હેલ્થ ન્યુઝ

જ્યારે પોષણની વાત આવે છે, ત્યારે લીલા શાકભાજી, ફળો અને સૂકા ફળો અથવા દૂધ દહીં ધ્યાનમાં આવે છે. પરંતુ આ બધી વસ્તુઓ સિવાય એક એવો ખોરાક છે જે તમારા એકંદર સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. જેને આપણે ખસખસ તરીકે  ઓળખીએ છીએ . ખસખસ કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને આયર્નથી ભરપૂર હોય છે.

આ સિવાય ખસખસ ડાયટરી ફાયબરનો બેસ્ટ સોર્સ છે. તેમાં સારી માત્રામાં મિનરલ્સ જેમ કે, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન મળી રહે છે. ખસખસમાં અલ્કેલાઈડ્સ હોય છે. જે દુખાવાની પ્રોબ્લેમને દૂર કરે છે. ખસખસનું તેલ પણ બજારમાં મળે છે. તેને દુખાવાવાળા ભાગે લગાવવાથી રાહત મળે છે. રાતે પાણીમાં પલાળેલી ખસખસને વાળ અથવા સ્કિન પર લગાવવાથી પણ ઘણાં ફાયદા મળે છે. રોજ 1 નાની ચમચી ખસખસ ડાયટમાં સામેલ કરવાના ફાયદાઓ છે. khaskhas 1

સ્કિન માટે

આર્યુર્વેદમાં પણ સુંદરતા વધારવા માટે ખસખસને ફાયદાકારક જણાવવામાં આવી છે જો આને દહીં અથવા મધ સાથે મેળવીને લગાવવામાં આવે તો આ એક શ્રેષ્ઠ સ્ક્રબ તરીકે કામ કરે છે. એટલે કે ખસખસ ડેડ સ્કિનને પણ રિમૂવ કરવામાં મદદ કરે છે.

થાઈરોઈડ

આજકાલ મહિલાઓમાં થાઈરોઈડની સમસ્યા એકદમ કોમન થઈ ગઈ છે. આ પરેશાની દૂર કરવા માટે ખસખસ બેસ્ટ ઉપાય છે. ખસખસમાં સેલેનિયમ હોય છે. જે થાઈરોઈડની સમસ્યા દૂર કરવામાં કારગર છે. જેથી રોજ અડધી ચમચી ખસખસ તમારી ડાયટમાં સામેલ કરો.

ઈમ્યૂનિટી વધારે છે

ખસખસમાં કોપર, કેલ્શિયમ, આયર્ન જેવા તત્વ હોય છે. આ શરીરને બીમારીઓ સામે લડવાની તાકાત વધારે છે. ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે. આ શરીરને અંદરથી મજબૂત બનાવે છે.

શ્વાસની તકલીફ

ખસખસ શ્વાસની બીમારી માટેનો બેસ્ટ ઈલાજ છે. તે ખાંસી દૂર કરવામાં અને અસ્થમાને દૂર કરવામાં મદદ કરે છે. તમે તેના ફાયદા માટે રોજ દૂધમાં અડધી ચમચી ખસખસ મિક્સ કરીને પી શકો છો.

કબજિયાતમાં રામબાણ

ખસખસ ફાઈબરનો બેસ્ટ સોર્સ છે. ખસખસનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે. રોજ ખસખસનું સેવન કરવાથી પાચનતંત્ર સુધરે છે.

અનિદ્રા દૂર કરવા

ખસખસ ઊંઘથી જોડાયેલી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તેના સેવનથી રાતે સારી ઊંઘ આવે છે. તેના માટે રોજ રાતે 1 ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી ખસખસ નાખીને પીવો.

વાળ માટે

વિટા્મિન, મિનરલ્સ અને પ્રોટીનથી ભરપૂર હોવાને કારણે ખસખસ વાળ માટે પણ ખૂબ જ લાભકારી છે. જો તેને પીસીને તેનો ઉપયોગ હેરપેકમાં કરવામાં આવે તો વાળ ખરવાની અને ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે. સાથે જ વાળ લાંબા પણ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.