- કોંગ્રેસના બાળક બુધ્ધીના નેતાએ 99 બેઠકો જીતી ચુંટણીમાં જીત મળી હોવાની વાતો કરે છે: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ
- સાળંગપુરમાં ભાજપની બે દિવસીય કારોબારી બેઠકનું સમાપન: કાર્યકરોને નવુ જોમ પૂર પાડતા નેતાઓ
ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક સાળંગપુર ખાતે યોજાઇ હતી. જેમાં કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા સતત ત્રીજી વખત જનતાએ એનડીએની સરકાર બનાવી છે તે બદલ અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામા આવ્યો હતો તેમજ મોરબી પુલ દુર્ઘટના, વડોદરા હરણી દુર્ઘટના, રાજકોટ ગેમ ઝોનના થયેલ દુર્ઘટના તેમજ પ્રદેશના જે કાર્યકર્તાઓ ઇશ્ર્વરના ધામમા પધાર્યા છે. તેમના માટે બે મીનીટ મૌન પાળી તેમના આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાજંલી પાઠવી હતી.
પ્રદેશ કારોબારીમા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, દરેક જીલ્લામા પક્ષના કાર્યાલયનુ નિર્માણ થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સંકલ્પ હતો તે ગુજરાતમા મહંદઅંશે પુર્ણ થયો છે. ગુજરાત એક માત્ર રાજય છે જ્યા જીલ્લાના કાર્યાલયનુ નિર્માણ મોટા ભાગે પુર્ણ થયુ છે.આખા દેશમા ગુજરાત એક માત્ર રાજય છે જેમા 74 લાખ પેજ કમિટિના વેરિફાઇડ સભ્યો છે, પેજ કમિટિએ પાર્ટીની મુડી છે.
લોકસભાની ચૂંટણીમા આ વખતે 26 બેઠકો જીત ઇતિહાસ સર્જાવાથી ચૂકી ગયા કારણ કે બનાસકાઠા લોકસભા આપણે માત્ર 30 હજાર મતોથી ગુમાવી છે. પ્રદેશ અધ્યક્ષ તરીકે લોકસભાની બનાસકાંઠા બેઠક હારની જવાબદારી સ્વીકારુ છું અને કાર્યકર્તાઓની માફી માગૂ છું કે મારી કચાસ રહી ગઇ.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે દેશમા યુવાનોની આકાંક્ષા, અપેક્ષા ખૂબ મોટી છે ત્યારે તેમને ત્રીજી વખત વિઝનરી નેતા નરેન્દ્રભાઇ મોદીનુ માર્ગદર્શન મળશે તે આપણા માટે મોટી વાત છે. દેશની જનતાએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદીને જવાબદારી આપી છે તે જ દર્શાવે છે કે જનતાને નરેન્દ્રભાઇ મોદી પર અતૂટ વિશ્ર્વાસ છે.
સંગઠન મહામંત્રી રત્નાકરજીએ જણાવ્યું કે, ગુજરાતના કાર્યકર્તાઓને એક એવા અધ્યક્ષ મળ્યા છે કે જેઓ દરેક કાર્યકર્તાને મળ્યા છે અને તેમની સ્મૃતિ કાર્યકર્તાઓ પાસે છે તે એક વિશેષ મહત્વની વાત છે.
રત્નાકરજીએ વધુમા જણાવ્યું કે, લોકસભામા કોંગ્રેસ ગુજરાતમા એક બેઠક જીત્યુ અને હવે તેમને લાગે છે કે ગુજરાત પણ કોંગ્રેસ હવે જીતશે.. કોગ્રેસ અને તેના સાથી પક્ષો જનતા સમક્ષ અનેક પ્રકારના જૂઠ્ઠાણા ફેલાવે છે પણ તેવો ક્યારેય તેમના બદ ઇરાદામા સફળ નહી થાય. સૌનો સાથ સૌનો વિકાસ એ ભારતીય જનતા પાર્ટીનુ સુત્ર નથી પરંતુ જીવનનો એક ભાગ છે. પક્ષના આગામી કાર્યક્રમો અને સંગઠનાત્મક કાર્યો અંગે વિસ્તૃત માહિતી સાથે માર્ગદર્શન આપ્યું હતું.
કેન્દ્રીય મંત્રી પિયુષભાઇ ગોયલે જણાવ્યું હતું કે મોદીના આશિર્વાદથી આ વખતે લોકસભા ચૂંટણી લડવાની તક મળી અને ગુજરાતના કાર્યકર્તાઓના સાથને કારણે જીત પણ મળી તે બદલ કાર્યકર્તાઓનો આભાર વ્યકત કરૂં છું. મોદીએ દસ વર્ષ વિકાસના ખૂબ કાર્યો કર્યા છે જેના કારણે જનતાએ ફરી નરેન્દ્રભાઇને વડાપ્રધાન તરીકે પસંદ કર્યા છે. આ વખતે મોદી 3.0મા મોદી સરકાર ત્રણ ગણી ગતીથી વિકાસના કાર્યો કરશે. મોદી સાહેબે દસ વર્ષમા દેશની અર્થવ્યવસ્થા પાંચમા સ્થાને પહોચાડી છે.
તેઓએ વધુમા જણાવ્યું કે, લોકસભા ચૂંટણીમા દેશની જનતાએ ફરી કોંગ્રેસને જાકારો આપ્યો છે. 13 રાજ્યોમા કોગ્રેસનુ ખાતુ ખુલ્યુ નથી. આ વખતે કેરળમા ભાજપે કમળ ખીલવ્યુ છે. મને વિશ્ર્વાસ છે કે ભાજપ દક્ષિણ ભારતમા મોટી પાર્ટી તરીકે વિસ્તાર પામશે. કોંગ્રેસ પર ટકોર કરતા જણાવ્યું કે, કોંગ્રેસના બાળક બૃદ્ધીના નેતા 99 બેઠકો જીતી ચૂંટણીમા જીત મળીની વાતો કરે છે પણ તેમને તે બેઠકો 543 બેઠકોમાથી મળી છે. કોગ્રેસને રાહુલ ગાંધીના નેતૃત્વમા ત્રીજી વખત હાર મળી છે કોગ્રેસને પરિવાર વાદનુ પરિણામ જનતાએ આપ્યુ છે. ભારત કેવી રીતે દસ વર્ષમા વિકાસના કાર્યો કરી વિકસીત દેશો સાથે ખભે ખભ્ભો મેળવી રહ્યુ છે. મોદી સાહેબના નેતૃત્વમા દેશની કમજોરી આજે દેશની તાકાત બની રહ્યુ છે. આજે સમગ્ર વિશ્ર્વને ભારત પર વિશ્ર્વાસ છે.મોદી સાહેબના નેતૃત્વમા દેશ ગરીબી રેખાથી બહાર આવી રહ્યો છે.ગરીબ અને મધ્યમવર્ગને પાયાની જરૂરિયાત મળે તે દિશામા કામ થઇ રહ્યુ છે.આજે દેશમા યુવા શક્તિની તાકાત વધી છે અને આવનાર 30 વર્ષ સુધી ભારત યુવા દેશ બની રહેશે. ભારત જેવી યુવા શક્તિ અન્ય કોઇ દેશ પાસે નથી.