ટેસ્લા અગામી મહિને એક ઇલેક્ટ્રોનિક ટ્રક લોંચ કરવા જઇ રહી છે. કંપની મુજબ આ ટ્રક એકવાર ચાર્જ કરવાથી ૩૨૦ થી ૪૮૦ કિ.મી. સુધી ચાલશે. કંપની રોડ વેઝ કોમર્શિયલ વાહનોના માર્કેટમાં પ્રવેશ કરવા માગે છે.
ટેસ્લાના CEOએલેન મસ્કે કહ્યુ કે અગામી માસે તેમની કંપની સેમી ટ્રક લોન્ચ કરશે. તેની સાથે ઇલેક્ટ્રીક કાર ઉપરાંત ટ્રક સેંગમેન્ટમાં પણ કં૫ની પોતાની હાજરી નોંધાવશે. આ ઇલેક્ટ્રોનિક ટ્રક માર્કેટમાં લાવવાના ટેસ્લાના નિર્ણયથી ટ્રક બનાવતી કં૫નીઓને મોટી સ્પર્ધા મળશે. હાલમાં ડિઝલથી ચાલતા ટ્રકની ટેંક ફૂલ કરવાથી લગભગ ૧૬૦૦ કિમિ જેટલો પ્રવાસ કરી શકાય છે.
જ્યારે આ અંગે ટેસ્લના અધિકારીઓ સાથે વાત કરવા માગી તો તેમણે કહ્યુ કે હાલ કં૫નીની પોલિસી અંતર્ગત આવી કોઇ કોમેન્ટ કરી શકાય નહિં. પરંતુ જો રિસર્ચરનુ માનીએ તો આજની ટેકનોલોજીના આધારે આ પ્રકારની ગાડી બનાવવી શક્ય છે.