દરેક દેશ સમયની સાથે વિકાસ કરે છે. શહેરો અને ગામોની સ્થિતિમાં સુધારો થતો જાય છે. આપણા દેશમાં જ આપણે જોઈ શકીએ કે કેટલા બધા ગામો હાઇટેક અને મૂળભૂત સુવિધાઓથી લેસ થઈ ગયા છે.1060પરંતુ  દેશના અંદરના વિસ્તારોમાં આજે પણ કેટલાક જાતિના લોકો અલગ જ દુનિયા વસાવેલી છે. આ જનજાતિઓ આજે પણ અન્ય સદીઓમાં જીવી રહ્યા છે. અને પોતે દૂર થવા ઇચ્છતા નથી.1020આવી પરિસ્થિતિ  ભારતમાં  નહી પરંતુ પડોશી દેશોની પણ છે. આજે આપણે વાત કરી રહ્યા છી ચીનની. એક એવા જ ગામની વાત કરીએ છીએ.  આ ગામ સો વર્ષ પહેલાથી આ ગામ પાણી પર વસેલું છે અને ઘણા વર્ષો પછી પણ અહીંના રહેવાસીઓ આ જ રીતે રહેવાનું પસંદ કરે છે.1040 પાણીમાં વસેલ આ ગામ ચીનના ફુજિયાન પ્રાંતના નીંગ્ડે શહેરમાં વસવાટ કરે છે. 700 ઇ.સ. થી આ ગામમાં 7000 જેટલા માછીમારો રહે છે. અહિયાં રહેવા વાળી પ્રજાતિને “ટંકા” ના નામથી ઓળખાય છે. લોકોની વચ્ચે આ ગામને “જીપ્સી ઓફ સી” ના નામથી ઓળખાય છે તેઓના પૂર્વજોએ બતાવેલા કદમ પર ચાલીને તેઓએ પોતાના ઘર નાવ(હોળી) પર બનાવેલા છે. નાવ(હોળી) પર બનેલા આ ઘરનર જોઇને આશ્ચર્ય થશે.1030“ટંકા”નું આ વિસ્તાર ફૂજીઆનનું સૌથી લાંબો દરિયાકિનારો છે. પાણી પર તરતા આ ઘર લાકડાથી બનાવેલ છે. હવે તો લોકોએ ઘરો સાથે ફોર્મ પણ બનાવ્યાં છે. તેઓની વચ્ચે લાકડાના પુલ પણ જોવા મળે છે. આ માછીમારો આજે પણ સદીઓથી ચાલ્યા આવતા રીતિ-રિવાજોનું પાલન કરે છે. આ લોકો માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

આવી રીતે થય હતી શરૂઆત

વાસ્તવમાં 700 ઇ.સ. દરમિયાન તાંગ રાજવંશની સત્તા હતી. તે દરમિયાન ટંકાની જાતિના લોકો ખૂબ હેરાન કરવામાં આવતા હતા અને જમીન પર યુદ્ધ પણ  થતા હતા. આ બધાથી બચવા માટે આ લોકો પાણીમાં રહેવા લાગ્યા. આજે તો પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. છતાં પણ આ જ રીતે રહેવાનું પસંદ કરે છે તેઓ જમીન પર બહુ ઓછા જ જાય છે.1050તે સમયમાં આ લોકોને કિનારા પર  જવાની મનાય હતી.આ લોકો કિનારા પર રહેતા લોકો સાથે સંબંધ પણ રાખી શકતા નહી.  લગ્નથી લઈને અંતિમક્રીયા પણ નાવ(હોળી)માં જ કરવાના આવે છે. પરંતુ ચીન બન્યા પછી સ્થાનિક સરકારના પ્રોત્સાહનથી આ લોકો કિનારા પર આવે છે. પરંતુ કેટલાક લોકો હજુ પણ પાણીની વચ્ચે પોતાની અલગ દુનિયામાં રહે છે.

પાણીમાં રહેલું આ ગામ વિશ્વમાં કઈક અલગ જ છે….

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.