સમાજથી અને ઘરથી તરછોડયેલા નિરાધાર માવતરોની છેલ્લા 22 વર્ષથી સેવા કરી રહેલું “દીકરાનું ઘર” વૃદ્વાશ્રમ તેની વિવિધ સેવાકીય પ્રવૃતિથી સમગ્ર દેશની બહાર પ્રચલિત છે. હંમેશા નોખું-અનોખું કરવું અને સમાજને કાંઇક નવું જ આપવું એ દીકરાનું ઘરની ટીમનો મીજાજ રહ્યો છે. સમાજ ઉપયોગી પ્રવૃતિ એ દીકરાનું ઘરની ઓળખ બની ગઇ છે. સામાજીક, સાંસ્કૃતિક, રચનાત્મક, શૈક્ષણિક અને માનવતાવાદી પ્રવૃતિથી ધમધમતું દીકરાનું ઘર વૃદ્વાશ્રમ હંમેશા નોખું-અનોખું કાર્ય કરવા તૈયાર હોય છે.
કુદરતી કે માનવસર્જિત આફતના સમયે “દીકરાનું ઘર” હંમેશા અગ્રેસર રહ્યું છે. છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્ર્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે “દીકરાનું ઘર” દ્વારા સતત સેવા પ્રવૃતિ થઇ હતી. “દીકરાનું ઘર” દ્વારા 2018થી માતાપિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ નિરાધાર, નિ:સહાય, લાચાર, અત્યંત ગરીબ પરિવારની દીકરીઓના લગ્નનો અનેરો ઉત્સવ ઉજવવામાં આવે છે. વહાલુડીના વિવાહ શીર્ષક હેઠળ યોજાતો આ લગ્નોત્સવ આજે સમગ્ર સૌરાષ્ટર અને ગુજરાતમાં સ્વીકૃત બન્યો છે.
વહાલુડીના વિવાહ એ માત્ર દીકરાનું ઘરનો પ્રસંગ ન બની રહેતા સમગ્ર સમાજનો પ્રસંગ હોય એ રીતે દિવ્ય અને ભવ્ય બની રહે છે. છેલ્લા ત્રણ વર્ષમાં વહાલુડીના વિવાહ અત્યંત જાજરમાન રીતે એક શ્રીમંત પિતા જે રીતે પોતાની દીકરીનો પ્રસંગ ઉજવે એ રીતે ઉજવવામાં આવે છે. ચાલુ ચાલ આ અદકેરું આયોજન હાથ ધરાયું છે તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
વહાલુડીના વિવાહ-4નું ફોર્મ વિતરણ તા.17/7/2021થી સાંજના 4.00 થી 7.00 સુધી 305, ગુરૂરક્ષા કોમ્પલેક્ષ, ભારત ટ્રાવેલ્સની બાજુમાં, ટાગોર રોડ ઉપર કરવામાં આવશે. જેમાં ફોર્મ લેવા આવનાર દીકરીએ ઉંમરનું પ્રમાણપત્ર સાથે લઇ આવવું ફરજિયાત રહેશે.
સમગ્ર આયોજન યશસ્વી બની રહે, માતા-પિતાની અથવા પિતાની છત્રછાયા ગુમાવેલ આવી દીકરીઓના આશિર્વાદ મળે તેવા શુભ ભાવથી સમગ્ર પ્રસંગ દિવ્ય બને તે માટે સંસ્થાના કર્મઠ સેવકો હરેશભાઇ પરસાણા, રાકેશભાઇ ભાલાળા, પ્રજ્ઞેશભાાઇ પટેલ, ગૌરાંગ ઠકકર, પ્રવિણ હાપલીયા, અશ્ર્વિનભાઇ પટેલ, હરેનભાઇ મહેતા, કિરીટભાઇ પટેલ, ધર્મેશ જીવાણી, હરદેવસિંહ જાડેજા, સુનીલ મહેતા, શૈલેષ જાની સહિતના કોર ટીમના સભ્યો વ્યવસ્થા સંભાળી રહેલ છે.
આ લગ્નોત્સવને સફળ બનાવવા હાર્દિક દોશી, ડો.પ્રતિક મહેતા, શૈલેષ દવે, વિમલ પાણખાણીયા, દોલતભાઇ ગદેશા, ગુણુભાઇ ઝાલાળી, પ્રનંદ કલ્યાણી, ધર્મેશ કલ્યાણી, હિરેન કલ્યાણી, યશવંત જોશી, જિજ્ઞેશ આદ્રોજા, જીતુભાઇ ગાંધી, હરીશભાઇ હરીયાણી, મહેશ જીવરાજાની, પરીમલભાઇ જોશી, જયેન્દ્રભાઇ મહેતા, હસુભાઇ શાહ, મહેશ ભટ્ટી, દિપકભાઇ જલુ, પારસ મોદી, ઉપીન ભિમાણી, સાવન ભાડલીયા, જિજ્ઞેશ પુરોહિત, ધીરજ ટીલાળા, આર.ડી.જાડેજા, ચેતન મહેતા સહિતના કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહેલ છે.
વહાલુડીના વિવાહ લગ્નોત્સવમાં દીકરીઓની માતાની તેમજ મોટી બહેનની ભૂમિકામાં સંસ્થાની સક્રિય બહેનો ફાલ્ગુનીબેન કલ્યાણી, ચેતના પટેલ, અલ્કા પારેખ, નિશા મારૂ, ડો.ભાવના મહેતા, ગીતાબેન એ. પટેલ, રાધીબેન જીવાણી, કલ્પાનાબે દોશી, કાશ્મીરા દોશી, પ્રિતી વોરા, રૂપાબેન વોરા, મૌસમીબેન કલ્યાણી, વર્ષાબેન આદ્રોજા, અરૂણાબેન વેકરીયા, કિરણબેન વડગામા, હિરલ જાની, બિન્દીયાબેન અમલાણી, ગીતાબેન કે. પટેલ, શિલ્પાબેન પી. પટેલ, ગીતાબેન વોરા, ડિમ્પલ કાનાણી, અંજુબેન સુતરીયા, દેવાંગી મોદી, દીનાબેન મોદી, હેમાબેન મોદી સહિતની બહેનો લગ્નોત્સવને યાદગાર બનાવવા આખરી સ્વરૂપ આપશે.