આમ તો આપણે જ્યારે પણ ઘરે કઈ વાનગી બનવાનું વિચારીએ ત્યારે સૌ પ્રથમ બાળકોને ભાવતું અને તેમની પસંદગીનું બનવાનું વિચારીએ તો ચાલો આજે આપણે બાળકોની મનપસંદ એવી વાનગી એટલે કે પોટેટો પોપ્સ બનાવીએ તો ચાલો જાણીએ રીત :

સામગ્રી : –

બાફેલા (છીણેલા બટાકા) – એક કપ

એક ચીઝનો ટુકડો

એક બ્રાઉન બ્રેડ

આદુ ને લીલા મરચાનુ પેસ્ટ – અડધી ચમચી

સમારેલા ધાણા – બે મોટી ચમચી

ચપટી ખાંડ

મીઠુ સ્વાદ મુજબ

અન્ય સામગ્રી – બે ચમચી તેલ, 8 કૈંડી સ્ટિક્સ

બનાવવાની રીત –

પોટેટો પોપ્સ બનાવવા માટે સૌ પ્રથમ ચીઝના ટુકડાને આઠ બરાબર ભાગમાં કાપીને મુકી દો. હવે બ્રાઉન બ્રેડને પાણીમાં પલાળો અને બંને હથેળીઓથી દબાવીને પાણી કાઢી નાખો. આ બ્રેડને સારી રીતે મેશ કરીને એક વાડકીમાં મુકો.  આ બ્રેડને સારી રીતે મૈશ કરીને વાડકીમાં મુકી દો. હવે તેમા બટાકા.. ગાજર આદુ લીલા મરચાનુ પેસ્ટ ધાણા, ખાંડ અને મીઠુ નાકો અને સારી રીતે મિક્સ કરો. આઠ બરાબર ભાગમાં વહેંચીને તેને ચપટા ગોલ આકાર આપો.

દરેક ટુકડા વચ્ચે ચીઝનો ટુકડો મુકો નએ તેને અંડાકાર આકાર આપો. દરેક પીસની અંદર કેંડી  સ્ટિક લગાવો અને દરેક પોટેટો પૉપ્સની વચ્ચે ફરીથી આકાર આપીને મુકી દો. એક નોન સ્ટિક પૈનમાં બંને બાજુથી સોનેરી થતા સુધી થવા દો. તમે થોડા તેલનો ઉપયોગ કરી શકો છો.. હવે ગરમા ગરમ પીરસો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.