હવામાન વિભાગે આ વર્ષની માહિતી આપી હતી જેમાં ગરમીનાં નવીન રેકોર્ડ બનશે એવી માહિતી આપી હતી. હવામાન વિભાગે ગુજરાત સહિત બીજા રાજયોની પણ માહિતી આપી હતી. રિપોર્ટ આપ્યો હતો કે, આજ વખતનો ઉનાળો ગરમીમાં રેકોર્ડ તોડશે. ગરમીમાં લેવાતા પાકમાં વધુ તાપમાનને કારણે પણ નુકસાન થવાની સંભાવના છે. ગરમીનો પારો જલ્દીથી ગરમ થશે. લૂ લાગવાની સમસ્યા વધુ વિકટ બનશે. વધારે હવામાન વિભાગે મુંબઇ, રાયગઢ અને રત્નાગિરીમાં લૂ ની ચેતવણી પણ જાહેર કરી હતી.
કૃષિ સંસ્થાન વિભાગનાં વૈજ્ઞાનિકોએ પણ જણાવ્યુ કે, લોકોનાં સ્વાસ્થય પર તો અસર થશે જ સાથે જ અનેક વિસ્તારોમાં ઊભા પાક પણ પણ આની ગંભીર અસર થશે. ખેડૂતોની કપરી પરિસ્થિતી બનવાની સંભાવના. હિટ વેવનો ખતરો ગુજરાત, પંજાબ, ઉતરાખંડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ એમ વગેરે પ્રદેશોમાં અનુભવાશે. ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન થશે. હવામાન વિભાગના રિપોર્ટ મુજબ 2017માં ભારતનું ચોથું સૌથી ગરમ વર્ષ હતું.