણો અંગે કાર્યવાહી કરી દૂર કરવા આદેશ કર્યો છે.
પંદર દિવસમાં તેનો અહેવાલ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારીએ ઉપલી કચેરીએ મોકલવા હુકમ કરેલ હોવા છતાં ગીરગઢડા રાધાવલ્લભ ગોશાળા ટ્રસ્ટ તથા સોનાપુર સમીતી નામે ગામના કહેવાતા આગેવાનોએ વિકાસના નામે સમગ્ર ગ્રાજનોને સંકલનમાં લઇ ગૈચરની જમીનો પર ગે.કા.૨૯ દુકાનો બનાવી કરોડો રૂપિયામાં વહેચી નાખી હતી.
આ ઉપરાંત ૧૮૯ જેટલા લોકોએ પણ કરોડોની જમીનો પર મોટા કોમર્સીયલ બાંધ કામો કરી દબાણો કરેલ છે. આ બાબતના અખબારી અહેવાલો દરેક અખબારોએ પ્રસિધ્ધ કરેલ હોય અને દબાણો દૂર કરવાની તંત્રએ કાર્યવાહી હાથ ધરે તે પહેલા તંત્ર અને સરકાર પર દબાણ લાવવા ગામને બંધ રખાવ્યુ, અખબારોનો બહિષ્કાર કરી લોકશાહીને કલંક લાગેલ તેવું કૃત્ય આ ગૈચર જમીન પર ગે.કા.દુકાનો ઠોકી બેસાડનાર આગેવાનોએ જાહેરમાં બોર્ડ મુકી લાજવાને બદલે ગાજ્યા હતા.
જવાબદારો સામે લેન્ડગ્રેબિંગ હેઠળ કાર્યવાહી થશે…ડે.કલેક્ટર…
ઊના પ્રાંત અધિકારી રાવલે મિડીયા કર્મીઓને જણાવેલ કે ગીરગઢડાના આગેવાનો દ્રારા ગામ બંધ રખાવવુ, અખબારોનો બહિષ્કાર કરવો તે દુખદ ધટના છે. તેમણે વધુમાં જણાવેલ કે ગામ બંધ રહે કે અખબારોનો બહિષ્કાર કરવે પણ ગૈચર જમીન પર દબાણ કરી દુકાનો બનાવી વેચાણ કરેલ છે. તેવા જવાબદાર લોકો સામે લેન્ઠગ્રેબિન હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અને તેનો પ્રાથમિક રીપોર્ટ પણ મંગાવામાં આવેલ છે. અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે..
અખબારોમાં સત્ય અહેવાલો પ્રસિધ્ધ થતાં આગેવાનોના પેટમાં તેલ રેડાયુ..
ગૌચર જમીન પર થયેલા દુકાનોના દબાણોના અખબારોમાં અહેવાલ પ્રસિધ્ધ થતાં અને તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ થવાના એંધાણ આગેવાનોને થતાં જાણે કે તેના પેટમાં તેલ રેડાયુ હોય તેમ તાત્કાલીક અખબારો સામે રોષ વ્યક્ત કરી સકારી અધિકારી કનડગત કરતા હોવાનું જણાવી તંત્ર અને સરકાર ઉપર ઇમોસ્નલ દબાણ લાવવાના પ્રયાસ શરૂ કર્યા છે. તો શું અખબારોના સત્ય અહેવાલ આવવાથી અસત્ય છુપાશે નહીં તેવો પણ પ્રશ્નો ઉઠ્યો છે.
કલેક્ટર સમક્ષ લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરી પગલા લેવા માંગ થઇ છે
આર ટી આઇ એક્ટીવીસ્ટ હર્ષદભાઇ બાંભણીયા દ્વારા ગીરગઢડાના જામવાળા રોડ પર સર્વે નં.૩૨/૧પૈકી ૧ ની જમીન પર ગે.કા.૨૯ દુકાનો બનેલ હોય આ સંદર્ભે તા.૩૦ ડિસે.૨૦૨૦ના ગીરસોમનાથ જીલ્લા કલેક્ટર કચેરી સમક્ષ પ્રથમ નવા કાયદા હેઠળ લેખિત ફરીયાદ આપી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરાઇ હતી..