ગુજરાત સરકાર કડક કાયદો લાવી રહી છે: પાણી ચોરી કરનારને એક લાખનો દંડ અને બે વર્ષ સુધીની સજા થઈ શકે છે

સરકારના પ્રતિનિધિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ ગુજરાત સરકારને ‘ધ ડોમેસ્ટીક વોટર સપ્લાય (પ્રોટેકશન) બીલ-૨૦૧૯’ અને ‘ધ ગુજરાત ઈરીગેશન એન્ડ ડ્રેનેજ (સુધારો) બીલ-૨૦૧૯’ બે કાયદાઓ પર મંજૂરીની મહોર મારવા રજૂઆત કરી છે.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈનું પાણી પહોંચાડવા માટે કેનાલ અને ઘરે ઘરે પાણી પહોંચાડવા પાઈપ લાઈન ગોઠવવામાં આવી રહી છે. પરંતુ હાલ જે પાઈપ લાઈનો દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે તેમાં પાણી ચોરીનું પ્રમાણ વધતું જોવા મળે છે. પાણીની કિંમત સમજવી જરૂરી હોય નજીકના સમયમાં આ કાયદો પાણી ચોરી કરનારને હાનીકારક સાબીત થશે.

ગુજરાતમાં નગરપાલિકાઓમાં પાઈપ લાઈન દ્વારા પહોંચાડવામાં આવતું પાણી સરકારની પ્રથમ કાર્યશૈલી છે. ત્યારે આ પાઈપ લાઈનમાંથી ગેરકાયદેસર રીતે પાણી ચોરી અટકાવવા અને તમામ લોકોને પાણીની કિંમત સમજાય તે હેતુથી સરકાર બે કાયદાઓ અમલમાં લાવવાનો પ્રયાસ આગામી દિવસોમાં કરશે. આ કાયદા હેઠળ પાણીની પાઈપ લાઈનમાં પાઈપ જોડી કે મોટરી પાણી ખેંચનારાને પાણીના નેટવર્કને નુકશાન કરનારા લોકોને એક મહિનાથી લઈને બે વર્ષનો જેલવાસ અને ૨,૦૦૦થી લઈ ૧,૦૦,૦૦૦ સુધીનો દંડ ભોગવવો પડશે.

આ કાયદાના અમલ માટે જરૂરી એવા ‘ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા (સંરક્ષણ)’ વિધેયક વિધાનસભામાંથી પસાર કરાવવા લાવી રહી છે. આ કાયદામાં કોઈપણ અધિકારી, કર્મચારી, પદાધિકારી કે એજન્સી આવા ગુનામાં મદદ કરતા પકડાશે તો તે બદલ તેમને આ માટે ગુનેગાર સાબીત થયેલ વ્યક્તિને થઈ શકે એટલી જેલ સાથે બમણા દંડની સજા થશે.

સરકાર આ માટે જાહેર સ્થળો કે જ્યાં પાઈપ લાઈન નેટવર્ક છે ત્યાં કે ખાનગી સ્થળો જેવા કે ઘર, દુકાન, કારખાના કે અન્ય સ્થળોએ દરોડા પાડવા માટે સનિક તંત્રને સત્તા આપવાનું નકકી કરી શકે છે. દરોડા દરમિયાન જડતી લઈ સંબંધીત સાધનો, ઉપકરણો જપ્ત પણ કરી શકે. નોટિસ આપ્યા વગર તુરંત નળ કનેકશન કાપી શકવાની સત્તા તેમને આપવામાં આવશે.

જ્યારે વાત કરીએ તો ક્યાં પ્રકારના ગુનામાં કેવા પગલા લઈ શકાશે. અલગ અલગ કિસ્સામાં ૫,૦૦૦થી લઈ ૧,૦૦,૦૦૦ સુધીનો તા ૬ મહિનાથી ૨ વર્ષની સજાનું પ્રાવધાન નકકી કરવામાં આવશે.  જેમાં પાઈપ લાઈન કે અન્ય સાધનો કે ઉપકરણોને અનઅધિકૃત રીતે લઈ જનારા અવા ચોરી કરનારા લોકો સામે બે વર્ષની કેદ અવા ૧,૦૦,૦૦૦નો દંડ અને બન્ને સજા પણ થઈ શકે છે. જાહેર પાણી વિતરણ વ્યવસને નુકશાન, નાશ કે અન્ય નુકશાન કરનારને બે વર્ષની મુદત અવા ૧,૦૦,૦૦૦નો દંડ નુકશાનની રકમ પૈકી જે વધુ હોય તેટલો દંડ અને કેદ બન્ને થઈ શકે છે.

પાઈપ લાઈનમાં  વહેતુ પાણીનો પ્રવાહ બદલવા માટે વાલ્વ કે અન્ય ઉપકરણો સાથે અવા પાણીના મીટર સહિતના સાધનો સાથે ચેડા કરવા માટે છ મહિનાની કેદ અવા ૫૦,૦૦૦ સુધીનો દંડ અને બન્ને પણ થઈ શકે છે.  પાણી માટે કરેલ વ્યવસ્થા અથવા તો સંચાલન જાળવણીને અંતરાય ઉભો કરે તો ત્રણ મહિનાની મુદત સુધીની કેદ અવા ૨૦,૦૦૦નો દંડ થઈ શકે છે. કાર્યરત પાણીની પાઈપ લાઈનમાં અનઅધિકૃત રીતે પાઈપ જોડી પાણી લેનારા લોકો સામે પાઈપની સાઈઝ અનુસાર રૂા.૩,૦૦૦થી માંડીને ૨૦,૦૦૦નો દંડ જ્યારે મોટી પાઈપ લાઈનોમાં પાઈપ જોડી પાણીની ચોરી કરતા લોકો સામે ૫,૦૦૦થી લઈને ૧,૦૦,૦૦૦ સુધીનો દંડ આ ઉપરાંત ૧ થી ૩ મહિના સુધીની કેદની સજા સાથે તમામ કિસ્સાઓમાં ત્રણ મહિનાની કેદ અને દંડ વસુલવામાં આવશે. જયારે રહેણાંક વિસ્તારમાં પાણીની પાઈપ લાઈનમાંથી મોટર દ્વારા પાણી ખેંચવામાં આવતું હોય તેવા કિસ્સામાં ૨,૦૦૦થી ૫,૦૦૦નો દંડ થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.