પરીક્ષાની આન્સર-કી શુક્રવાર સુધીમાં વેબસાઈટ પર મુકાશે સંભવત: જાન્યુઆરી સુધીમાં નોકરીના ઓર્ડર આપી દેવાશે

કોર્પોરેશનની અલગ અલગ શાખામાં ખાલી પડેલી જુનિયર કલાર્કની 122 જગ્યાઓ ભરવા માટે ગઈકાલે રાજ્યના અલગ અલગ છ શહેરોમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થવા પામી છે. 45397 ઉમેદવારો પૈકી 25579 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને 19818 ઉમેદવારો પરીક્ષામાં ગેરહાજર રહ્યાં હતા. આગામી શુક્રવાર સુધીમાં કોર્પોરેશન દ્વારા પ્રોવિઝનલ આન્સર-કી વેબસાઈટ પર મુકી દેવામાં આવશે. ત્યારબાદ 10 દિવસની સમયમર્યાદામાં પરીક્ષાર્થીઓ વાંધા અરજી રજૂ કરશે.

લેખીત પરીક્ષામાં મેરીટમાં આવનારે કોમ્પ્યુટર ટેસ્ટ આપવાની રહેશે. સંભવત: જાન્યુઆરી સુધીમાં પસંદગી પામનાર તમામને નોકરીના ઓર્ડર આપી દેવામાં આવશે.

આ અંગે કોર્પોરેશનના સુત્રો પાસેથી પ્રાપ્ત વધુ વિગત મુજબ જુનિયર કલાર્કની 122 જગ્યા ભરવા માટે લેવાયેલી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. આગામી શુક્રવાર સુધીમાં પ્રોવિઝનલ આન્સર-કી કોર્પોરેશનની વેબસાઈટ પર મુકી દેવામાં આવશે. ત્યારબાદ તેની સામે ચોક્કસ આધાર પુરાવા સાથે 10 દિવસમાં વાંધો રજૂ કરી શકાશે. વાંધા આવ્યા બાદ ફાઈનલ આન્સર-કી વેબસાઈટ પર મુકવામાં આવશે.

નવેમ્બર માસના અંત સુધીમાં મેરીટ લીસ્ટ જાહેર કરી દેવામાં આવશે. મેરીટમાં આવનારની કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવશે. જેમાં લેખીત અને કોમ્પ્યુટર એમ બન્નેમાં સર્વોચ્ચ મેરીટ મેળવનારની જુનિયર કલાર્ક તરીકે પસંદગી કરવામાં આવશે. સંભવત: જાન્યુઆરી માસના અંત સુધીમાં જુનિયર કલાર્કની 122 જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરી પસંદગી પામનારને નોકરીને ઓર્ડર આપી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.