સુરેન્દ્રનગર જિલ્લાના સામાજિક, શૈક્ષણિક, રાજકીય અને આર્થિક સ્તરે અગ્રેસર તેમજ ગુજરાત રાજયના કવોરી ઇન્ડસ્ટ્રીઝનું મુખ્ય-મથક ગણી શકાય એવા ભગતના ગામ સાયલાની ભાગોળે આવેલ થોરીયાળી ગામે સ્વ. બીજલભાઇ મેઘાભાઇ નાંગર (રબારી)નું બુધ્ધપૂર્ણિમાના રોજ થયેલ દેહાવસાન નિમિત્તે યોજાયેલ શ્રધ્ધાંજલિ અર્થાત પિતૃવંદના કાર્યક્રમમાં, સમગ્ર ગુજરાત રાજયમાંથી વિશાળ જનમેદની હાજર રહીને, દિવગંત આત્માની ચિર-શાંતિ અર્થે પરમક્રુપાળુ પરમાત્માને સૌએ પ્રાર્થના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ. બીજલભાઇ રબારીના દેહાવસાન બાદ, તેઓના તમામ પરિવારજનો મારફતે સ્વાધ્યાય પ્રવુતિ, અબોલ પશુઓને ઘાસચારો, ભુખ્યાને ભોજન, ગરૂડ પુરાણનું વાંચન, ભૂદેવોને દાન-દક્ષિણા, ભજન-કિર્તન, રાત્રિ સંતવાણી વિગેરે અનેકવિધ પરમાર્થના અવિરત કાર્યો પણ કરવામાં આવ્યા હતા.
ખાસ તો સમગ્ર પંથકના લોકોને સંતોના સાનિંધ્યમાં ધર્મલાભ કરાવવો તેમજ સંસ્કારયુકત શિક્ષણ મારફતે પરિવારના નિર્માણ અર્થે સદવિચારનું વાવેતર થાય એવા ઉમદા આશયથી યોજાએલ, સ્વ. બીજલબાપુની શ્રધ્ધાંજલિ અર્થાત પિતૃવંદના કાર્યક્રમના પ્રારંભે, સ્વર્ગસ્થ બીજલભાઇ નાંગરના દિકરી અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતા વાલીબેન નાંગર દ્રારા ભૂલો ભલે બીજું બધું પણ મા-બાપને ભૂલશો નહીં. એ ભાવગીત રજૂ થતાં, સૌ કોઇ ભાવવિભોર બની ગયા હતા. આ કાર્યક્રમમાં દૂધરેજધામના મહંત પૂ. કણીરામબાપુ, દૂધઇધામના મહંત પૂ. રામબાલકદાસબાપુ, મેસરિયાધામના મહંત પૂ. બંસીદાસબાપુ, સ્વામીનારાયણ મંદિર – ગઢડા (સ્વા)ના પૂ. હરીજીવન સ્વામી, પૂ. ભગવતપ્રસાદ સ્વામી, પૂ. વિશ્વમંગલ સ્વામી, ચમારજધામના મહંત પૂ. શાલીગ્રામબાપુ, નળિયાધામના મહંત પૂ. બાબુપૂરીબાપુ, મેસરિયાધામના કોઠારી પૂ. મગનીરામબાપુ, સ્થાનિક રામજીમંદિરના પૂજારી મયારામદાસજી, કેળવણીકાર તેમજ હામાભાઇ ઘુઘાભાઇ મોરી, જગાભાઇ સાદુળભાઇ મોરી, ભૂરાભાઇ ઘુસાભાઇ નાંગર, આલાભાઇ શામળાભાઇ મોરી, ધરમશીભાઇ સાદુળભાઇ મોરી,ી રાજુભાઇ માલસૂરભાઇ નાંગર, દેવરાજભાઇ હામાભાઇ મોરી, મેહુલ માલાભાઇ નાંગર, નવઘણ કાનજીભાઇ ખાંભલા, રાહુલ માલાભાઇ નાંગર, વિક્રમ ખીમાભાઇ નાંગર, સિદ્ધરાજ અરજણભાઇ નાંગર, ભાવેશ રણછોડભાઇ નાંગર, પ્રતિક કાનજીભાઇ ખાંભલા, અર્થ રણછોડભાઇ નાંગર, પૂર્વગ દેવશીભાઇ નાંગર, પવન રાજુભાઇ કરમટીયા, તેજસ રત્નાભાઇ નાંગર સહીતના તેમજ થોરિયાળી ગામના આશરે 50થી વધુ પારિવારિક – સ્વયંસેવકોએ ખડે પગે રહીને, ખૂબ જ જહેમત ઉઠાવી હતી.