વિયતનામની એક મહિલાએ 7.1 કિલોગ્રામના બાળકને જન્મ આપ્યો છે, જે દક્ષિણ-પૂર્વ એશિયાઇ દેશમાં અત્યાર સુધીનો સૌથી વજનદાર બાળકોમાંથી એક છે. ઉત્તરી વિન ફૂક પ્રાંતમાં પોતાના માતા-પિતાને ખુશ કરનાર અને આશ્ચર્ય પમાડનાર આ બાળકનો જન્મ શનિવારે થયો. બાળકના પિતા ટ્રાન વાન કુઆનએ જણાવ્યુ કે, જ્યારે ડૉક્ટરોએ કહ્યુ કે, ”મારું બાળક 7.1 કિલોગ્રામનું છે, અમને કોઇને વિશ્વાસ આવતો ન હતો.” આમ તો ડૉક્ટરોએ બાળકના જન્મ પહેલા જ તેની માતા માં ગુયેન કિમ લીનને જણાવ્યુ હતુ કે બાળકનું વજન લગભગ 5 કિલોગ્રામની આસપાસ હશે, પરંતુ તેમણે પણ 7 કિલોગ્રામના બાળકની કલ્પના કરી ન હતી. બાળકનું વજન પુષ્ટિ કરવા માટે જ્યારે ડૉક્ટર આ બાળકના માતા પાસે રૂમમાં લઇને આવ્યા, ત્યાં ફરી તેનું વજન કરવામાં આવ્યુ હતુ.

7.1 કિલોગ્રામ વજન ધરાવતા બાળકના પરિવારે તેનું નામ ટ્રાન ટિએન કુઓક રાખ્યુ છે અને તેના પિતાને જણાવ્યુ કે, માતા અને બાળક બંને સ્વસ્થ છે. વિયતનામમાં આ પહેલા સૌથી વધારે વજનદાર બાળકનો જન્મ વર્ષ 2008માં થયો હતો, જ્યારે મધ્ય ગિયા લાઇ પ્રાંતંમાં એક મહિલાએ લગભગ 7 કિલોગ્રામની બાળકીને જન્મ આપ્યો હતો. એવામાં ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, દુનિયામાં સૌથી વધારે વજન ધરાવતા બાળકનો જન્મ 1955 ઇટલીના ઇવર્સામાં થયો હતો, જેનું વજન 10.2 કિલોગ્રામ હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.