થોડા સમય પહેલા જુનિયર ક્લાર્ક ની પરીક્ષાઓ લેવાની હતી ત્યારે પેપર ફૂટી જતા હજારો વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું ત્યારે પેપર ફોડનાર વિરુદ્ધ સરકારે લાલ આંખ કરીને કડક કાયદો બનાવવા એક વિધેયક બનાવવામાં આવ્યું છે જેમાં પેપરલીક સામે જવાબદારો હવે દંડાશે. પરિક્ષાર્થિઓ દોશી હશે તો તેમને પણ થશે સજા ચાલો જાણીએ વિગતવાર…

ગુજરાતમાં અનેકવાર પેપરલીકના કિસ્સાઓ સામે આવ્યા છે જેનાથી વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વડે છે ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં અને પેપર ફોડનારા વિરદ્ધ ગુજરાત સરકારે ભરતી પરીક્ષાઓ માટે એક બિલ તૈયાર કર્યું છે. આ કાયદો ભુપેન્દ્ર પટેલ સરકાર બનાવવા જઈ રહી છે જેમાં પેપરફોડનારાઓ અને તેમની સાથે જોડાયેલા તમામ તત્વોને છોડશે નહિ. પેપરલીકની ઘટના સાથે સંકળાયેલાં વિવિધ તત્ત્વો સામે 3 વર્ષની કડક સજા થશે.

ગુજરાત જાહેર પરીક્ષા વિધયેક 2023 સરકાર લાવશે. બજેટ સત્રમાં રાજ્ય સરકાર આ વિધયેક પસાર કરાવશે. આ વિધેયક ગૃહમાંથી પસાર થયા બાદ તેને મંજૂરી મળી જશે તો તે કાયદા તરીકે પ્રસ્થાપિત થઇ જશે. વિધેયકની કોપી ધારાસભ્યોને આપવામાં આવી છે. કાયદા તરીકે આ બીલ પસાર થયા બાદ જો ભરતી પ્રક્રિયામાં કોઈ ગોટાળો કરવામાં આવશે.

આ ગુનો બિનજામીનપાત્ર રહેશે. પેપર ફોડનારને 1 કરોડનો દંડ અને 10 વર્ષની સજાની જોગવાઈ કરશે. જ્યારે પરીક્ષામાં ચોરી કરનારને 3 વર્ષની સજા અને 1 લાખનો દંડ ફટકારવામાં આવશે. બેદરકરીઓ વિરુદ્ધ પણ પગલા લેવામાં આવશે. જેમાં કૌભાંડીઓની મિલ્કત જપ્તી અને ટાંચમાં લેવાની પણ જોગવાઈ છે.

1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે!

પરીક્ષામંડળની કોઈ વ્યક્તિ જવાબદાર હોય તો તેને મંડળમાંથી બાકાત કરવાની પણ જોગવાઈ છે. સાથે આ અધિનિયમના દરેક ગુના બિનજામીનપાત્ર હશે. આવા કિસ્સામાં કોઈ દોષિત ઠરશે તો દંડની રકમમાં માંડવાળી થઈ શકશે નહીં. પેપરલીક કેસની તપાસ DySP કક્ષાના અધિકારી કરે તે ઈચ્છનીય છે. પેપરલીક કરનારને ૧ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.