Abtak Media Google News
  • અક્ષય તૃતીયાને હિન્દુ ધર્મમાં અબુઝ મુહૂર્ત માનવામાં આવે છે

અખા ત્રીજને વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે. જેના કારણે અનેક યુગલો લગ્નના તાંતણે બંધાતા હોય છે. આ વખતે  અખા ત્રીજ અપવાદ છે. ગુરૃ અસ્ત હોવાથી આ વખતે અખા ત્રીજે લગ્ન નહીં થાય.

અખાત્રીજ પર લગ્નના મુહૂર્ત કેમ નથી ??

અક્ષય તૃતીયાને હિન્દુ ધર્મમાં અબુઝ મુહૂર્ત માનવામાં આવે છે જ્યારે પંચાંગ જોયા વગર શુભ કાર્યો પૂર્ણ કરી શકાય છે. આવો સંયોગ લગભગ 24 વર્ષ પછી બની રહ્યો છે જ્યારે આ વર્ષે મે અને જૂનમાં લગ્નનું એક પણ દિવસ શુભ રહેશે નહીં. તેનું કારણ બંને મહિનામાં ગુરુ-શુક્રની સારી સ્થિતિ ન હોવાનું કહેવાય છે. શુક્રની સ્થિતિ જુલાઈ મહિનામાં શુભ બનશે ત્યારે લગ્નોની ફરી શરૂઆત થશે. આ પહેલાં વર્ષ 2000માં પણ આવી સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે પણ મે અને જૂનમાં લગ્નના શુભ મુહૂર્ત ન હતા. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે લોકો ઉનાળાની ઋતુમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે, તેમને આ તક નહીં મળે, કારણ કે મે અને જૂન મહિનામાં એક પણ દિવસ લગ્ન કરવા માટે શુભ નથી, અક્ષય તૃતીયાને મહામુહૂર્ત માનીને, શુભ અનુષ્ઠાન કરવામાં આવશે.

મે અને જૂન મહિનામાં લગ્નની શરણાઈઓ ગુંજશે

લગ્નના શુભ મુહૂર્તમાં ગુરુ અને શુક્ર અસ્તનો વિચાર કરવામાં આવે છે. શુક્ર ભોગ વિલાસનો કુદરતી કારક ગ્રહ છે અને તે દાંપત્ય સુખનો દર્શાવે છે., તો બીજી તરફ ગુરુ કન્યા માટે પતિના સુખનો કારક છે, બંને ગ્રહો શુભ લગ્ન માટે ઉદિત હોવા શાસ્ત્ર સમ્મત છે. લગ્ન માટે શુક્ર અને ગુરુ ગ્રહનું ઉદિત હોવું જરૂરી છે, બંને ગ્રહો લગ્નના કારક છે, તેમના અસ્ત રહેવાથી લગ્ન નથી થતાં. 29 એપ્રિલ 2024ના રોજ શુક્ર બપોરે અસ્ત થઈ જશે, જે 28 જૂન સુધી અસ્ત રહેશે. 6 મેથી ગુરુ ગ્રહ પણ અસ્ત થઈ જશે. જે 3 જૂને ઉદિત થશે. શુક્ર અસ્ત જ રહેશે, આ કારણસર મે અને જૂન મહિનામાં લગ્નની શરણાઈઓ ગુંજશે નહીં.

 

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.