કોરોના મહામારીને કારણે વિશ્વ આખું ઘરમાં પુરાયને રહી ગયું હતું. સંક્રમણ ના વધે એટલા માટે શાળા, કોલેજો, મંદિરો કે જ્યાં ભીડ જમા થાય તેવા બધા સ્થળોને બંધ કરવામાં આવ્યા હતા. હાલ સંક્રમણ ઓછું થતા સરકાર દ્વારા મોટા ભાગની છૂટો આપવામાં આવી છે. જયારે આ વર્ષે અમરનાથ યાત્રાને લઈ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.

અમરનાથ યાત્રા આ વર્ષે કોરોના સંક્રમણને લઈ યોજવામાં આવશે નહીં. પરંતુ ભક્તો માટે ઓનલાઇન આરતીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફેંસલાની જાહેરાત જમ્મુ કાશ્મીરના લેફ્ટિનેંટ ગવર્નેર મનોજ સિન્હાએ શ્રાઈન બોર્ડની સાથે ચર્ચા કરીને કરી હતી. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી આ વર્ષે યાત્રા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.

બોર્ડ વહીવટીતંત્રે સવારે અને સાંજની આરતીનું લાઈવ ટેલિકાસ્ટ માટે કરાર કર્યા છે. અમરનાથની આરતી નિયમિત રીતે ટેલિકાસ્ટ કરવામાં આવશે. બાબા ભોલેના ભક્તો દેશભરમાંથી આરતીનું જીવંત પ્રસારણ જોઈ શકશે.

Amarnath yatraaહિમાલય પર 3880 મીટર ઉંચાઈ પર આવેલા ભગવાન શિવના મંદિરની યાત્રા 56 દિવસની હોય છે. જે આ વર્ષે 28 જૂનથી પહલગામ અને બાટટાલને જોડતો માર્ગ પરથી શરૂ થવાની હતી. અને તે 22 ઓગસ્ટના રોજ પૂર્ણ થાય. આ યાત્રા માટે 1 એપ્રિલથી રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું હતું. પરંતુ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી ને આ રજીસ્ટ્રેશન રોકવામાં આવ્યું છે.

ગયા અઠવાડિયે જમ્મુ કાશ્મીરની સુરક્ષા સ્થિતિને લઈ ગૃહ મંત્રી અમિત શાહે બોલાવેલી બેઠકમાં મનોજ સિન્હા હાજર હતા. જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, કેન્દ્ર સરકાર અને જમ્મુ પ્રશાસનના સુરક્ષા અને ખુફિયા અધિકારીઓ હાજર હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.