કોઈ પણ વ્યક્તિને પૈસા કાઢવા માટે હવે બેંક સુધી જવું પડતું નથી. તમે એટીએમમાંથી ગમે તે સમયે પૈસા ઉપાડી શકો છો તો તમે વિચારો પાણી માટે પણ આવું એટીએમ હોય તો કેવું સારું ગમે ત્યારે પાણી માટે વલખા મારવા નહિ પડે અને માત્ર થોડા પૈસામાં જ પાણી મેળવી શકશો…જી હા આવું શક્ય છે ગીર ગઢડામાં પાણીનુ એટીએમ મુકવામાં આવ્યું છે જેમાં ૫ રૂપિયામાં જ લોકોને શુદ્ધ પાણી મળી જાય છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામની છે જ્યાં ગ્રામવાસીઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે પાણીના એટીએમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બાબતે સરપંચ દ્વારા વધુ જણાવવામાં આવ્યું હતું કે બે માસ પહેલા સરકાર તરફથી ગ્રાન્ટમાંથી ગામમાં લોકોને ફિલ્ટર વાળુ પણી મળી રહે તે માટે પાણીનુ એટીએમ મુકાયું છે જેમાં પાંચ રૂપિયા નો સીક્કો નાંખવાથી 10 લીટર શુધ્ધ ઠંડું પાણી લોકોને મળી રહે છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે હવે લોકોઆ એટીએમમાં પાણી ભરવા માટે આવે છે. તે સીવાય ગામને હરીયાળુ બનાવવા માટે ગામ લોકોએ સંકલ્પ કર્યો છે અને તેના ભાગ રૂપે 300થી વધુ વૃક્ષોના ગામમાં વાવેલા છે અને આ વૃક્ષોને ટપક પદ્ધતિથી રોજ પાણી આપવા આવે છે. આ માટેનો ખર્ચ અંદાજીત 20 હજાર થતો હોય અને એટીએમ ફિલ્ટર વાળુ પાણી ભરાઈ ત્યારે 30% ટકા પાણી વેસ્ટેજ જતુ હોય આ વેસ્ટેજ પાણી નો ઉપયોગ ટપક પદ્ધતિ દ્વારા વૃક્ષોના ઉછેર માટે કરાય છે.
તે સીવાય ગામમાં હાલ 12 સીસીટીવી કેમેરા પણ મુકવામાં આવેલ છે અને હજી 36 કેમેરા મુકવામાં આવશે. તેમજ ગ્રામ જનોના સહિયારા પ્રયાસથી બેડીયા ગામને આગામી એક વર્ષમાં શહેરમાથી લોકો જોવા આવશે તેવું સરપંચ સુરેશભાઈ હડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.