આજનો 21મી સદીનો યુગ આમ તો આધુનિક ગણાય છે પરંતુ હજુ આપણો સમાજ ઘણી જડતાથી ઘેરાયેલો છે એમાનોં એક ભાગ છે ટ્રાન્સજેન્ડર. ટ્રાન્સજેન્ડર લોકોને આપણાં સમાજમાં સંપૂર્ણ સ્વીકૃતિ પ્રાપ્ત નથી. આ વર્ગને સ્વીકારમાં સમાજના ઘણાં લોકો દૂર ભાગે છે. જોકે, ભારતીય સંસ્કૃતિમાં ટ્રાન્સજેન્ડરનો વિશેષ દરજ્જો રહ્યો છે. અને હાલ આ વાત એક ટ્રાન્સજેન્ડર મહિલાએ સાબિત કરી બતાવી છે. આર્ચી સિંહ નામની 22 વર્ષીય ટ્રાન્સ યુવતીએ સાઉથ આફ્રિકાના કોલમ્બિયા ખાતે યોજાયેલી મિસ ઈન્ટરનેશનલ ટ્રાન્સ-2021 સ્પર્ધામાં દ્રિતીય રનર બની વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે.
એક ટ્રાન્સજેન્ડર મહિલા માટે આ પ્રકારની સિદ્ધિ હાંસલ કરવી સરળ ન જ હોઈ શકે તે સ્વભાવિક છે. એવી જ રીતે આર્ચી સિંહ માટે પણ મિસ ઇન્ટરનેશનલ ટ્રાન્સ સ્પર્ધા સુધીની સફર ખૂબ મુશ્કેલ રહી છે. આર્ચીનો ઉછેર દિલ્હીના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો. તેને પોતે સ્ત્રી હોવાની લાગણી બાળપણથી જ હતી. આ મુદ્દે પરિવારનો ટેકો મળ્યો હોવાથી તે ખૂબ ખુશ છે. તેમ તેણે જણાવ્યુ છે. તેણીએ પરિવારના સાથથી સામાજિક કર્યો માટે બીડું ઝડપ્યું હતું. ટ્રાન્સ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્ન કર્યા. આ સાથે તેણે 17 વર્ષની ઉમરે મોડેલિંગમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. જેમાં તેને ઘણા અંશે સફળતા મળી અને આજે તેણીએ આંતરરાસ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સિદ્ધિ મેળવી સમગ્ર દેશનું ધ્યાન પોતાની તરફ દોર્યું છે અને અન્ય ટ્રાન્સજેન્ડર મહિલાઓને પણ પ્રેરણા આપી અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જો કે, કોમ્પિટિશનમાં આર્ચીને પ્રથમ સ્થાન નથી મળ્યું પણ તેને મળેલી ખુશી પ્રથમ સ્થાન મળ્યા કરતા અનેક ગણી વધુ છે.
https://www.instagram.com/p/CMcYZNXAMQI/?utm_source=ig_embed
વિશ્વને સારું બનાવવા માટે હજુ ઘણું કરવાનું બાકી- આર્ચી
આર્ચીએ જણાવ્યુ કે તે આખા વિશ્વને પોતાનો પરિવાર માને છે. ભવિષ્યમાં વધુ સારી ગુણવત્તાસભર કામ કરી શકીશ. અને વિશ્વને સારું બનાવવા માટે હજુ ઘણું કરવાનું બાકી છે તે કરીશ. આર્ચીએ આ સ્પર્ધામાં ભાગ લેવા વિશે જણાવ્યું હતું કે, “આ સ્પર્ધામાં ભાગ લઈને મને સમજાયું કે હું એક મોટા સમુદાયનો ભાગ છું. હું થોડી નર્વસ હતી સાથે જ ખૂબ ઉત્સાહિત પણ હતી. આ સ્પર્ધામાં ભાગ લેવાનું મારું સ્વપ્ન હતું.
ટ્રાન્સવુમન હોવાની કિંમત ચૂકવવી પડી- આર્ચી
આર્ચીએ એક નિવેદનમાં જણાવ્યું કે તેમને ઘણી વાર કહેવામાં આવતું હતું કે તે સ્ત્રી નથી. જો કે હું મારા દેખાવ અને મારી કુશળતાને કારણે ક્યારેય પાછી પડી નથી. પરંતુ ઉપેક્ષાને કારણે દરેક પગલા પર ટ્રાંસવુમન હોવાની કિમત ચૂકવવી પડી છે.