દરેક વખ્ત જ્યારે કઈ પણ ઘર માટે નવી વસ્તુ ખરીદતાં હોતા હોઇયે છીએ તે પછી કાચ કે પ્લાસ્ટિક ત્યારે ગમે તેમાં ભાવ અથવા તો કોઈ પણ પ્રકારનો સ્ટિકર લાગેલું હોય છે. તો તેને ઉખાળવું કઈ રીતે ? તે સૌને ક્યારેક એક મોટો પ્રશ્ન હોય છે. અને તે બધાને કંટાળા જનક લાગતું હોય છે. ત્યારે આ વસ્તુ દૂર કરવા અનેક પ્રયાસ દરેક કરતાં જ હોય છે. અને ઘણીવાર તે વસ્તુ લીધા પછી પણ અનેક વાર વાપરયા બાદ પણ ક્યારેક આ વસ્તુ કેમ પણ કરી ઉખળતી જ નથી. ત્યારે તેનો એક ખૂબ જ સરળ ઉપાય છે. જેનાથી હવે આ સમસ્યાથી મળી શકે છે મુક્તિ.
આ તેને નીકળવા પદ્ધતિ :-
તો સૌ પ્રથમ જે પણ વસ્તુ જેમાં આ સ્ટિકરના નીકળતું હોય તેને લઈ લેવી.
ત્યારબાદ વાસણ ધોવામાં જે સ્ટીલનો કૂચો વપરાતો હોય તેને લેવો તેના વળે સ્ટિકરને કાઢી તેના પર ઘસી નાખવું.
તેના પછી એક બીજું નાનું વાસણ લઈ તેમાં પાણી,ડીટરજન્ટ પાઉડર અને તેલ વળે એક જુદું દ્રવ્ય બનાવો અને તેમાં આ કાચની બોટલને તેમાં ૧૦-૧૫ મિનિટ સુધી રાખો.
આ થયા બાદ તેને બહાર કાઢી થોડી વાર સુકાવા દયો અને ફરી એક વાર પહેલા વાસણ કુચા વળે તેને ઘસી નાખો. આ થયા બાદ તેને લૂછી નાખો અને તેની સાથે તમારું સ્ટિકર તેમાથી થશે એકદમ ગાયબ.
તો આજેજ આ રીત અપનાવો અને બનાવો તમારી નવી વસ્તુને ચકચકિત અને તેનાથી મેળવો તેમાં લાગેલા સ્ટિકરથી રાહત.