પાસ્તા નામ સાંભળીને જ આપણાં મોઢામાં પાણી આવી જાય છે. ત્યારે કદાચ દરેક બાળકનાં ફેવરીટ હોય છે પાસ્તા….પરંતુ વારંવાર તેના માટે બાળકને બહારનાં પાસ્તા ખવડાવવાની જરુરત નથી. હવે ઘરે જ બનાવો ચીઝ ટોમેટો પાસ્તા.
સામગ્રી :
ઓલીવ ઓઇલ – ૪૫ ml
ચેરી ટોમેટો – ૨૮૫ ગ્રામ
લસણ – ૧/૨ ચમચી
સોયાસોસ – ૧ ટેબલ સ્પૂન
અજમાનાં પાંદ – ૩,૪ ચમચી
તુલસી પાંદળા – ૧/૨ ચમચી
લસણનો પાઉડર – ૧/૪ ચમચી
મીઠું – ૧ ટી સ્પૂન
મરી – ૧ ટી સ્પૂન
પાણી – ૧૧૦ ml
બાફેલાં પાસ્તા – ૩૫૦ ml
મોઝરેલાં ચીઝ – ૩૫ ગ્રામ
કેવી રીતે બનાવશો ચીઝ ટોમેટો પાસ્તા…..
– એક કડાઇને ગેસ પર રાખી ગરમ કરો તેમાં ૪૫ ml ઓલીવ નાખો. ગરમ તેલમાં ૨૮૫ ગ્રામ ટમેટા, હળદળ, લસણ ઉમેરી થોડીવાર તળી લ્યો.
– જ્યારે ટમેટા સરખા તળાઇ જાય તો તેમાં સોયાસોસ નાંખી સરખું મીક્સ કરો.
– ત્યારબાદ તેમાં ૩-૪ સ્પૂન અજમાનાં પાન, ૨/૪ તુલસીનાં પાન, લસણનો પાઉડર, મીઠું અને કાળા મરી ઉમેરી એકરસ કરો.
– હવે તેમાં ૧૧૦ ml પાણી ઉમેરો, સરખી રીતે ઉકાળો જ્યારે ઉકળી જાય ત્યારે તેમાં ઉકાળેલાં પાસ્તા નાંખ્ી મીક્સ કરો.
– પછી તેમાં મોઝરેલા ચીઝ ઉમેરી સરખું હલાવો અને જ્યારે ચીઝ ઓગળી જાય પછી તેને ગેસ પરથી ઉતારી લેવું.
– તો તૈયાર છે બાળકો માટે ટેસ્ટી અને હેલ્ધી ઘરે બનાવેલાં મમ્મીનાં હાથનાં ચીઝ ટોમેટો પાસ્તા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com