દર વર્ષે ૧૪મી જુને ઉજવાય છે રક્તદાતા દિવસ: વધુ આરોગ્યપ્રદ વિશ્વ માટે નિયમિત રકતદાન કરો આ દિવસે રકત દાતાઓનો આભાર માનવાનો અને તેમના યોગદાનને બિરદાવવાનો અવસર છે

માનવ રકતનો વિકલ્પ નથી. આપણું લોહી જુદા જુદા ધટકોનું બનેલું છે. તેનો પ્રવાહી ભાગ રૂઘિર રસ અથવા પ્લાઝમા કહેવાય છે. રકતમાં પપ થી ૬૦ ટકા પ્લાઝમાં હોય છે, જેમાં ૯૨ ટકા ભાગ પાણી છે બાકી ૮ ટકામાં પ્રોટીન, સુગર, ફેટ, વિટામીન અને અન્ય પોષક તત્વો હોય છે. તેમાં ૪૦ થી ૪પ ટકા કોષો હોય છે. જેમાં રકત કણો, શ્ર્વેતકણો અને ત્રાકકણનો સમાવેશ થાય છે જે શરીરને ચેતનવંતુ રાખે છે.

૧૪મી જુન વિશ્વ રકતદાતા દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવણી થાય છે. આ ઉજવણીનો હેતુ રકતદાતાઓનો આભાર અને તેમનાં યોગદાનને બિરદાવવાનો અવસર છે. એ, બી, ઓ. ગ્રુપની બ્લડ સિસ્ટમના પ્રણેતા વૈજ્ઞાનિક હાર્લ સેન્ડસ્ટેનરના જન્મદિવસ (૧૪ જુન ૧૮૬૮)ની પ્રસંગોચિત ઉજવણી માટે દર વર્ષે  ઉજવણી થાય છે.

દર વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્ર્વને ઉજવણી માટે ‘થીમ’આપે છે. આ વર્ષે ‘સુરક્ષિત રકત બચાવે જીવન’સાથે એક સૂત્ર…’ વિશ્વને વધુ આરોગ્યપ્રદ રાખવા નિયમિત રકતદાન કરતાં રહ્યો અપાયેલ છે.

આ વર્ષે ઉજવણીના ભાગરૂપે ગુજરાત સ્ટેટ કાઉન્સીલ ફોર બ્લડ ટ્રાન્સફયુઝન તેમજ ઇન્ડિયન સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફયુઝન એન્ડ ઇમ્યુનો લોજી ગુજરાત ચેપ્ટર દ્વારા હાલ કોરોના મહામારીના સમયને ઘ્યાને લઇને ૧૪મીએ સવારે ૧૧ થી ૧૨.૩૦ સુધી રાજય સ્તરની વચ્યુયલ પ્લેટફોર્મ ઉપર વેબીનાર યોજવામાં આવેલ છે. ફેસબુક પેઇઝ ઉપર લાઇવ કરાશે.

અકસ્માત, કુદરતી આફત, ઓપરેશન, પ્રસુતિ સમયે અને કેન્સર, થેલેસેમીયા, હિમોફિલીયા, એનીમીયા જેવા દર્દીઓને લાંબુ આયુષ્ય મળે તે માટે લોહી ચડાવવું પડે છે. હવે તે બ્લડ કોમ્પોનેટ પઘ્ધતિને કારણે એક જ બ્લડ માંથી વિવિધ ધટકો અદ્યતન ટેકનિકથી છુટા પાડીને દર્દીને અપાતા તેમની રીકવરી ફાસ્ટ જોવા મળે છે.

