- ચાતુર્માસ દરમ્યાન સાધુ સંતો ખાસ કરી વિહાર કરતા નથી
- ચાતુર્માસમાં રીંગણા, કારેલા, કોળુ ત્યાગ કરવો જોઈએ
અષાઢ શુદ નોમને શુક્રવાર તા.8-7-22 ના દિવસે આ વર્ષનીં લગ્નનું છેલ્લુ મુહુર્ત છે. તા. 10.7 ના દિેવસે દેવપોઢી એકાદશી છે. દેવતાઓ પોઢી જાય એટલે પંચમીના નિયમ પ્રમાણે લગ્ન થઈ શકતા નથી.અને ફરીથી દિવાળી પછી નવાવર્ષમાં તા.4.11ના દિવસે દેવઉઠી એકાદશીના દિવસે દેવતાઓ જાગશે અને ત્યારબાદ લગ્નના શુભ મુહુર્તોની શરૂઆત થશે.
નવા વર્ષમાં કમુહુર્તા પહેલા લગ્નના મુહુર્તો નવેમ્બર મહિનામાં તા.20,21,25,26,27,28,29, ડિસેમ્બર મહિનામાં તા.2,4,8,9,14 લગ્નના શુભ મુહુર્તો છે. અષાઢ શુદ અગીયારશ નેરવિવાર તા.10.7ના દિવસે દેવપોઢી એકાદશીના દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થશે જે કારતક શુક્ર અગીયારસને શુક્રવાર તા. 4-11-22 સુધી ચાતુર્માસ ચાલશે.
ચાતુર્માસમાં માનવામાં અાંવે છે કે ચાતુર્માસ દરમ્યાન ભગવાન વિષ્ણુ સુષ્ટીનું સંચાલન ભગવાન શિવને સોપી અને ક્ષીરસાગરમાં શયન કરવા ચાલ્યા જાય છે. આથી આને ચાતુર્માસ કહેવાય છે.ચાતુર્માસ દરમિયાન સાધુ સંતો ખાસ કરીને વિહાર કરતા નથી અને એક જ જગ્યાએ રોકાઈ અને લોકોને ઉપદેશ આપે છે. ખાસ કરીને ચાતુર્માસ દરમ્યાન આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચાતુર્માસ દરમ્યાન રીંગણા, કારેલા, કોળુ તથા લીલા શાકનો ત્યાગ કરવો જોઈએ તે ઉપરાંત શ્રાવણ મહિનામાં શાક ભાદરવાામં દહી આસો મહિનામાં દુધનો ત્યાગ કરવાથી આરાગેય સારૂ રહે છે
તા.29-7-2022ને શુક્રવારથી શ્રાણ માસનો પ્રારંભ થશે. આ વર્ષ શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે શુક્રવારે સવારે 9.47 સુધી પુષ્ય નક્ષત્ર છે. અને પુષ્ય નક્ષત્રનો ધર્મધ્યાન પુજા પાઠ અભિષેક માટે ઉતમ ગણવાામં આવે છે. આમ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ પુષ્ય નક્ષત્રથી શુભબનીને રહેશે. આ વર્ષે શ્રાવણ મહિનો પુરા 30 દિવસ નો રહેશે.. રક્ષાબંધન તા. 11-8-2022ને શુક્રવારે છે. તા. 27-8-2022ના શનીવારી અમાસના દિવસે શ્રાવણ મહિનાનાી પૂર્ણાહુતી થશે.