WhatsApp પર ખોટાં અને સ્પેમ મેસેજ ફેલાવતા રોકવા માટે કેન્દ્ર સરકાર નવી સિસ્ટમ બનાવની યોજના કરી રહી છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppને દરેક મેસેજ માટે આલ્ફા-ન્યુમેરિક હેશ અસાઇનિંગ સિસ્ટમ વિકસાવવા સરકારે નિર્દેશ આપ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, WhatsApp પર ખોટાં મેસેજ વાયરલ થવાના બનાવો છેલ્લાં ઘણા સમયથી વધતાં જઈ રહ્યાં છે. અગાઉ આના કારણે મોટાપાયે હિંશા ભડકી હોવાના પણ બનાવ સામે આવ્યાં છે. પરંતુ હવે આવી ઘટનાઓ ન બને અને ગેરકાયદે તેમજ ખોટા મેસેજ ફેલાતા અટકે તે માટે સરકારે સતર્ક થઈ WhatsApp દ્વારા ફેલાતી ભ્રામક માહિતીથી લોકોને બચાવવાની યોજના બનાવી રહી છે.
લાંબા સમયથી, ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારીઓ અને WhatsApp કંપનીના અધિકારીઓ વચ્ચે આ મુદ્દે વાટાઘાટો ચાલતી હતી. પરંતુ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન(End-to-End Encryption)ને કારણે, ફેસબુકની માલિકીની કંપની વોટસએપ તેના પર કોઈ નિર્ણય લઈ શકી નથી. WhatsAppનું માનવું છે કે, દરેક મેસેજ WhatsApp પર એન્ક્રિપ્ટ થયેલ છે, શંકાસ્પદ મેસેજના મૂળને શોધી કાઢવાનો પ્રયાસ કરવામાં આવશે તો તે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ટેકનીકને બ્રેક કરી નાખશે. એક રિપોર્ટ અનુસાર સરકાર હવે આ માટે બીજુ નવું સોલ્યુશન લઈને આવી છે. જે આલ્ફા-ન્યુમેરિક હેશ અસાઇનિંગ સિસ્ટમ વિકસાવવાનું છે. તો ચાલો તમને જણાવી દઈએ કે શું છે આ નવી સિસ્ટમ
આવી રીતે કાર્ય કરશે આ નવી સિસ્ટમ
કેન્દ્ર સરકારે WhatsAppને એક નવી સિસ્ટમ લાવવાની રજુઆત કરી છે, જેના દ્વારા પ્લેટફોર્મની એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ટેકનીકને બ્રેક કર્યા વિના ખોટાં વાયરલ થયેલા મેસેજનું મૂળ સ્થાન શોધી તેના સુધી પહોંચી શકાશે. એટ્લે કે ખોટાં મેસેજ WhatsApp પર કોણે ફેલાવ્યા છે તે જાણી શકાશે. આ નવી સિસ્ટમનું નામ ‘આલ્ફા-ન્યુમેરિક હેશ’ રાખવામાં આવ્યું છે. આ સિસ્ટમ અંતર્ગત, સરકારએ WhatsAppના પ્લેટફોર્મ પર મોકલેલા દરેક મેસેજ માટે એક અનોખો આલ્ફા-ન્યુમેરિક હેશ નંબર જનરેટ કરવા કહ્યું છે. જો WhatsApp આ યોજનાનો અમલ કરશે, તો પ્લેટફોર્મ પર મોકલેલા દરેક મેસેજનો કોડ A થી Z અને 0-9 નંબરો સાથે આવશે અને તેનાથી કોઈ પણ મેસેજ કોના દ્વારા કોને મોકલાયેલો છે તે શોધવું સહેલું થઈ જશે. આ નવી ટેકનીકથી WhatsAppની એન્ક્રિપ્શન ટેકનીકને પણ બ્રેક લાગશે નહીં.