દરેક ગૃહિણી પોતાના કામકાજ પૂર્ણ કરી સમય અંતરે ક્યારેક શનિવારે કે રવિવારે થોડા સમય માટે ઘરના અનેક નાના-મોટા કામકાજ કરવાનું વિચારતી હોય છે. ત્યારે ઘણી વાર તહેવાર વગર પણ એક સાથે ઘણું કામકાજ સામે આવતા ગૃહિણીઓ એ ભૂલી જતી હોય છે અને ક્યારેક સરખું કામ પણ કરી થઈ શકતું નથી. અંતે તે કામથી કંટાળીને તેને પૂરું કરી નાખે છે પણ તેને કામ કર્યાનો આનંદ થતો નથી. ત્યારે આજે દરેક ગૃહિણી પોતાનું કામકાજ કઈ રીતે ગોઠવી શકે તેના પર થોડું સરળતાથી ફટાફટ કરી શકે તેના વિશે થોડું.
લિસ્ટ બનાવો
આજે ટેકનૉલોજી યુગમાં ફોનમાં અનેક ખાસ દિવસ પર એલર્ટ રાખતા હોય છે. તેનાથી દરેક દિવસ એ કામથી ખાસ દિવસ યાદ આવી જાય છે. ત્યારે દર શનિવારે થોડી ક્ષણો કાઢી કામ કરવાનું એક લિસ્ટ બનાવો. જેનાથી એ લિસ્ટ પ્રમાણે તમે કઈ રીતે કામ કરો સાફ સફાઈ કરશો અને શું સાફ કરવું તેને ગોઠવો અને પછી કામ કરો સરળતા કામમાં આ રીતે મળશે.
સમય આપો
દિવસભરમાં તમારા કામ સાથે સાફ સફાઈને એક વિશેષ સ્થાન આપો. તે સમય આપવાથી વધુ સરળ થઈ શકશે. વ્યસ્ત દિનચર્યામાં થોડો સમય આપો અને તેને ગોઠવો તેનાથી કામ ખૂબ સરળ બનશે અને એક સાથે કામ એકઠું નહીં થાય અને કામ વધુ સારી રીતે કામ થઈ શકશે અને કંટાળો પણ નહીં આવે.
નિર્ણય લ્યો
ક્યારેક ગૃહિણી એ કામમાં વ્યસ્ત હોવાના કારણે નિર્ણય લઈ શકતા નથી. ત્યારે હમેશા વધુ કામ હોય તો હમેશા સાફ સફાઈ કરવાનો નિર્ણય નવરાશમાં લ્યો. નાની વાતોથી હમેશા તમારું કામકાજ ગોઠવો. આવું કરવાથી તમને કામની ચિંતા નહીં રહે અને સમયસર કામ પણ પૂર્ણ થઈ જશે.