થોર નામ પડતાની સાથે આપણી સામે કાંટાવાળી થોર નજરે આવી જાય છે. આપણે દરેક થોરને જોયું છે.તે એક રણપ્રદેશનું વૃક્ષ છે. અને તે ખુબ ઓછા પાણીમાં પણ પોતાનો વિકાસ કરી શકે છે. ઘણી જગ્યાએ આ થોર નો ઉપયોગ સુશોભન માટે પણ થાય છે.પરંતુ આ થોરનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે પણ કરી શકીએ છીએ.
થોરના લાલ કલરના ફળ હોઈ છે જેને થોરના ડિંડાના નામે ઓળખાય છે આ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. એ કેન્સર જેવા રોગોને પણ દૂર કરે છે.
થોરમાં અનેક એવા દ્રવ્યો પણ હોઈ છે કે જે તમારા શરીરમાં હિમોગ્લોબીન માત્રાને વધારી દે છે.જેને કારણે તમારા શરીરમાં નવું લોહી બને છે અને એનાથી અનેક બીમારીઓ સામે રક્ષણ મળે છે. આ ઉપરાંત થોરના ડોડા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
થોરના ડોડા ખાવાથી તેનું જ્યુસ ગરમ પાણી સાથે લેવાથી એ તરત શરીરમાં હિમોગ્લોબીનની માત્રા વધારી દે છે. આ ઉપરાંત તે શરીરમાં વ્હાઈટ બ્લડ સેલની પણ માત્રા વધારે છે જેને કારણે તમારી ઇમ્યુનીટી સિસ્ટમ મજબૂત બને છે.
તદુપરાંત થોર અને ડોડા આપણા સ્વાસ્થ્યનાં અને રોગો જેવા કે શ્વાસની તકલીફ,કેન્સર ,પાંડુરોગ, કમળો, કબજિયાત ,એસીડીટી અને ગેસ જેવી અને બીમારીઓને પણ દૂર કરે છે.તેથી જ આપણે ડોડા યોગ્ય સેવન કરવું જોઈએ.