નાભીને શરીરનું કેન્દ્રબિંદુ માનવામાં આવે છે અને આર્યુવેદમાં પણ અનેક રોગ અને દર્દનાં ઇલાજ નાભી દ્વારા થાય છે. આ ઉ૫રાંત નાભી આપણા શરીરનાં નાજુમ અંગમાનું એક અંગ છેે. ત્યારે આપણાંમાંથી ઘણા લોકો હાઇજીન હોવા છતા પણ નાભીની સાફ સફાઇ પ્રત્યે બેદરકાર રહેતા હશે તેમાં કોઇ શંકા નથી. પરંતુ નાભીની સાફ સફાઇ ખૂબ જ જરુરી છે. જો તેને સ્વચ્છ રાખવામાં બેદરકારી દાખવવામાં આવશે તો નાભી અનેક પ્રકારનાં ઇન્ફેક્શન અને બેક્ટેરીયાની જપેટમાં આવશે. આખો દિવસ ટાઇટ કપડાં અને ધૂળ, પરસેવોના કારણે વિવિધ પ્રકારનાં જમસ અને કિટાણુ નાભીમાં ઉદ્ભવે છે. અને એ જાણવું પણ જરુરી છે કે નાભીની સરખી જાણવણી ન કરવાથી ઓફ્લેમિટિસની સમસ્યા પણ થઇ શકે છે. તો આવો જાણીએ કે શરીરનાં આ કોમળ અંગને સ્વચ્છ કઇ રીતે રાખવો….?
– નહાતી વખતે ….!
નહાવા સમયે નાભીની સફાઇ કરવી જોઇએ. તમારે ‚નાં ટુકડાને પાણી, સાબુના પાણી અથવા આલ્કોહોલમાં બોળી એ ભાગને સાફ કરવો જોઇએ. આ ઉપરાંત કોટનબડન ગરમ પાણીમાં પલાળીને તેનાથી પણ નાભીને સ્વચ્છ રાખી શકાય છે.
– નાભીની ગંદકી સાફ કરવા….!
નાભીમાં જામેલાં મેલને સાફ કરવા ગરમ તેલનું માલિશ કરી શકાય છે. જેનાથી ત્યાં જામેલો મેલ સરળતાથી સાફ થાય છે. એના માટે તમારી બેલી બટનમાં નારિયેલનું તેલ લગાવો એન તેને ક્લોકવાઇઝ અને એન્ટીક્લોકવાઇઝ દિશામાં સાફ કરો. ત્યાંની ચામડીને આરામથી પકડી અને કોટન સ્લેબથી સારી રીતે સાફ કરો.
– જો નાભીમાં પહેલાંથી જ ઇન્ફેક્શન છે તો…?
નાભીમાં સ્વચ્છતાનાં અભાવે પહેલાથી ઇન્ફેક્શન થઇ ગયું છે તો તમારે ડોક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઇએ. જેના દ્વારા ઇન્ફેક્શન દૂર કરવા યોગ્ય માર્ગદર્શન પણ મળી રહે છે.
– ગર્ભાવસ્થામાં નાભી અસ્વછતા…!
ગર્ભાવસ્થા દરમિયાન જો નાભીને યોગ્ય રીતે સાફ નથી કરવામાં આવતી અને ઇન્ફેશન થાય છે તો તેની માઠી અસર બાળક પર પણ પડે છે.
– મહિલાઓની ઉત્તેજનાનું કેન્દ્ર…!
નાભી મહિલાઓના શરીરનું એક અતિ ઉત્તેજનાનું કેન્દ્ર બિંદુ છે જેને અડતા જ કામેચ્છામાં વૃધ્ધિ થાય છે. એટલે તેને સ્વચ્છ રાખવી ખૂબ જ મહત્વની સાબિત થાય છે.
– ભેજમાં બેક્ટેરીયા વધુ થાય છે….!
પાણી અને ભેજના કારણે બેક્ટેરીયા વધુ ઝડપથી વધે છે અને નાભીની જગ્યાએ સતત પરસેવો વળ્યા કરે છે અને જેના કાારણે એ જગ્યાએ ૧૫૦૦ પ્રકારનાં વિવિધ બેક્ટેરીયા વિકસી શકે છે.
– જો નાભીમાં વધુ કાળાશ જમા થાય છે તો…?
નાભીને રોજ રોજ નહિં તો અઠવાડિયામાં એકવાર તો જરુર સાફ કરવી જોઇએ. જો નાભીમાં વધુ પ્રમાણમાં કાળાશ જમા થાય છે તો તેવા સમયે પાકેલાં કેળાને મસળી નાભીની આસપાસ ૧૫ મીનીટ સુધી લગાવો.ત્યાર બાદ હળવા હાથે આંગળીઓથી તે જગ્યા પર મસાજ કરો. અને થોડીવારમાં જ નાભી પરની કાળાશ દૂર થાય છે. અહિં તમે કેળાની જગ્યાએ પયૈયાનો પણ ઉપયોગ કરી શકો છો.