રાખડી બાંધવાનું શુભ ચોઘડીયું 30ને બુધવારે રાત્રે 9 પછી
રક્ષાબંધન આ વર્ષે 30 ઓગસ્ટને બુધવારે રાત્રે 9.02 થી ગુરૂવારે સવારે 7.06 કલાક સુધી રહેશે.નિજ શ્રાવણ સુદ ચૌદશને બુધવાર તા. 30-8-2023 ના દિવસે સવારે 10.59 થી પુનમ તિથિનો પ્રારંભ થાય છે. જે ગુરૂવારના સવારના 7.06 સુધી પુનમ તિથિ છે. ગુરુવારે એકમ તિથિ ક્ષય તિથિ છે. આથી બુધવારે રક્ષાબંધન ઉજવુ જોઇએ પરંતુ રક્ષાબંધનમાં રાખડી બાંધવામાં ભદ્રા દોષ પણ જોવામાં આવે છે.
આથી આ વર્ષે ભદ્રા પણ દોષ કારક હોતા દરેક પંચાગ પ્રમાણે જયોતિષ શાસ્ત્રોના નિયમ પ્રમાણે આ વર્ષે રક્ષાબંધન ની શરુઆત એટલે કે રાખડી બાંધવા માટેનો સમય તા.30 ઓગસ્ટની બુધવારે રાત્રે 9.02 થી ગુરૂવારના સવારે 7.06 સુધી રહેશે.
રાખડી બાંધવાનો શુભ સમય ચોઘડીયા પ્રમાણે બુધવારે શુભ તથા અમૃત ચોઘડીયું રાત્રે 9.02 થી 11.08 સુધી ગુરુવારે સવારે શુભ ચોઘડીયું સૂર્યોદય થી 7.06 કલાક સુધી સવારના રહેશે.
(વૈદાંત રત્ન) શાસ્ત્રી રાજદિપ જોષી