પુરૂષોમાં ૭૬ મી.લી. પ્રતિ લોહી હોય છે. તો સ્ત્રીઓમાં ૬૬ મી.લી. પ્રતિ કિલો લોહી હોય છે. શરીરનાં રકત પરિવહન માટે ફકત ૫૦ મી.લી.  લોહીની જરૂ હોય છે. તંદુરસ્ત વ્યકિત દર ત્રણ મહિને રકતદાન કરી શકે છે. જેનું હિમોગ્લોબીન સારૂ તેના લોહીમાં રોગ પ્રતિકારક શકિત વિશેષ જોવા મળતાં તેને બહારના ઇન્ફેકશન લાગવાની શકયતા નહિતવ જોવા મળે છે. રકતદાનનાં ફાયદાઓમાં તમે અજ્ઞાત માનવીની જીંદગી બચાવી શકો છો. નિયમિત રકતદાન કરવાથી જરૂરત સમયે સરળતાથી રકત મળી શકે છે. નિયમિત આરોગ્ય અને રકતની ચકાસણી થાય છે. સમાજ પ્રત્યેનું ઋણ અદા કરી શકીએ છીએ સ્કુર્તિ અનુભવાય છે. આત્મસંતોષ મળે છે. નિયમિત રકતદાન કરવાથી હાર્ટ એટેક આવવાની શકયતા ઘટી જાય છે. હમેશા સરકાર માન્ય બ્લડ બેંકમાંથી લોહી લેવાનો આગ્રહ રાખો તમામ બ્લડ બેંક રકતદાતાના લોહીની સઁપૂર્ણ તપાસ કરીને જ દર્દીઓને બ્લડ અપાય છે.

રકતદાતાએ જાણવા જેવું

વિશ્વભરના દેશો ૧૪મી જુને વિશ્ર્વ રકતદાતા દિવસ નિમિતે મનાવે છે તે દિવસે રકતદાતાઓને સ્વૈચ્છીક રકતદાનની જાગૃતિ લાવામાં આવે છે. રકત એટલે આપણું લોહી જુદા જુદા ધટકોનું બનેલું છે. લોહીનો પ્રવાહી ભાગ રૂધિરરસ અથવા પ્લાઝમાં કહેવાય રકતમા ૫૫-૬૦ પ્લાઝમાં હોય, પ્લાઝમાં ૯ર ટકા ભાગ પાણી હોય છે. બાકી ૮ ટકા પ્રોટીન, સુગર કેટ, વિટામીન અને અન્ય પોષક તત્વો હોય છે. લોહીમાં ૪૦.૪૫ ટકા કોષો હોય છે. જેમાં રકતકણો, શ્ર્વેસ કણો, ત્રાકકણોનો સમાવેશ થાય છે. જે શરીર ને ચેતનવંતુ અને તંદુરસ્ત રાખવાનું કાર્ય કરે છે. સામાન્ય વ્યકિતના શરીરમાં પ૦૦૦ થી ૬૦૦૦ મીલી રકત હોય છે. જેમાંથી માત્ર ૩૫૦ થી ૪૫૦ મી.લી. રકતનું રકતદાન કરવાનું હોય છે. રકતદાન કરવાથી વિશેષ ફાયદાઓ જેમ કે (૧) શરીરમાં વધુ આર્યન જમા થવાથી હાર્ટ અને લીવરને ડેમેજ થવાનો ખતરો રહે છે જે નિયમિત રકતદાન કરવાથી બચી શકાય છે (ર) કેલેરી અને ફેટ ઝડપથી બને થાય છે અને મેદશ્ર્વીતાથી બચી શકાય છે (૩) આર્યન અને કોલેસ્ટ્રોનનું લેવલ ઓછું થાય છે. અને બી.પી. નોર્મલ રહે છે (૪) રકત સકર્યલેશનમાં સુધારા થવાથી સ્કૂર્તિ રહે છે. હ્રદયની નળીઓ બ્લોકે જ તેમજ કલોરીનની પ્રોબ્લેમ થતી નથી તેમ હાર્ટ  એટેકથી બચી શકાય છે (પ) નીયમિત રકતદાન કરવાથી રોગ પ્રતિકારક શકિત વધે છે તેમજ નવા ટીસ્યુ બનવાથી કેન્સર જેવા મહારોગોથી બચી શકાય છે.

