ગુજરાતીમાં એક કહેવત છે કે ‘અડીકડી વાવ અને નવઘણ કુવો, જે ન જુએ એ જીવતો મુઓ ‘ જુનાગઢ આવેલ અડીકડી વાવ અને નવઘણ કુવો જે જીવતા ન જુએ તે મુઓ ગણાઈ છે. જુનાગઢમાં જઈને આ બન્ને સ્થળ તો એક પ્રવાસી તરીકે અચૂક જોવા જ જોઈએ પરંતુ શું છે આ સ્થળોમાં ખાસ કેમ ગણાઈ છે જુનાગઢનું હાર્દ ચાલો જાણીએ ઈતિહાસ:
અડી-કડી વાવ, 15 મી સદીમાં બનેલી છે. આ વાવમાં કુલ ૧૬૨ સાંકળા પગથીયા આવેલા છે. જેની લંબાઈ ૮૧ મીટર અને ૪૧ મીટર છે. જટિલ ભૂસ્તરિય રચનામાં બંધાયેલી આ વાવ તેના બાંધકામના સમયની પાણીના સ્રોતને શોધવાની કુશળતા વ્યકત કરે છે.
શુ છે અડી-કડીની વાવ સાથે જોડાયેલી દંત કથા ??
બે જુદી જુદી દંતકથાઓએ કૂવાનું નામ સમજાવવાનો દાવો કર્યો છે. એક દંત કથા કહે છે કે રાજાએ પગથિયાં બાંધવાનો આદેશ આપ્યો હતો અને કામદારોએ આ સખ્તપથ્થરમાં ખોદકામ કર્યું હતું, પરંતુ પાણી મળ્યું નહોતું ત્યારે શાહી પાદરીએ કહ્યું હતું કે જો બે અવિવાહિત કન્યાઓની બલિદાન કરવામાં આવે તો જ પાણી મળે. ત્યારે અડી અને કડીને બલી ચડાવવા માટે પસંદ કરવામાં આવી હતી અને તેમના બલિદાન પછી પાણી મળ્યું હતું. આ બન્ને કન્યાઓની યાદમાં આ વાવનું નામ રાખવામાં આવ્યું હતું.
બીજી કથા પ્રમાણે આ વાવ બાંધવામાં આવી હતી એ પછી એ વાવમાંથી કોઇ પાણી ભરતું ન હતું પણ રાજકુટુંબની બે દાસીઓ અડી અને કડી આ વાવમાંથી પાણી ભરતી હતી, આથી તેનું નામ અડી કડી વાવ રાખવામાં આવેલું છે. આજે પણ આ વાવની બાજુમાં આવેલા વૃક્ષ ઉપર અડી કડીની યાદમાં લોકો કપડા અને બંગડીઓ ટીંગાડે છે.
નવઘણ કુવાનો ઈતિહાસ
નવઘણ કૂવાનું નામ ચુડાસમા રાજા રા’ નવઘણ પરથી પડ્યું છે. કૂવા સુધી પહોંચવાના પગથિયા કદાચ તેના શાસનકાળમાં ૧૧મી સદીમાં બાંધવામાં આવ્યા હતા. તેનું બાંધકામ તેના પુત્ર રા’ ખેંગારના સમયમાં પૂરું થયું હોવાનું મનાય છે.
કૂવાને તેના પગથિયાં કરતાં જૂનો મનાય છે. કેટલાક વિદ્વાનો તેને સૌથી જૂની વાવનું ઉદાહરણ માને છે. તે ઉપરકોટની ગુફાઓ નજીક આવેલો છે. કૂવો કદાચ ક્ષત્રપ સમયગાળા (૨-૪થી સદી) અથવા મૈત્રકકાળ (૬-૭મી સદી) દરમિયાન બાંધવામાં આવ્યો હતો.