ભારતએ દુનિયામાં માત્ર હરવા ફરવા માટે જ નહી પરંતુ ભારતમાં આવેલા ઘણા શોપિંગ સ્થળોના લીધે પણ ફેમસ છે ભારતમાં પણ કોઇ પણ સ્થળે હોય ત્યાં તમે તમારા બજેટ પ્રમાણે શોપીંગ કરી શકો છો. આજે આપણે એવા જ પ્રખ્યાત માર્કેટ વિશે વાત કરીશું.
૧- ચાંદની ચોક -દિલ્હી :
– દિલ્હીમાં બજેટમાં આવેલા આ ચાંદની ચોક ઘણુ જ ફેમસ છે. દિલ્હીના પ્રવાસે આવેલા લોકો ચાંદની ચોક જ‚ર થાય છે. આ બજાર જથ્થાબંધ વેપારનું પ્રમુખ કેન્દ્ર છે. અહીં તમને દરેક પ્રકારની દુકાનો જોવા મળે છે. ચાંદની ચોકએ માત્ર શોપીંગ માટે જ નહી પરંતુ ખાવા માટે પણ ફેમસ છે ચાંદની ચોકના પરાઠા અને લસ્સી પણ ઘણા ફેમસ છે.
૨- ક્રોફોર્ડ માર્કેટ- મુંબઇ :
– મુંબઇની ફેમસ માર્કેટમાં ક્રોફોર્ડ માર્કેટનું પણ નામ છે. આમ તો આ માર્કેટ મહાત્મા કુલ બજારના નામથી પ્રખ્યાત છે. આ માર્કેટ ફળ-કુલ, શાકભાજી માંસના હોલસેલ વેચાણ માટે ફેમસ છે.
૩- લાજપત નગર માર્કેટ- દિલ્હી :
– લાજપત માર્કેટએ દિલ્હીની સૌથી ફેમસ અને ભીડવાળી માર્કેટમાંથી એક છે. અહીં તમને તમામ પ્રકારની વસ્તુઓ મળી રહે છે. આ માર્કેટની ખાસીયત એ છે કે તમને અહીં લોકલ અને બ્રાન્ડેડ એમ બંને પ્રકારની વેરાયટી મળી રહે છે.
૪- કરોલ બાગ માર્કેટ – દિલ્હી :
– આ માર્કેટ મેચીંગ અને લગ્નની શોપીંગ માટે જાણીતું છે. અહીં તમને જ્વેલરી, સાડીઓ અને લગ્નમાં જ‚ર પડતી બધી વસ્તુ આસાનીથી મળી રહે છે. વિદેશી સામાન ખરીદવાના શોખીન માટે આ માર્કેટ બેસ્ટ છે.
૫- બારા બજાર મેઇન રોડ – મેઘાલય :
– બારા બજાર મેઇન રોડ માર્કેટએ મેઘાલયનું સૌથી ફેમસ અને મોટું માર્કેટ છે. આ માર્કેટમાં ઘણી જ ભીડ જોવા મળે છે. આ માર્કેટ લોકલ ફુડ માટે પણ પ્રખ્યાત છે. તથા માર્કેટમાં સીલ્ક પણ મળે છે. પરંતુ આ માર્કેટમાં સીલ્ક ખરીદવા માટે તમને સીલ્કની ઓળખ હોવી જ‚રી છે. નહી તો દુકાનદાર લોકલ સીલ્ક આપે છે.
૬- ચોર માર્કેટ દિલ્હી :
– દિલ્હીમાં લાલ કિલ્લાની નજીક આ માર્કેટ આવેલું છે. અહીં તમન ઇલેક્ટ્રોનીક આઇટમ ઘણા સસ્તા ભાવમાં મળી રહે છે. આ ઉપરાંત આ માર્કેટમાં તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, ચોરી થયેલી વસ્તુ અને જુના એન્ટીક ફર્નીચર પણ ઘણી સસ્તી કિંમતમાં મળી રહે છે.
૭- મંગળદાસ માર્કેટ – ગુજરાત (અમદાવાદ) :
– આ માર્કેટએ ટ્રેડિશનલ કપડા માટે ફેમસ છે. અહી તમને દરેક પ્રકારના દુપટ્ટા મળી રહે છે. આ માર્કેટ ફ્રેબિકના વેચાણ માટે પણ ફેમસ છે. અહીં ઇન્ડિયાના ઘણા સ્થળોએ રો-માટે રીપલ પણ મોકલવામાં આવે છે. આ માર્કેટ ખાસ તો સારા ફ્રેબ્રિક્સ માટે ફેમસ છે.
૮- સરોજની નગર માર્કેટ – દિલ્હી :
– દિલ્હીનું સૌથી ફેમસ અને વધારે ભીડવાળું આ માર્કેટ છે. ખાસ તો આ માર્કેટ ફેશનેબલ કપડા માટે જાણીતું છે. અહીં તમને એક્સપર્ટ દ્વારા રીગુંજક થયેલા ડિઝાઇનર કપડા ઘણા જ સસ્તા ભાવે મળી રહે છે.
૯- દેવરાજ માર્કેટ – મૈસુર :
– મૈસુરમાં આવેલી માર્કેટ તમને જોતા થોડુક અસ્તવ્યસ્ત લાગશે. આ માર્કેટમાં જવા માટે ઘણા પ્રવેશ દ્વાર છે આ માર્કેટ ફળો અને શાકભાજીના વેચાણ માટે પ્રસીધ્ધ છે. ખાસ તો આ માર્કેટમાં કેળાનું વેચાણ વધુ થાય છે.
૧૦- ભુલેશ્વર માર્કેટ- મુંબઇ :
– આ માર્કેટએ ફુટ અને શાકભાજીનું સૌથી મોટુ માર્કેટ છે. આ માર્કેટએ એક કિલ્લામાં ભરાય છે. અહીં તમને લેધરની એન્ટીક ચીજોનું કલેક્શન પણ મળશે અહીં જુની ચીજોને ફર પાછી બનાવામાં પણ આવે છે.