ફિલ્મ માર્શલ બ્લડ બેન્કમાં રકતની અછત: રકતદાતાઓ આગળ આવે

પ્રવર્તમાન સમયમાં રકતની તાતી અછત પ્રવર્તતી હોય થેલેસેમીયા પીડીત દર્દીઓ, ગાયનેક, ડાયાલીસીસ તેમજ કેન્સરના દર્દીઓ હેરાન થઇ રહ્યા છે. વિદ્યાનગર મેઇન રોડ ઉપર આવેલી ફિલ્મ માર્શલ બ્લડ બેન્કમાં પણ દરેક ગ્રુપના રકતની ખુબજ જરુરીયાત હોય દરેક રકતદાતાઓને રકતદાન કરવાની અપીલ કરવામાં આવી છે રકતદાન કરવા ફોન નં. ૦૨૮૧ ૨૪૮૧૭૧૭, ૨૪૮૦૦૪૩ ઉપર સંપર્ક કરવા ફિલ્મ માર્શલ  બ્લડ બેન્કની યાદીમાં જણાવાયું છે.

મહેશકુમાર રવાણીના સ્મૃતિરૂપે તેમજ શ્રીમદ્દ રાજચંદ્ર સેવાગ્રુપના સંયુકત ઉપક્રમે રકતદાન કેમ્પ

2 3

થેલેસેમીયાગ્રસ્ત બાળકો, કેન્સર, કીડનીના દર્દીઓ તથા જરૂરીયાતમંદ દર્દીઓને બ્લડ મળી રહે તે હેતુથી તા. ૧૪-૬-૨૦ ને રવિવાર સમય સવારે ૮.૩૦ થી ૧.૩૦ ડાયમંડ હોમ્સ, ૧૮/૧૯ મનહર પ્લોટ, રાષ્ટ્રીય શાળાની સામે, વિશ્વ રકતદાતા દિવસ નિમિતે શ્રી મહેશકુમાર રવાણીના સ્મૃતિરૂપે, શ્રીમદ્દ રાજચંદ્ર સેવાગ્રુપના સંયુકત ઉપક્રમે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનય જસાણી (મો. નં. ૯૪૨૮૨ ૦૦૬૬૦) અરવિંદભાઇ લાઠીયા (મો.નં. ૮૨૦૦૬ ૪૬૮૪૩) રાજુભાઇ  મહેતા (મો.નં.૯૮૯૮૫ ૦૯૦૯૯) તેમજ અન્ય મિત્રો સેવા આપશે. રકતદાન દિવસ નિમિતે રકતદાતાઓને બહોળી સંખ્યામાં રકતદાન કરવા અનુરોધ છે.

૭ લાખ યુનિટ રકત આપીને દર્દીઓને નવજીવન આપતુ “લાઇફ બ્લડ સેન્ટર”

Picture2

આ વર્ષે રક્તદાન માટે જનજાગૃતિ લાવવા માટે વિવિધ પ્રકારની કવાયત હાથ ધરવામાં આવી છે. આ માટે સોશિયલ મીડિયામાં રક્તદાન ઇન્ડિયા નામનું ફેસબુક પેજ બનાવવામાં આવ્યુ છે અને તેમાં રક્તદાન કરીને જોવો, સારું લાગે છે એવું સૂત્ર પણ લખવામાં આવ્યું છે. પ્રચારના આ નુસખા અંતર્ગત લોકોને સ્વૈચ્છીક રક્તદાન માટે જાગૃત કરવામાં આવશે અને વધુને વધુ રક્તદાન કેમ્પ યોજાય તેના ઉપર ભાર મુકવામાં આવશે.

સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા સંચાલિત લાઈફ બ્લડ સેન્ટર દ્વારા અત્યાર સુધીમાં ૭ લાખથી વધુ સલામત અને ઉચ્ચ ગુણવતાયુકત યુનિટ રકત કે રકતઘટકો સતત ૨૪ કલાક કાર્યરત રહીને જરૂરતમંદ દરદીઓને પૂરા પડાયા છે. સ્વૈચ્છિક રીતે રકત આપનાર સેવાભાવી નાગરિકોની સુવિધા માટે આજ સુધીમાં ૫૦૦૦થી વધુ રકતપ્રાપ્તિ કેમ્પ કર્યા છે.

બ્લડ બેન્કની ૩૯ વર્ષની સેવાયાત્રામાં વિવિધ ક્ષેત્રના અનેક મહાનુભાવોએ મુલાકાત લીધી છે. જેમાં મધર ટેરેસા, પ્રમુખસ્વામી મહારાજ, મોરારિબાપુ, જનકમુનિ મહારાજ, રમેશભાઈ ઓઝા, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શબાના આઝમી, આશા પારેખ, કપિલદેવ, સચિન તેંડુલકર વગેરેનો સમાવેશ થાય છે.

રાજકોટમાં સ્ટેટ ઓફ આર્ટ ગણાતું માનવતાના મંદિર સમાન લાઈફ બ્લડ સેન્ટર છેલ્લા ૩૯ વર્ષથી આ ક્ષેત્રે કાર્યરત છે અને સ્વૈચ્છીક રક્તદાન તેમ જ થેલેસીમિયા નાબુદી અભિયાન માટે સતત ઝુંબેશ ચલાવે છે. લાઈફ બ્લડ સેન્ટર પણ દર વર્ષે જુદા જુદા કાર્યક્રમ દ્વારા સ્વૈચ્છીક રક્તદાન માટે ઝુંબેશ ચલાવે છે અને રક્તદાતાઓ તેમ જ કેમ્પ સંચાલકોનું સન્માન કરે છે.

ગુજરાતમાં કુલ ૧૩૬ બ્લડ બેન્ક છે અને તે પૈકી ૧૩ બ્લડ બેન્ક પાસે જ ગઅઇઇં ની માન્યતા છે. આ જ રીતે દેશની ૨૯૪૬ બ્લડ બેન્ક પૈકી ૧૦૨ બ્લડ બેંકને જ આ માન્યતા મળેલી છે. ૨૦૧૩ માં આ પ્રકારની માન્યતા મેળવનાર લાઈફ બ્લડ સેન્ટર સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ હતી. હાલમાં રાજકોટની ૬ બ્લડ બેન્ક પૈકી એક માત્ર લાઈફ બ્લડ સેન્ટર પાસે આ માન્યતા છે.

વિશ્વ રકતદાતા દિવસ નિમિતે શ્રી પુરૂષાર્થ યુવક મંડળ તથા બિઇંગ યુનાઇટેડ ગ્રુપ દ્વારા રકતદાન કેમ્પ

શ્રી પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ તથા બિઇંગ યુનાઇટેડ ગ્રુપ દ્વારા કાલની પરિસ્થિતિમાં રકતની અછતને ઘ્યાનમાં લઇ તા.૧૪ ને રવિવારે (વિશ્વ રકતદાતા દિવસ) સવારે ૯ થી ૧ર દરમ્યાન ઝવેરચંદ મેધાણી પ્રાથમીક શાળા નં.૮ ડો. રાધાકૃષ્ણ રોડ, શ્રી રમેશભાઇ છાયા સ્કુલ સામે, સદર બજાર ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. તો સર્વેે રકતદાતાઓને રકતદાન કરવા શહેર ભાજપના મહામંત્રી અને પુરૂષાર્થ મંડળ પ્રમુખ લધુમતિ મોરચાના મંત્રી અને બિઇંગ યુનાઇટેડ ગ્રુપના ઇબ્રાહીમ સોની દ્વારા અપીલ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.