ક્રિકેટ મેચનો પ્રારંભ 16મી સદીમાં થયો: 19મી સદીમાં કાઉન્ટી ક્લબોનો ઉદય થયો
- પહેલા એક ઓવરમાં ચાર બોલ બાદમાં પાંચ પછી છ બોલનો નિયમ આવ્યો: 1947 થી છ બોલનો નિયમ વૈશ્ર્વિક બની ગયો હતો: 1728માં ક્રિકેટના મૂળ નિયમોમાં બેટ, બોલ, વિકેટ, પીચનો વિસ્તાર, ઓવર, આઉટ કરવાની પધ્ધતિ જેવા નિયમો બનાવાયા, 1744માં કઇઠનો નિયમ ઉમેરાયો હતો
- 1844થી આંતરરાષ્ટ્રીય મેચો રમાતી પણ સત્તાવાર ઇતિહાસ 1877 થી શરૂ થયો હતો. 1664માં 100 પાઉન્ડ સુધી મર્યાદીત જુગાર રમવા ‘ગેમીંગ એક્ટ’ ક્રિકેટ મેચ માટે બનાવાયો હતો.
- પ્રારંભે ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે જ મેચો રમાતા બાદમાં સાઉથ આફ્રિકા અને ન્યુઝિલેન્ડ જોડાયા હતા. 19મી સદીમાં કાઉન્ટી ક્લબોનો ઉદય થયો. પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ યુ.એસ.એ અને કેનેડાની ટીમ વચ્ચે રમાઇ હતી.
- 1932-33ની અપ્રસિધ્ધ ‘બોડી લાઇન’ સિરીઝમાં ડગ્લાસ જાર્ડન અને ડોન બ્રેડમેન જેવા સિતારા ઉભરી આવ્યા હતા. 1880 થી 1890 સુધીના ગાળાને ક્રિકેટનો સોનેરીગાળો કહેવાય છે. પ્રથમ વિશ્ર્વયુધ્ધના ગાળા બાદ ક્રિકેટનો કપરો સમય હતો. 1882માં ધ ઓવેલ ખાતે રમાયેલ ઓસ્ટ્રેલિયા ટીમના મેચો ‘ધ એશીશ’ સિરીઝથી ઓળખાયા હતા.
ક્રિકેટની રમતનો ઇતિહાસ નિરાળો છે. વિશ્ર્વમાં ફૂટબોલ પછી સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ છે. 16મી સદીમાં તેનો પ્રારંભ થયોને આજે 21મી સદીમાં કલર ફૂલ કપડામાં યોજાય છે. 1844થી આંતરરાષ્ટ્રીય મેચ રમાતી હતી પણ 1877માં તેનો સત્તાવાર ઇતિહાસ શરૂ થયો હતો. આ રમત તેના મૂળ સ્થાન ઇંગ્લેન્ડથી શરૂ થઇ હતી. વ્યાવસાયિકરૂપથી આજે લગભગ બધા દેશોમાં રમાય છે.
ક્રિકેટ બાળકો દ્વારા શોધવામાં આવેલી રમત ઘણી પેઢીઓ સુધી બાળકોની જ રમત રહી હતી. કદાચ ક્રિકેટ રમત ‘બોલ્સ’માંથી ઉત્પન્ન થઇ હોવાનું મનાય છે. ઘણા બધા શબ્દોને પારિભાષિક નામ ‘ક્રિકેટ’ના સંભવિત ઉત્પતિસ્થાન તરીકે જોવાય છે. પહેલા ક્રેકે કહેવાતું આ નામ મધ્ય ડચ ‘ક્રિક’ ઉપરથી આવ્યું હશે. જેનો અર્થ છે લાકડી, કાંખ ઘોડી કે ડંડો થાય. બીજું સંભવિત ડચ શબ્દ ક્રિક સ્ટોઇલ હોય શકે. જેનો અર્થ લંબાઇવાળું નીચું બાજોઠ થાય જે ચર્ચમાં ઘૂંટણીએ થવા માટે ઉપયોગ કરાતો. જે લંબાઇવાળી નીચી, વિકેટની સાથે બે સ્ટમ્પને મળતું આવે છે. જેનો ઉપયોગી શરૂઆતી ક્રિકેટમાં થતો.
