દિવાળી પર પાણીના દીવા ટ્રેન્ડમાં છે. ત્યારે બજારમાંથી મોંઘા દીપક ખરીદવાના બદલે તમે ઘરે ઓછી સામગ્રીમાં સરળતાથી આવા પાણી વાળા દીપક બનાવી શકો છો.
અનુસાર માહિતી મુજબ, દિવાળી પર દીપક પ્રગટાવી માતા લક્ષ્મીની આગમનની તૈયારી કરવામાં આવે છે. તેમજ ઘરના દરેક ખૂણાને સજાવવામાં આવે છે. આ ઉપરાંત લોકો વોટર લેમ્પ સહિત અનેક પ્રકારની ચીજોથી ઘર શણગારે છે. લોકો મોંઘા ભાવના વોટર દીપક ખરીદી કરે છે, જ્યારે તમે તેને ઘરે પણ બનાવી શકો છો. તેમજ તેને બનાવવું ખૂબ જ સરળ છે. તમે ઘરે જ કાચના ગ્લાસ અને બોટલમાંથી બનાવી શકો છો. પાણી વાળા દીપક ઓછી સામગ્રી સરળતાથી બનાવી શકાય છે.
પાણી વાળા દીપક માટે સામગ્રી
કાચના ગ્લાસ કે બાઉલ
કોટનની લાંબી વાટ
તેલ
ફુલના પાંદડા
પરફ્યુમ
પ્લાસ્ટિક કાપી તેમા કાણા પાડી લો
પાણીનો દીવો કેવી રીતે બનાવવો
પાણીનો દીવા બનાવવા માટે એક ગ્લાલમાં પાણી ભરી, તેમા ફૂલના પાંદડા નાંખો
હવે એક પ્લાસ્ટિકમાં ગોળ નાની કાણું પાડો અને તેમા કોટનની લાંબી વાટ પરોવી લો
હવે ગ્લાસમાં એક ચમચી તેલ નાંખો અને થોડું પરફ્યુમ કે અત્તર ઉમેરો.
ત્યારબાદ ગ્લાસમાં મુકેલી વાટ પ્રગટાવો
આ પાણીવાળા દીપકને તમે સેન્ટર ટેબલ પર અને પછી ઘરની આસપાસ અલગ અલગ જગ્યાએ મૂકી શકો છો. જો બીજું કંઈ નહીં, તો તમે તેને તમારા ઘરની સામે મૂકી શકો છો. તેમજ આવા ટ્રેડિશનલ દિપક વડે દિવાળી પર તમારા ઘરને પ્રકાશિત કરી શકો છો.