કોરોના મહામારીને ધ્યાને લેતા સાદગી પૂર્ણ વરણી કરાઇ
રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રચવામાં આવેલી સમીતીઓની રચના બાદ આજે સમીતીમાં નિમણૂંક પામેલા પદાધિકારીઓ પોતાનો કાર્યભાળ સંભાળી લીધો હતો. કારોબારી સમીતીના ચેરમેન સહદેવસિંહ જાડેજા, મહિલા બાળ વિકાસના ચેરમેન સુમીતાબેન ચાવડા, જાહેર બાંધકામ વિભાગના ચેરમેન પ્રવિણભાઈ કિયાડા, જાહેર આરોગ્ય સમીતીના ચેરમેન જ્યોત્સનાબેન પાનસુરીયા, સામાજીક ન્યાય સમીતીના ચેરમેન મોહનભાઈ દાફડા, શિક્ષણ સમીતીમાં ગીતાબેન ટીલાળા, અપીલ સમીતીના ભુપતભાઈ બોદર, ઉત્પાદક સહકાર અને સિંચાઈ સમીતીમાં જયંતિભાઈ બરોચીયાએ પોતાનો પદભાર સંભાળી લીધો હતો.
નવનિયુક્ત ચેરમેનોએ વર્તમાન કોરોના કટોકટીની સ્થિતિમાં પોતાની કામગીરી અને ભવિષ્યના આયોજનની વિશેષ ચર્ચા કરી હતી. ડીડીઓ અનિલકુમાર રાણાવસીયાની ઉપસ્થિતિમાં કારોબારી સમીતીના ચેરમેન સહદેવસિંહ જાડેજા અને તમામ સમીતીના પદાધિકારીઓએ પોતાનો ચાર્જ સંભાળ્યો હતો.
જિલ્લાનું એકેય ગામડુ રસીકરણની જાગૃતિ અને ટેસ્ટીંગ
કીટથી વંચિત નહીં રહે: પ્રમુખ ભુપતભાઈ બોદર
કોરોના વાયરામાં સંક્રમરને કાબુમાં લેવા માટે તંત્ર આકાળ, પાતાળ એક કરી રહ્યું છે ત્યારે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગે પણ ગ્રામ્ય વિસ્તારોમાં આ મહામારી વધુ ન વકરે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ‘અબતક’ સાથેની વાતચીતમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના સમાવેશ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં તકેદારીના જરૂરી પગલા માટે આરોગ્ય વિભાગના અધિકારી અને પદાધિકારીઓ રાઉન્ડ ધ કલોક નજર રાખી રહ્યાં છે. દરેક ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ માટેની જનજાગૃતિ અને ટેસ્ટીંગ માટેની કીટની તમામ આરોગ્ય કેન્દ્રો અને ટેસ્ટીંગ બુથ પર વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જિલ્લા પંચાયતના ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણને 100 ટકા અને ટેસ્ટીંગ કીટની અછત ઉભી ન થાય તેના પર પુરતુ ધ્યાન આપવામાં આવ્યું છે.