બોન્ન યુનિવર્સિટીના ગીલ મેસ્ટરના મત પ્રમાણે ક્રિકેટ ડચ શબ્દ ‘મેટડે’, ક્રિક કેટ સેન અર્થાત લાકડીની સાથે ભાગો એવો થાય છે. જે રમતના મૂળ જોડાણનું સૂચન કરે છે. 1598માં એક શાળાના ગ્રાઉન્ડમાં છાત્રો ક્રેકે રમ્યા હતા જે કદાચ પ્રથમ ક્રિકેટ મેચ હશે. 1611માં મોટી ઉંમરના પુરૂષો પ્રથમ ક્રિકેટ મેચ રમ્યા હતા. 18મી સદીથી આ રમતને પ્રાધાન્ય મળ્યુંને નાણાનું રોકાણ પણ શરૂ થયું. 1648માં મુલ્કી યુધ્ધ બંધ થયા ત્યારે ફૂટબોલ જેવી વધારે અવાજવાળી રમતો પર અંકુશ મુકાયો હતો. 1660માં પુન:સ્થાપના બાદ ખરેખર ક્રિકેટ આબાદ થયું. આ સમયે ક્રિકેટ પર મોટા સટ્ટા રમવા માટે સર્વપ્રથમ જુગાર ખેલનારાઓને આકર્ષણ ઉભું થયું. 1664માં 100 પાઉન્ડ સુધી મર્યાદીત હોડ કરવા ‘ગેમીંગ એક્ટ’ 1964 કાયદો પસાર કરાયો હતો અને 17મી સદીના અંત સુધીમાં તો ક્રિકેટ એક મહત્વની જુગાર રમત બની ગઇ હતી. 1696માં સમાચાર પત્રોને લખવાની આઝાદી મળતા સૌ પ્રથમ ક્રિકેટના સમાચારના અહેવાલો છપાયા હતા.
17મી સદીના પ્રારંભે સ્થાનિક નિષ્ણાંતોને વ્યવસાયિક ધોરણે નિયુક્ત કરીને પોતાની કાઉન્ટી ટીમો બનાવવા લાગ્યા હતા. બાદમાં એક ટીમ બીજે રમવા જવા લાગી હતી. ઇંગ્લેન્ડથી વેસ્ટ ઇન્ડિઝમાં અને 1788માં ક્રિકેટે ઓસ્ટ્રેલીયામાં પ્રવેશ કર્યો હતો. 19મી સદીના પ્રારંભે ન્યુઝિલેન્ડ અને સાઉથ આફ્રિકા જેવા દેશોમાં પણ ક્રિકેટ મેચો શરૂ થઇ ગયા હતા. 1728માં ક્રિકેટના મૂળ નિયમો જેમકે બેટ, બોલ, વિકેટ, પીચનો વિસ્તાર, ઓવર, આઉટ કરવાની વિગેરે નિયમો અસ્તિત્વમાં આવ્યા. નિયમો નક્કી કરવા રીચમન્ડ ડ્યુક અને એલન બ્રોડીકે ‘કરારનો દસ્તાવેજ’ નામનો આલેખ બનાવ્યો હતો. 1744માં એલ.બી.ડબલ્યુનો નિયમ ઉમેરાયો હતો.
આજ ગાળામાં અમ્પાયર પ્રથા શરૂ થઇ હતી. નિરપેક્ષ રીતે વિવાદોને ન્યાય આપવા ‘સ્ટાર એન્ડ ગાર્ડર ક્લબ’ના નિયમો અમલમાં આવ્યા. 1787માં એમ.સી.સી.ની સ્થાપના કરી હતી. થોડા સમયમાં ળભભ સમયે-સમયે નિયમો ફેરફાર કરીને વ્યવસ્થિત કાયદાઓ બનાવતી ગઇ હતી.
સમગ્ર ઇંગ્લેન્ડમાં આ રમત સતત ફેલાતી ગઇને 1751માં યોર્કશાયરને રમતના પ્રબળ સ્થળ તરીકે ઉલ્લેખ થવા લાગ્યો. બોલર્સએ પીચ પર બોલ નાખવો, લાઇન, લંબાઇ, ઝડપમાં ફેરફાર વિગેરેનો તલસ્પર્શી અભ્યાસ થયો. 1760 પછી બોલ્સને જમીનમાં રગડવાના મૂળ સ્વરૂપને બદલાવ્યું. 1772થી નિયમિત મેદાનમાં સ્કોર બોર્ડ મુકવાની શરૂઆત થઇ હતી. આ સમયથી ક્રિકેટની રમતનું વિકાસ ચિત્ર સ્પષ્ટ થયું હતું.
18મી સદીમાં પ્રસિધ્ધ ક્લબો લંડન અને ડાર્ટફોર્ડ હતી. લંડન તેની મેચો આર્ટીલરી ગ્રાઉન્ડમાં રમતું જે આજે પણ ચાલું છે. એ જમાનામાં ટોપ ખેલાડી તરીકે રીચાર્ડ ન્યૂલેન્ડ હતો. બીજી ઘણી પ્રખ્યાત ક્લબોમાં મેડન હેડ, હોર્ન ચર્ચ, મેડસ્ટોન, સેવનોક્સ, બ્રોમ્લી, એડીંગટન, હેડલો અને ચર્ટસોમા હતી. શ્રેષ્ઠ ક્લબ હેમ્સ શાયરની ‘હેમબ્લેડન’ હતી. આજગાળામાં 1787માં લોર્ડ્સ ક્રિકેટ મેદાનનું ઉદ્ઘાટન ન થયું ત્યાં સુધીમાં લગભગ 30 વર્ષ સુધી ક્રિકેટ રમત આકર્ષણનું કેન્દ્ર હતી.
