અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગય છે ત્યારે હાલના સમયમાં ગરમી દિવસે ને દિવસે વધારેમાં વધારે પડી રહી છે. આ ગરમીમાં રાહત મેળવવા માટે લોકો ઘરે અવનવી વાનગીઓ બનાવે છે. તો અત્યારે આ કાળજાળ ગેરમીમાં ઘરે બનાવો ‘પણ રસમલાઇ’.
સામગ્રી :
300 ગ્રામ પનીર,
1 tsp બેકિંગ પાવડર,
1/4 કપ મેદો,
3-4 મીઠા પાન (સોપારી અનેચુના વગરનો પાન),
1/2કપ મિલ્ક મેઈડ,
½ કપ ખાંડ,
1 કપ દૂધ,
ચેરી,
4 tbspગુલકંદ,
4tbsp બદામપીસ્તાની કતરણ,
1નંગ ગુલાબની પાદંડી,
2 tbsp ડેઝીકેટેડ કૌકોનટ,
રીત:
એક બાઉલમાં, પનીર, બેંકીગ પાવડર અને મેદો ઉમેરો અને તેમને વ્યવસ્થિત મિક્સ કરો જેથી ત્યાં કોઈ તિરાડોના રહે આ મિશ્રણના બોલ્સ કરી મધ્યમાં એક ખાડો કરી અને ગુલકંદ અને પીસ્તાનીકતરણ, ડેઝીકેટેડ કૌકોનટ ભરી ફરી રસમલાઇનો શેપ આપી દો.
ચાસણી માટે, પાણી અને ખાંડ ઉકળવા દો. ઉકળતા ચાસણીમાં રસમલાઇ મૂકો. 15 મીનીટ પછી ગેસ બંધ કરીને ઉતારી લો.
હવે મીઠા પાન ને મીકસર મા પીસી પેસ્ટ કરી તેને દૂધમા ઉમેરો સાથે મિલ્ક પાવડર, પીસ્તાનીકતરણ ઉમેરી 5-10 મીનીટ રબડી ઉકળવા દો.
હવે રસમલાઇ ને ચાસણી માથી બહાર કાઢી એક નાના બાઉલ મા રાખી ઉપર થી તૈયાર કરેલી રબડી રેડો પછી ગુલાબ ની પાદંડી અને બદામપીસ્તાનીકતરણ ,ટુટીફુટી,ચેરી ભભરાવી ફીજ મા 1 કલાક ચીલ્ડ કરીને પીરસો