પોઈન્ટ એન્ડ શૂટ અને DSLR કેમેરા વિશે તો તમે બધા જાણતા જ હશો. પરંતુ શું તમે ક્યારેય વિયરેબલ કેમેરા વિશે સાંભળ્યું છે? આ એક એવો કેમેરા હોય છે, જેને તમે પહેરી શકો છો. યુબીક્યુટી લેબ્સે એવો જ કેમેરો બનાવ્યો છે, જેને પેન્ડેટ એટલે કે નેક્લેસની જેમ જ પહેરી શકાય છે. તેનું નામ ફ્રન્ટ્રો છે અને તેની કિંમત ૪૦૦ ડોલર એટલે કે, આશરે ૨૫,૭૩૦ રૂપિયા છે. યુબીક્યુટી કંપની હાઈ-એન્ડ-ફાઈ રાઉટર્સ અને નેટવર્કીગ ડિવાઈસ બનાવે છે.
શું છે ફ્રન્ટ્રો (Frontrow)કેમેરા?
આ કેમેરાથી ફોટોસ તેમજ વિડીયો કેપ્ચર કરી શકાય છે. સાથે જ ફેસબુક, ટ્વીટર અથવા યૂટ્યૂબ પર વાઈ-ફાઈ/બ્લૂટૂથ દ્વારા લાઈવસ્ટ્રીમીંગ પણ કરી શકાય છે. તેટલું જ નહી, આ કેમેરા સંપૂર્ણ દિવસનું ટાઈમલેપ્સ કેપ્ચર કરી શકે છે.
Frontrow નાં ફીચર્સ…
તેમાં ૨ ઇંચનું રાઉન્ડ એલસીડી ટચસ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં ૨ કેમેરા આપવામાં આવ્યા છે. પહેલો કેમેરો ૮ મેગાપિક્સેલનો છે, જે સામેની તરફ આપવામાં આવ્યો છે. તેમજ બીજો કેમેરા ૫ મેગાપિક્સેલનો છે, જે બેકસાઈડ આપવામાં આવ્યો છે. આ કેમેરાથી ૧૦૮૦ પિક્સેલનો વિડીયો શૂટ કરી શકાય છે.
આ કેમેરામાં ૧૪૦ ડીગ્રી વાઈડ એન્ગલ લેન્સ આપવામાં આવ્યો છે, જે દરેક ફોટોને શ્રેષ્ઠ બનાવે છે. કંપનીએ દાવો કર્યો છે કે, તેની બેટરી ૫૦ કલાકની સ્ટેન્ડબાય ટાઈમ આપવામાં સક્ષમ છે. જો તેની બેટરી ખત્મ થઇ જાય છે તો તેને યૂએસબી દ્વારા ચાર્જ કરી શકાય છે. આ કેમેરા ઘણા લઈ-વેઇટ અને સ્ટાઈલીશ છે.