- ગુજરાત એટીએસે ડ્રગ્સ સામેની ઝુંબેશ રાષ્ટ્ર વ્યાપી બનાવી
- કલકતામાં રૂ.280 કરોડનું ડ્રગ્સ ગુજરાત એટીએસની પકડતા, ડ્રગ્સ મુદે રાજનીતી કરવી યોગ્ય નથી: ગૃહ મંત્રી સંઘવી
- ડ્રગ્સના મુદે વિપક્ષો પર પ્રહાર કરી રાજનીતી ન કરો, પાકિસ્તાની ડ્રગ્સ ડિલરોને ફાયદો થાય તેવું કામ કરનારાઓ ચેતી જાય
- ગુજરાત પોલીસની સર્તકતાથી પંજાબ, દિલ્હી, મુઝફરનગર અને કલકતાથી કરોડોનું હેરોઇન પકડયુ
- પંજાબની જેલમાંથી ડ્રગ્સનું નેટવર્ક ઓપરેટ થતું હોવાની ગુજરાત પોલીસે પંજાબ પોલીસને માહિતી આપી એલર્ટ કરતા રાજકારમ ગરમાયું
ગુજરાત એન્ટી ટેરિરિસ્ટ સ્કવોર્ડે કલકતા પોર્ટ પરથી રૂા.280 કરોડની કિંમતના 39 કિલો ઝડપી કરેલી સરાહનીય કામગીરીને રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસની ટીમની પીઠ થાબડી છે. ગુજરાત એટીએસ દ્વારા જુદી જુદી સુરક્ષા એજન્સીની સાથે મળી એક વર્ષમાં રૂા.6500 કરોડની કિંમતનું હેરોઇન પકડી યુવાધનને બરબાદ થતા બચાવ્યો છે. ગુજરાતને ઉડતા પંજાબ બનાવતા અટકાવવા ગુજરાત પોલીસની અભેદ કિલેબંધી જેવી સુરક્ષા વ્યવસ્થા છે.
ડ્રગ્સના મામલે વિરોધ પક્ષ પર પ્રહાર કરી ડ્રગ્સ જેવા મુદે રાજનીતી કરવી યોગ્ય ન હોવાનું અને ડ્રગ્સની રકમનો ઉપયોગ કયાં થાય છે તે સૌ જાણે છે. ગુજરાત પોલીસની કામગીરી કેટલાકને પેટમાં દુ:ખે છે. રાજયના એટીએસની ટીમ દ્વારા ઝડપેલા હેરોઇનના કેસની તપાસ મુળ સુધી પહોચી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી છે. તેમજ આંતર રાષ્ટ્રિય ડ્રગ્સ માફિયાનો પર્દાફાસ કર્યો છે. પાકિસ્તાન ડ્રગ્સ ડિલરોને ફાયદો થાય તેવું કામ કરનારાઓ ચેતી જાય, પંજાબ જેલમાંથી ડ્રગ્સનું નેટવર્ક ઓપરેટ થતું હોવાની ગુજરાત પોલીસે પંજાબ પોલીસને માહિતી આપી એલર્ટ કર્યુ છે.
ગુજરાત એટીએસની ટીમે જીવના જોખમે પંજાબ, મુઝફરનગર, દિલ્હી બાદ કલકતાથી કરોડોની કિંમતના હેરોઇન જેવા માદક પદાથને ઝડપી મોટી સંખ્યામાં ડ્રગ્સ પેડલરોને જેલમાં ધકેલી દીધા છે. કલકતાના પોર્ટ પર દુબઇથી આવેલા ક્ધટેનરમાં ડ્રગ્સનો જંગી જથ્થો હોવાની સુરત ક્રાઇમ બ્રાન્ચના એસીપી બી.પી.રોજીયાને મળેલી બાતમીના આધારે ગુજરાત એટીએસ અને ડીઆરઆઇની ટીમે સયુંકત દરોડો પાડી રૂા.280 કરોડની કિંમતનો 39 કિલો હેરોઇનનો જંગી જથ્થો ઝડપી લેવાની મળેલી સફળતા અંગે રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસની ટીમની સરાહનીય કામગીરીની પસંશા કરી ગુજરાત પોલીસનું મોરલ ઉચ્ચુ લાવવા અને હોસલો વધારવા જવા મર્દ પોલીસ જવાનોની પીઠ થાબડી અભિનંદન પાઠવ્યા છે.
વિગતો મુજબ ગુજરાત પોલીસ અને ડીઆરઆઈએ કોલકાતાના પોર્ટ પરથી સ્ક્રેપની અંદર લવાયેલું કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં દુબઈથી ક્ધટેનરમાં સંતાડીને ડ્રગ્સ લાવવામાં આવ્યું હતું. ગુજરાત ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, સુરત ક્રાઈમ બ્રાન્ચે એસીપી બી.પી.રોજીયાની બાતમીના આધારે ગુજરાત એટીએસને ડીઆરઆઈ સાથે મળીને ફેબ્રુઆરી મહિનામાં દુબઈથી સ્ક્રેપમાં આવેલા એક ક્ધટેનરમાં તપાસ કરતા તેમાં ગિયર બોક્સ માંથી અંદર ડ્રગ્સ છુપાયેલું મળી આવ્યું હતું
ગુજરાત અઝજએ આ ક્ધટેનરની રેડ કરતાં ત્યાં 35 કિલો જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં 200 કરોડ જેટલી કિંમત થાય છે. ફેબ્રુઆરી મહિનામાં આવેલા ડ્રગ્સને ગિયર બોક્સમાં સંતાડવામાં આવ્યું હતું. ઓલ્ડ એન્ડ યૂઝ 36 ગિયર બોક્સ પૈકી 12 બોક્સમાંથી ખોલીને તપાસ કરતા પ્લાસ્ટિકમાં પેકમાં છુપાવવામાં આવ્યું હતું કુલ 72 પેકેટમાંથી 39.565 કિલોગ્રામ હેરોઇન મળી આવ્યું હતું, જેની કિંમત રૂ.200 કરોડ આંકવામાં આવી હતી. આ ઓપરેશનમાં ગુજરાત એટીએસ અને ડીઆરઆઈને મળેલી સફળતા બાદ અન્ય કનેક્શન પણ સામે આવે તેવી શક્યતા હાલ જોવા મળી છે.
ગ્રેડ પેના મુદે દેશમાં અત્યાર સુધીમાં આવો વધારો કયાંય નથી થયો
ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કલકતા પોર્ટ પરથી રૂા.280 કરોડની કિંમતના 39 કિલો હેરોઇનનો જંગી જથ્થો પકડવા અંગે પત્રકાર પરિષદમાં રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસના ગ્રેડ પે અંગે કહ્યું હતુ કે, દેશમાં અત્યાર સુધીમાં કયાંય વધારો ન થયો હોય તેવો પોલીસનો પગાર વધારો ગુજરાત સરકારે કર્યો છે. સરકાર ગુજરાત પોલીસની સમસ્યા સમજે છે. અને નિરાકરણ પણ લાવે છે. કેટલાક લોકો ગુજરાત પોલીસને અલગ દિશામાં લઇ જવા પ્રયાસ કરી રહ્યા હોવાનું જણાવ્યું છે.