ડિજિટલ ઇન્ડિયામાં થયેલા આવિષ્કારો અને સિદ્ધિઓ ને ઉજાગર કરાશે : યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે હેકેથોનનું પણ કરાશે આયોજન

વાઇબ્રન્ટ ગુજરાત 2024 અનેક નવા રંગરૂપ સાથે જોવા મળશે ત્યારે આ વખતનું વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ થી લઈ સ્માર્ટવર્ક કરનાર માટે ધૂમ મચાવી દેશે. આ વખતે ટેકનોલોજી ક્ષેત્રે થયેલા આ વિસ્તારો અને સિદ્ધિઓને ઉજાગર કરવા માટે સવિશેષોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડિજિટલ ઇન્ડિયામાં મળેલી સિદ્ધિઓ એટલું જ નહીં સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સ્માર્ટ સિટી, કન્ઝ્યુમર ટેકનોલોજી સહિત નાણાકીય ક્ષેત્ર, હેલ્થ ક્ષેત્ર અને શિક્ષણ ક્ષેત્રે થયેલા ટેકનોલોજીના આવિશકારો ને ઉજાગર કરવામાં આવશે.

બીજી તરફ વાઇબ્રન્ટ ગુજરાતની સમિટમાં બાયર સેલર મીટીંગ ની સાથોસાથ વિવિધ ક્ષેત્રે જે સ્ટાર્ટઅપ શરૂ થયેલા હોય તેને પ્રમોટ કરવામાં આવશે એટલું જ નહીં વિવિધ ક્ષેત્ર સાથે એમઓયુ પણ સાઇન કરાશે જેથી વધુને વધુ સ્ટાર્ટઅપ વિવિધ ક્ષેત્રે જોવા મળે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાઇબ્રન્ટ ગુજરાત 2024 ની ઇવેન્ટ સ્થાનિક નહીં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પણ વર્ચ્યુલી દેખાડવામાં આવશે. વાઇબ્રન્ટ સમિટ દરમિયાન અઢીસો જેટલા તાલુકાઓને જોડવામાં આવશે જેના માટે વિશેષ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.

વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રે ઘણા ખરા પ્રશ્નો ઉભા થતા હોય છે ત્યારે તે પ્રશ્નનું નિવારણ લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા હેકેથોનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઉદ્યોગપતિ એકસાથે બેસી વિવિધ વિષયો ઉપર ચર્ચા વિચારણા કરી તકલીફોને દૂર કરવા માટેના ઉપાયો શોધ છે એટલું જ નહીં આ વાઇબ્રન્ટ સમિટમાં યુવા વર્ગ અને યુનિવર્સિટીને જોડવા માટે પણ સરકાર વિવિધ પગલાંઓ લઈ રહ્યું છે. બીજી તરફ આ તમામ વિદ્યાર્થીઓ પાસેથી ક્લાયમેટ ચેન્જ અને ટેકનોલોજી માં જે બદલાવ આવી રહ્યા છે તે અંગેના ઇનપુટ્સ પણ લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.