હેમબ્લેડમાં ઘણા ક્રિકેટરોમાં બેટ્સમેન જોન સ્મોલ અને પ્રથમ મહાન ઝડપી બોલર થોમસબ્રેટ હતો. સરેના બોલર એડવર્ડ ‘લમ્પી’ સ્ટિવન્સ હતા જે ફ્લાઇટેડ બોલ નાંખવામાં શ્રેષ્ઠ હતા. સાત વર્ષ ચાલેલા યુધ્ધ વખતે ક્રિકેટ સ્થગીત અને સંકટમાં આવી હતી. 18મી સદીમાં ખેલાડી અને નાણા બન્નેની અછત ક્રિકેટે ભોગવી છતાં ક્રિકેટ જીવંત રહી હતી. 19મી સદીના પ્રારંભે નેપોલિયનની યુધ્ધના પરિસમાપ્તિ સમયે મોટાભાગના ક્રિકેટ મેચો બંધ રહ્યા હતા. જે 1815માં ફરી ધીમે ધીમે શરૂ થઇ હતી. 1820માં ગોળ હાથ ફેરવીને ઝડપી બોલિંગ કરવાની મંજૂરી માટે ઝુંબેશ શરૂ થઇ હતી.
19મી સદી કાઉન્ટી ક્લબોનો ઉદય અને ક્રિકેટના નિયમો બદલાવ માટે સૌથી મહત્વની રહી. 1846માં વિલિયમ ક્લાર્કે ફરતી ‘ઓલ ઇંગ્લેન્ડ ઇલેવન’ની રચના કરી હતી. રેલ નેટવર્ક શરૂ થતાં ક્રિકેટના વિકાસને વેગ મળ્યો હતો ને લાંબા અંતરે એકબીજા ટીમો રમવા લાગી હતી. આજ અરસામાં ઓવર આર્મ અને વિઝડન ક્રિકેટર્સનું પ્રથમ પ્રકાશન થયું હતું. પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમત યુ.એસ.એ. અને કેનેડાની ટીમ વચ્ચે 1844માં રમાઇ હતી. જે મેચ ન્યુયોર્કમાં સેંટ જ્યોર્જના ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડમાં રમાયા હતા.
1859માં વિદેશ પ્રવાસ ક્રિકેટ ટીમના શરૂ થયાને 1962માં પહેલી ઇંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલીયાના પ્રવાસે ગઇ હતી. બે મેચ રમાય હતી જેને આપણે અત્યારે પ્રારંભિક ટેસ્ટ મેચો તરીકે ઓળખીએ છીએ. 1882માં ધ ઓવેલ ખાતે રમાયેલ મેચો ‘ધ એશીશ’ને જન્મ આપ્યો. 1889માં આફ્રિકા ત્રીજાક્રમનું ટેસ્ટ રાષ્ટ્ર બન્યું હતું. 1890માં સત્તાવાર કાઉન્ટી ચેમ્પિયનશીપની ઇંગ્લેન્ડમાં રચના થઇ હતી. 1892-93માં ઓસ્ટ્રેલિયાએ શેફફીલ્ડ શીલ્ડની સ્થાપના કરી હતી. આ ગાળામાં આફ્રિકામાં, ન્યુઝિલેન્ડ અને ભારતમાં પણ વિવિધ ટ્રોફીની સ્પર્ધા, મેચો રમાયા હતા. 1890માં પ્રથમ વિશ્ર્વ યુધ્ધ ફાટી નીકળતા મેચો બંધ થઇ ગઇ હતી. આ ગાળાને ક્રિકેટનો સોનેરી ગાળો કહેવાય છે. આ સમયે ઘણા મહાન ખેલાડીઓમાં ગ્રેસ, વીલફ્રેડ રોહડ્સ, સી.બી.ફ્રાય, કે.એસ.રણજીતસિંહજી અને વિક્ટર ટ્રમ્પરને ખ્યાતી અપાવી હતી.
1889માં એક ઓવરે ચાર બોલને બદલે પાંચ બોલનો નિયમ આવ્યો હતો. બાદમાં છ બોલ તો અમુક દેશોએ આઠ બોલનો નિયમ બનાવ્યો હતો. 1922માં એકમાત્ર ઓસ્ટ્રેલિયા દેશમાં જ એક ઓવરમાં છ બોલ હતા, બાદમાં તેને પણ 8 બોલ કર્યા હતા. 1937/39માં સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ મેચોમાં પણ 8 બોલની ઓવર હતી. 1947થી નિયમ વૈશ્ર્વિક બન્યોને એક ઓવરમાં 6 બોલ નખાયા. પાકિસ્તાન પણ આ ગાળામાં જ જોડાયું હતુ. 20મી સદીમાં શ્રીલંકા, ઝીમ્બાબ્વે અને બાંગ્લાદેશ પણ ટેસ્ટના રાષ્ટ્રો બન્યા હતા.
20મી સદીમાં ટેસ્ટ ક્રિકેટે સ્પોર્ટ્સમાં ઉચ્ચતા હાંસલ કરી 1932-33ની અપ્રસિધ્ધ બોડી લાઇન સિરીઝમાં ડગ્લાસ જાર્ડીન અને ડોન બ્રેડમેન જેવા સિતારા ચમક્યા હતા.